AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RAJKOT : હળદરની ખેતી કરીને વાર્ષિક 8 લાખની કમાણી કરે છે આ ખેડૂત

વલ્લભભાઈની મહેનત હળદરની માફક રંગ લાવી, આજે તેઓને અગાઉથી હળદરનું બુકીંગ કરવું પડે છે. તેઓ વર્ષે દહાડે વીઘે 40 મણ એટલે કે 5 વીઘે 200 મણ હળદર ઉત્પાદીત કરી તેના પાવડરનું વેચાણ કરી 8 લાખથી વધુની કમાણી કરી લે છે.

RAJKOT : હળદરની ખેતી કરીને વાર્ષિક 8 લાખની કમાણી કરે છે આ ખેડૂત
Turmeric Cultivation (File Pic)
Mohit Bhatt
| Edited By: | Updated on: Sep 22, 2021 | 7:09 PM
Share

આયુર્વેદિક ઔષધોમાં હળદર અનેક રોગમાં ગુણકારી હોવાનું માનવામાં આવે છે. શરદી, કફ ઉપરાંત ચામડીના રોગમાં રાહત આપતી હળદર કોરોના સમયમાં ઉકાળામાં ખુબ ઉપયોગમાં લેવામાં આવી હતી. રસોઈમાં મોટે ભાગે વપરાતા મસાલામાં હળદર રસોઈને સ્વાદિષ્ટ અને રંગ આપવામાં મદદરૂપ બને છે.

રાજકોટથી આશરે 40 કી.મી. નજીક ભંડારીયાના ખેડૂત વલ્લભાઇ પટેલ હળદરની ખેતી થકી વાર્ષિક 8 લાખ રૂપિયાની કમાણી કરે છે. આ અંગે વલ્લભભાઇ પટેલે કહ્યું હતું કે, જયારે પ્રાકૃતિક ખેતી વિષે જાણ્યું ત્યારે ઓર્ગેનિક હળદરના ઉત્પાદનનો વિચાર આવ્યો હતો. સામાન્ય રીતે બજારમાં મળતી હળદર રાસાયણિક ખાતર દ્વારા તૈયાર થતી હોય છે, લોકોને સ્વાસ્થ્યમાં વધુ ગુણકારી અને સસ્તી કિંમતે ચોખ્ખો માલ મળી રહે તે માટે ઓર્ગેનિક હળદરના ઉત્પાદનનું અભિયાન શરૂ કર્યું.

પ્રાકૃતિક પધ્ધતિથી હળદરની ખેતી અંગેની સફર અંગે વલ્લભભાઇ વધુમાં જણાવે છે કે મેં આજથી પાંચ વર્ષ પહેલા પાંચ વીઘામાં હળદરની પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ શરૂ કર્યો. હળદરની વાવણી માટે ખાસ પાળા ઉભા કરવા સુરતથી ટ્રેકટર અને ચાસ પાડવાની સાધન સામગ્રી મંગાવી ઢોળાવ ઉભા કરી તેમાં હળદરની ગાંઠો જે બિયારણ કહેવાય તેનું વાવેતર કર્યું. હળદર ઉગતા 8 મહિના જેટલો સમય લાગે અને તેને ટપક પધ્ધતિથી પાણી આપી ઉગાડવી પડે. તેઓ વધુમાં જણાવે છે કે એક રોપામાંથી આશરે બે કિલો જેટલી લીલી હળદરનું ઉત્પાદન મળે છે.

પ્રાકૃતિક ખેતી માટે જરૂરી જીવામૃત પણ જાતે જ બનાવ્યું. જેમાં ગૌમૂત્ર, છાણ, લીંબોળી, ચણાનો લોટ, વડલાના ઝાડની માટી સહીતનું મિશ્રણ પીપમાં તૈયાર કર્યું, જે જરૂરિયાત મુજબ પિયત સાથે ભેળવી દેવાનું. આશરે ૮ મહીને હળદરનો પાક તૈયાર થાય ત્યારબાદ તેની લણણી કરવાની.

કોઠા સુઝ ધરાવતા વલ્લભભાઈએ લીલી હળદર માર્કેટમાં વેચવાના બદલે તેનો પાવડર બનાવી મુલ્યવર્ધન સાથે વેચાણ કરવાનું પણ જોખમ લીધું. હળદરને સૂકવવા બોઇલર તેમજ ક્રશર એટલે કે ઘંટી પણ વસાવી લીધી. પેકીંગ સહીતની જવાબદારી પરિવારજનોએ ઉપાડી લીધી અને ફાર્મ પરથી જ વેચાણ શરૂ કર્યું.

વલ્લભભાઈની મહેનત હળદરની માફક રંગ લાવી, આજે તેઓને અગાઉથી હળદરનું બુકીંગ કરવું પડે છે. તેઓ વર્ષે દહાડે વીઘે 40 મણ એટલે કે 5 વીઘે 200 મણ હળદર ઉત્પાદીત કરી તેના પાવડરનું વેચાણ કરી 8 લાખથી વધુની કમાણી કરી લે છે. તેઓ દર વર્ષે હળદર સંપૂર્ણ ઓર્ગેનિક છે તેનું પ્રમાણપત્ર પણ પ્રમાણીત લેબોરેટરી મારફત મેળવે છે. આવનારા સમયમાં તેઓ પોતાની બ્રાંડનેમ સાથે માર્કેટમાં પોતાની હળદરને આગવી ઓળખ આપવાનું આયોજન કરી રહ્યા છે.

રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને વધુ ને વધુ પ્રોત્સાહન આપી રહ્યા છે, જેને પરિણામે ખેડુતો સ્વાસ્થ્ય અને મુલ્ય વર્ધિત ખેતીને અનુસરી રહ્યા છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">