AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દરેક ખેડૂતનું બનશે એક યુનિક આઈડી, જાણો તેનાથી ખેડૂતોને શું ફાયદો થશે

આ ખાસ આઈડીથી ખેડૂતો સરકારી યોજનાઓ અને ધિરાણ સુવિધાઓનો લાભ વધુ સરળતાથી મેળવી શકશે. આ કેન્દ્ર અને રાજ્ય સરકારોને ખરીદીની કામગીરીના વધુ સારા આયોજનમાં મદદ કરશે.

દરેક ખેડૂતનું બનશે એક યુનિક આઈડી, જાણો તેનાથી ખેડૂતોને શું ફાયદો થશે
Unique ID For Farmers
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 12:07 PM
Share

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, સરકારે ખેડૂતો (Farmers) માટે 12-અંકની યુનિક આઈડી બનાવવાનું શરૂ કર્યું છે, જેનો ઉપયોગ વિવિધ યોજનાઓ હેઠળ કૃષિ સંબંધિત તમામ સેવાઓ મેળવવા માટે થઈ શકે છે.

કૃષિ અને ખેડૂત કલ્યાણના અધિક સચિવ વિવેક અગ્રવાલે જણાવ્યું હતું કે દરેક ખેડૂત માટે એક યુનિક ID બનાવવામાં આવી રહી છે, જેના માટે સરકાર PM-Kisan જેવી વિવિધ યોજનાઓમાંથી ડેટા એકત્ર કરીને ડેટાબેઝ બનાવી રહી છે. અગ્રવાલે કહ્યું કે સરકાર ખેડૂતોનું સંયુક્ત ઇન્ટરફેસ બનાવવાની યોજના ધરાવે છે. દાવો કરવામાં આવે છે કે આ ખાસ આઈડીથી ખેડૂતો સરકારી યોજનાઓ અને ધિરાણ સુવિધાઓનો લાભ વધુ સરળતાથી મેળવી શકશે.

આ કેન્દ્ર અને રાજ્ય સરકારોને ખરીદીની કામગીરીના વધુ સારા આયોજનમાં મદદ કરશે. અમે યુનિક ખેડૂત ID બનાવવાનું શરૂ કર્યું છે અને એકવાર 8 કરોડ ખેડૂતોના ડેટાબેઝ સાથે તૈયાર થઈ જશે ત્યારબાદ અમે તેને લોન્ચ કરીશું. અત્યાર સુધી મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને આંધ્ર પ્રદેશ સહિત 11 રાજ્યો માટે ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે. આગામી મહિનાઓમાં તેલંગાણા, કેરળ અને પંજાબ સહિતના બાકીના રાજ્યોને આવરી લેવામાં આવશે.

પીએમ-કિસાન, સોઇલ હેલ્થ કાર્ડ અને પીએમ ફસલ વીમા યોજનામાંથી ડેટાબેઝ બનાવવામાં આવી રહ્યો છે

આ માટે અગ્રવાલે કહ્યું કે હાલની યોજનાઓ જેમ કે પીએમ-કિસાન, સોઇલ હેલ્થ કાર્ડ અને પીએમ ફસલ વીમા યોજનામાંથી ડેટાબેઝ બનાવવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય યોજનાઓમાં તમામ ખેડૂત ડેટા રાજ્ય સરકારો પાસે ઉપલબ્ધ જમીન રેકોર્ડ વિગતો સાથે જોડવામાં આવશે.

10 ખાનગી કંપનીઓ સાથે કરાર

આ મહિનાની શરૂઆતમાં મુખ્યમંત્રીઓની કોન્ફરન્સ દરમિયાન ખેડૂતોને આવા આઈડી આપવાની અને ડેટાબેઝ બનાવવાની યોજના અંગે ચર્ચા કરવામાં આવી હતી. 6 સપ્ટેમ્બરે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે તેમના મંત્રાલયે 5.5 કરોડ ખેડૂતોનો ડેટાબેઝ બનાવ્યો છે અને આ ડિસેમ્બર સુધીમાં તેને વધારીને 8 કરોડ કરી દેવામાં આવશે.

તાજેતરમાં ડિજિટલ મિશનના ભાગરૂપે, કૃષિ મંત્રાલયે CISCO, Ninjacart, Jio Platforms, ITC અને NCDEX e-Markets Ltd (NeML) અને Microsoft, Star Agribazaar, Esri India Technologies, પતંજલિ અને એમેઝોન સહિત 10 ખાનગી કંપનીઓ સાથે એમઓયુ કર્યા છે.

આ પણ વાંચો : RAJKOT : હળદરની ખેતી કરીને વાર્ષિક 8 લાખની કમાણી કરે છે આ ખેડૂત

આ પણ વાંચો : PM Kisan: પીએમ કિસાન યોજનાના 10માં હપ્તાને લઈને આવ્યા મોટા સમાચાર, આ મહિને આવી શકે છે પૈસા

Follow Us
આધ્યાત્મિક આંતરિક શાંતિ, રોગમુક્તિ અને કારકિર્દીની નવી ઉત્તમ તકો
આધ્યાત્મિક આંતરિક શાંતિ, રોગમુક્તિ અને કારકિર્દીની નવી ઉત્તમ તકો
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
g clip-path="url(#clip0_868_265)">