ખેડૂતોએ નવેમ્બર માસમાં કપાસ, ઘઉં અને રાયડાના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

|

Nov 02, 2021 | 3:26 PM

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ નવેમ્બર માસમાં કપાસ, ઘઉં અને રાયડાના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Cotton Crop

Follow us on

ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે કપાસ (Cotton) ઘઉં અને રાયડાના પાકમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

કપાસ
1. વીણી વખતે કસ્તર ન આવે તે ધ્યાન રાખવું. તડકામાં સુકવી તે પછી સંગ્રહ કરવો.
2. ફુલ ભમરી વખતે ઇયળનો ઉપદ્રવ વધતો હોય ત્યારે સાયપરમેથ્રીન ૧૦ % ઇસી ૯ મિલી ૧૦ લીટરમાં નાખી છંટકાવ કરવો.
3. મેગ્નેશીયમ ખામીને કારણે કપાસમાં લાલ પર્ણ દેખાય તો મેગ્નેશીયમ સલ્ફેટનું ૧ ટકાના દ્રાવણનો છંટકાવ ખામી દેખાય ત્યારે કરવો પછી બીજો છંટકાવ ૧૫ દિવસે કરવો.

ઘઉં
1. વહેલી પાકતી જાત માટે ( ૧૦ નવેમ્બર પહેલા) જી.જે.ડબલ્યુ.-૪૬૩ કે.જી.ડબલ્યુ.- ૧૯૦ નું વાવેતર કરવું.
2. સમયસરની વાવણી માટે જી.ડબલ્યુ.-૩૨૨, ૨૭૩, ૫૦૩, ૪૯૬, ૩૬૬, ૧૧૩૯, ૪૫૧ જાતો વાવી શકાય.
3. બિન પિયત ઘઉં માટે જી.ડબલ્યુ.-૧, ૨ અથવા ૩ વાવી શકાય.
4. વાવેતર વખતે ૧૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજન, ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૬૦ કિ.ગ્રા. પોટાશ પ્રતિ હેક્ટર પ્રમાણે આપવું.
5. ઘઉંના ૧ કિલોગ્રામ બીજને ૩ ગ્રામ કેપ્ટાન અથવા થાયરમ દવાનો પટ આપી વાવેતર કરવું.
6. ઘઉંમાં ૫૦ કિલોગ્રામ પોટાશ તેમજ ૨૫ કિલોગ્રામ જીંક સલ્ફેટ આપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે.
7. મોડામાં મોડી વાવણી ૨૫ નવેમ્બરથી ૧૦ ડીસેમ્બર વચ્ચે કરાવી.
8. મધ્યમ કાળી ચુનાયુક્ત જમીન માટે ૬૫ કિલો યુરીયા પાક ૩૫ થી ૪૦ દિવસનો થાય ત્યારે આપવું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રાયડો
1. ચુસીયા પ્રકારની જીવાતો માટે ઇમીડાકલોપ્રીડ ૨૦૦ એસેલ ૪ મિલી, એસીડામીપ્રીડ – ૨૦ એસપી, ૨ એમએલ, એસીફેટ ૭૫ એસએલ ૨૦ મિલીમાંથી કોઈ એક દવા ૧૦ લીટર પાણીમાં નાખીને છંટકાવ કરવો.
2. રાઈની માખીના નિયંત્રણ માટે કવીનાલાફોસ ૨૫% ઇસી ૨૦ મીલી ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.

 

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

આ પણ વાંચો : PMFBY: વર્ષ 2020-21માં પાક વીમા માટે 9,570 કરોડ રૂપિયાના દાવા, ગત વર્ષની સરખામણીએ 60 ટકા ઓછા

આ પણ વાંચો : સહકાર ક્ષેત્ર ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા અને કૃષિને આત્મનિર્ભર બનાવી શકે છેઃ અમિત શાહ

Next Article