AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પહેલીવાર દેશી ગાયનું થયું જીનોમ સિક્વન્સિંગ, જાણો વિશ્વની સૌથી નાની જાતિની ગાયનું નામ અને વિશેષતા

દેશી જાતિની ગાય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ ગાયોના ઘણા ફાયદા છે. ખરેખર, કુદરતી ખેતીથી લઈને દૂધ ઉત્પાદન સુધી, તે ખૂબ જ ફાયદાકારક છે. આ સંબંધમાં IISERના વૈજ્ઞાનિકોએ દેશી ગાય પર સંશોધન કર્યું હતું. જેમાં તેમને ઘણી ખાસ વાતો જાણવા મળી હતી.

પહેલીવાર દેશી ગાયનું થયું જીનોમ સિક્વન્સિંગ, જાણો વિશ્વની સૌથી નાની જાતિની ગાયનું નામ અને વિશેષતા
world's smallest vechur breed CowImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2023 | 7:41 PM
Share

આપણા દેશમાં ખેડૂતો વધારાની આવક મેળવવા ખેતીની સાથે પશુપાલન પણ કરે છે. આ કારણે દેશમાં પશુપાલનનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. આ માટે ખેડૂતોને સરકાર તરફથી આર્થિક સહાય પણ મળે છે. જો તમે પણ વધુ પૈસા કમાવવા માટે પશુપાલન વિશે વિચારી રહ્યા છો તો દેશી જાતિની ગાય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ ગાયોના ઘણા ફાયદા છે. ખરેખર, કુદરતી ખેતીથી લઈને દૂધ ઉત્પાદન સુધી, તે ખૂબ જ ફાયદાકારક છે. આ સંબંધમાં IISERના વૈજ્ઞાનિકોએ દેશી ગાય પર સંશોધન કર્યું હતું. જેમાં તેમને ઘણી ખાસ વાતો જાણવા મળી હતી.

આ પણ વાંચો: Viral Video: ગાય અને વાછરડાને પાણીપુરી ખવડાવી રહ્યા છે કાકા, વીડિયોએ જીત્યા લોકોના દિલ!

પ્રથમ વખત દેશી ગાયનું જીનોમ સિક્વન્સિંગ

આપની જાણકારી માટે જણાવી દઈએ કે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISER)ના વૈજ્ઞાનિકોએ દેશી ગાયોના જીનોમ સિક્વન્સનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે દેશમાં પહેલીવાર દેશી ગાય પર જીનોમ સિક્વન્સિંગની પ્રક્રિયા અજમાવવામાં આવી છે, જેમાં 4 જાતિની ગાયો કાસરગોડ ડ્વાર્ફ, કોસરગોડ કપિલા, વેચુર અને ઓગોનલ સામેલ છે.

જીનોમ સિક્વન્સિંગ દરમિયાન વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે દેશી ઓલાદની ગાયોથી પશુપાલન ક્ષેત્રમાં વધારો થશે અને સાથે સાથે દૂધ ઉત્પાદનમાં પણ વધારો જોવા મળશે. આ સિવાય વૈજ્ઞાનિકોએ એ પણ શોધી કાઢ્યું છે કે કેવી રીતે તે દેશી ગાયની પ્રજનન ક્ષમતા, દૂધ ઉત્પાદન અને અન્ય ઘણા ખતરનાક રોગોને તેમજ બીમારીઓ સામે લડવા અને ઓળખવામાં મદદ મળશે.

જીનોમ સિક્વન્સિંગ શું છે?

હવે તમે વિચારતા હશો કે જીનોમ સિક્વન્સિંગ શું છે અને તે શું કામ આવે છે, તો ચાલો જાણીએ તેના વિશે. કોઈપણ છોડ અથવા પ્રાણીની રચના અને કામગીરી માટે સૂચનાઓના ગ્રુપની બ્લુપ્રિન્ટને જીનોમ કહેવામાં આવે છે. આપને જણાવી દઈએ કે આમાં જીવતંત્રની વૃદ્ધિ, વિકાસ અને સુગમ કાર્યની તમામ માહિતી સરળતાથી જાણી શકાય છે.

આ સંશોધનને કારણે વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે ભારતીય ગાય કોઈપણ પ્રકારના વાતાવરણમાં પોતાને કેવી રીતે અનુકૂળ કરે છે. જો જોવામાં આવે તો આ વિશ્વની પ્રથમ જીનોમ સિક્વન્સિંગ છે, જેના કારણે તેને Bio RSRP માં પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે.

સૌથી નાની જાતિની ગાય

આ સંશોધનથી વૈજ્ઞાનિકોને એ જાણવામાં પણ મદદ મળી છે કે વિશ્વની ગાયની સૌથી નાની જાતિ વેચુર ગાય છે. જણાવી દઈએ કે આ ગાયની ઊંચાઈ માત્ર 2.8 ફૂટ સુધી છે. એટલું જ નહીં, અન્ય ગાયોની સરખામણીમાં આ ગાયના દૂધમાં સૌથી વધુ પ્રોટીન જોવા મળે છે.

cow of vechur breed

આપની જાણકારી માટે જણાવી દઈએ કે દુનિયાની સૌથી નાની જાતિની આ ગાય દરરોજ માત્ર 2થી 3 લીટર દૂધ આપે છે. જો તમે આ ગાયને રાખો છો તો તમારે આ માટે વધારે મહેનત કરવાની પણ જરૂર નથી. કારણ કે તે ખૂબ જ ઓછા ઘાસચારામાં પોતાનું જીવન જીવી શકે છે.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">