ખેડૂતોએ ઓગસ્ટ માસમાં કઠોળ વર્ગના પાક અને શાકભાજીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

|

Aug 06, 2021 | 10:59 AM

ખેડૂતોએ ખરીફમાં જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ ઓગસ્ટ માસમાં કઠોળ વર્ગના પાક અને શાકભાજીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
PM Kisan Yojana

Follow us on

ખેડૂતોએ (Farmers) જૂન માસમાં ખરીફ સિઝનની (Kharif Season) શરૂઆત થતા વાવણી કરી હતી. ખેડૂતોએ ખરીફમાં જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે કઠોળ વર્ગના પાક અને શાકભાજીના પાકમાં શું કરવું.

મગ, મઠ, અડદ, ગુવાર અને ચોળી

1. સફેદ માખીનાં નિયંત્રણ માટે એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઇસી ૨૦ મિ.લિ.નો છંટકાવ કરવો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

તુવેર

1. તુવેરનાં બિયારણનો દર ૧૫ થી ૨૦ કિલો હેક્ટર રાખવો અને બીજને કાર્બેન્ડાઝીનની ૩૦ ટકા માવજત આપવી.

2. વાવેતર ૧૦ ઓગષ્ટ સુધીમાં કરી દેવું અને ખાતર ૧૧૦ કિલો ડી.એ.પી. આપવું.

3. મગફળી-તુવેર પાકમાં રીલે પાક પધ્ધતિ અપનાવો.

સોયાબીન

1. સોયાબીનના ૩૦ દિવસ પછી સોયાબીનની બે હાર પછી ૧ હાર એરંડાની આંતર પાક પદ્ધતિ માટે વાવવી.

2. મોલોનાં નિયંત્રણ માટે ડાયમીથોએટ ૧૦ મિલિ, મિથાઇલ ઓડીમેટોન ૧૦ મિલિ ૧૦ લીટર પાણીમાં નાંખી છંટકાવ કરો.

વેલાવાળા શાકભાજી

1. આ ભૂકી છારાનો રોગ છે. જેના નિયંત્રણ માટે વેટેબલ સલ્ફર (૩૦ ગ્રામ/૧૦ લી) અથવા ડીનોકેપ (૧૦ મિ.લી/૧૦ લી) અથવા હેક્ઝાકોનાઝોલ (૧૦ મિ.લી/૧૦ લી(અથવા કાર્બેન્ડાઝીમ(૫ ગ્રામ / ૧૦ લી) જેવી દવા છાંટવાથી નિયંત્રણ કરી શકાય છે.

2. તલછારોનાં નિયંત્રણ માટે પાક ૪૫ થી ૪૦ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૭૫ વેપા ૨૭ ગ્રામ અથવા કલોરોથેલોનીલ ૭૫ વેપા ૨૭ ગ્રામ ૧૦લિટર પાણીમાં ભેળવી ૧૫ દિવસના અંતરે રોગની તીવ્રતા પ્રમાણે છંટકાવ કરવો.

શાકભાજી પાકો

1. મલ્ટી માઈક્રોન્યુટ્રીયન્ટ ગ્રેડ-૪ નાં ૧ ટકાના દ્રાવણનો ૪૦,૬૦,૭૫ અને ૯૦ દિવસે છંટકાવ કરવો.

જુવાર

1. જુવારને ઓગષ્ટ કે તે પછીની વાવણીમાં બીજને દિવેલનો પટ્ટ આપ્યા બાદ થાયોમીથોકઝામ ૩ ગ્રામ / કિલો આપી તુરંત વાવેતર કરો.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

 

આ પણ વાંચો : ખેડૂતો પડતર જમીન પર કરી શકે છે લેમન ગ્રાસની ખેતી, ઓછા ખર્ચે મળશે વધારે નફો

આ પણ વાંચો : ખેડૂતો પોતાના ખેતર પર જ સરળતાથી બનાવી શકે છે જૈવિક ખાતર, ખેતી ખર્ચમાં થશે ઘટાડો

Next Article