AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Food Grains: આ વખતે રેકોર્ડબ્રેક અનાજ ઉત્પાદન થવાની ધારણા, શું મોંઘવારી પર બ્રેક લાગશે?

ગયા વર્ષની સરખામણીએ આ વખતે 14 મિલિયન ટન અનાજનું વધુ ઉત્પાદન થઈ શકે છે. ઘઉં ઉપરાંત તેમાં તેલીબિયાં, ચોખા, મકાઈ અને શેરડીનું રેકોર્ડ ઉત્પાદન પણ સામેલ છે. આવી સ્થિતિમાં ખાંડના ભાવમાં ઘટાડો થવાની આશા વધી ગઈ છે.

Food Grains: આ વખતે રેકોર્ડબ્રેક અનાજ ઉત્પાદન થવાની ધારણા, શું મોંઘવારી પર બ્રેક લાગશે?
Food Grains Production
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 10:53 AM
Share

આગામી દિવસોમાં ઘઉં અને લોટના ભાવમાં ઘટાડો થઈ શકે છે, કારણ કે પાકની મોસમ 2022-23 દરમિયાન દેશમાં બમ્પર ખાદ્યાન્ન ઉત્પાદનનો અંદાજ છે. આ પાકની મોસમમાં કમોસમી વરસાદ (Rain) અને અતિવૃષ્ટિ હોવા છતાં, રવિ પાકનું ઉત્પાદન 330 મિલિયન ટન રેકોર્ડબ્રેક થવાની ધારણા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગત સિઝનની સરખામણીમાં આ વખતે અનાજના ઉત્પાદનમાં 4%થી વધુનો વધારો થશે.

છેલ્લા એક મહિનામાં ખાંડના ભાવમાં વધારો થયો

આ સમાચારથી ખેડૂતની સાથે કેન્દ્ર સરકારને પણ રાહત મળી છે. જો અનુમાન સાચુ નીકળશે તો મોંઘવારી પર અંકુશ આવશે. જેના કારણે ખાદ્યપદાર્થો અમુક અંશે સસ્તી થશે. ખાસ વાત એ છે કે ગયા વર્ષની સરખામણીએ આ વખતે 14 મિલિયન ટન અનાજનું વધુ ઉત્પાદન થઈ શકે છે. ઘઉં ઉપરાંત તેમાં તેલીબિયાં, ચોખા, મકાઈ અને શેરડીનું રેકોર્ડ ઉત્પાદન પણ સામેલ છે. આવી સ્થિતિમાં ખાંડના ભાવમાં ઘટાડો થવાની આશા વધી ગઈ છે, કારણ કે છેલ્લા એક મહિનામાં ખાંડના ભાવમાં વધારો થયો છે.

અનાજનું ઉત્પાદન 330.5 મિલિયન ટન થવાનો અંદાજ છે

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે ગુરુવારે આંકડા જાહેર કરીને આ અંદાજ વ્યક્ત કર્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયનું કહેવું છે કે માર્ચ મહિનામાં કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિથી ઘઉંના પાકને વધારે નુકસાન થયું નથી. ખાસ કરીને પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિતના મુખ્ય રવિ પાક ઉત્પાદક રાજ્યોમાં પહેલા કરતાં ઘઉંનું વધુ ઉત્પાદન થશે. ગયા વર્ષે દેશમાં અનાજનું કુલ ઉત્પાદન 315.6 મિલિયન ટન નોંધાયું હતું, પરંતુ આ રવી પાકની સિઝનમાં અનાજનું ઉત્પાદન વધીને 330.5 મિલિયન ટન થવાનો અંદાજ છે.

આ પણ વાંચો : Success Story : ઓર્ગેનિક ખેતીએ બદલ્યું ખેડૂતનું ભાગ્ય, હવે લાખોમાં આવક

મકાઈનું ઉત્પાદન 35.9 મિલિયન ટન થશે

પાક સીઝન 2022-23 માટે કેન્દ્ર સરકારે 112.7 મિલિયન ટન ઘઉંના ઉત્પાદનનો લક્ષ્યાંક રાખ્યો છે, જે ગયા વર્ષ કરતાં 5 મિલિયન ટન વધુ છે. તે જ સમયે, દેશમાં ચોખાનું ઉત્પાદન 135.5 મિલિયન ટન થવાનો અંદાજ છે, જે પાછલા વર્ષના ઉત્પાદન કરતાં 6 મિલિયન ટન વધુ છે. એ જ રીતે, 2022-23 દરમિયાન મકાઈનું ઉત્પાદન 35.9 મિલિયન ટન થવાનો અંદાજ છે, જે ગયા વર્ષના ઉત્પાદન કરતાં 2.1 મિલિયન ટન વધુ છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">