AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતો માટે કામની વાત, ખાતર અસલી છે કે નકલી? ખેડૂતો આ સરળ પદ્ધતિઓ દ્વારા કરી શકે છે તેની ઓળખ

ખેડૂતો ડીએપી, પોટાશ, ઝિંક સલ્ફેટ અને યુરિયા વગેરે જેવા ખાતરો ઉમેરીને વાવેતર કરે છે. ખાતરના વધારે ભાવના કારણે નકલી ખાતર બનાવીને ખેડૂતોને તેનું વેચાણ કરવામાં આવે છે. નકલી ખાતરના કારણે ખેડૂતોને પાક નુકસાનીનો સામનો કરવો પડે છે. તેથી ખેડૂતો સાવધાની રાખશે તો આ પ્રકારની નુકસાનથી બચી શકે છે. કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર અસલી અને નકલી ખાતર વિશે વિગતવાર જાણીએ.

ખેડૂતો માટે કામની વાત, ખાતર અસલી છે કે નકલી? ખેડૂતો આ સરળ પદ્ધતિઓ દ્વારા કરી શકે છે તેની ઓળખ
Fertilizer
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2023 | 2:17 PM
Share

દેશના ઘણા ભાગોમાં રવિ પાકની વાવણી શરૂ થઈ ગઈ છે. ખેડૂતો (Farmers) ડીએપી, પોટાશ, ઝિંક સલ્ફેટ અને યુરિયા વગેરે જેવા ખાતરો (Fertilizer) ઉમેરીને વાવેતર કરે છે. ખાતરના વધારે ભાવના કારણે નકલી ખાતર બનાવીને ખેડૂતોને તેનું વેચાણ કરવામાં આવે છે. નકલી ખાતરના કારણે ખેડૂતોને પાક નુકસાનીનો સામનો કરવો પડે છે. તેથી ખેડૂતો સાવધાની રાખશે તો આ પ્રકારની નુકસાનથી બચી શકે છે. ઉત્તર પ્રદેશના કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર અસલી અને નકલી ખાતર વિશે વિગતવાર જાણીએ.

જાણો D.A.P. ખાતરને કેવી રીતે ઓળખવું

ખેડૂતોએ પોતાના હાથમાં D.A.P ખાતરના કેટલાક દાણા લઈ અને તેમાં ચૂનો ભેળવીને તમાકુની જેમ ઘસો. જો દાણામાંથી તીવ્ર ગંધ આવે, તો સમજવું કે તે D.A.P. અસલી છે. DAP ને ઓળખવાની બીજી એક પદ્ધતિ પણ છે. D.A.P. ના થોડા દાણાને ધીમી આંચ પર એક તવા પર ગરમ કરો. જો ખાતરના દાણા ફૂલી જાય તો સમજવું કે અસલી છે. D.A.P. ના દાણા ભૂરા, કાળા અને બદામી રંગના હોય છે અને તે સરળતાથી તૂટતા નથી.

યુરિયા ખાતરની ઓળખ કેવી રીતે કરવી

અસલી યુરિયા હંમેશા સમાન કદના સફેદ ચળકતા કઠણ દાણા હોય છે, પાણીમાં તે ઓગળી ગયા બાદ તેનો સ્પર્શ કરવામાં આવે તો ઠંડીનો અહેસાસ થાય છે. આ ઉપરાંત યુરિયાને તવા પર ગરમ કરવાથી તેના દાણા ઓગળી જાય છે. જો આપણે આંચને વધારીને ગરમ કરીએ તો તેના કોઈ અવશેષ બાકી ન રહે તો સમજવું કે, તે અસલી યુરિયા છે.

આવી રીતે કરો સુપર ફોસ્ફેટ ખાતરની ઓળખ

સુપર ફોસ્ફેટ ખાતર અસલી હોય તો તેના દાણા સખત અને બદામી કાળો રંગના હોય છે. આ ઉપરાંત તેના કેટલાક દાણાને ગરમ કરો, જો તે ફૂલી ન જાય તો સમજવું કે અસલી સુપર ફોસ્ફેટ છે. ગરમ કર્યા બાદ D.A.P. ના દણા ફૂલી જાય છે, જ્યારે સુપર ફોસ્ફેટમાં તેની વિપરીત અસર થાય છે. સુપર ફોસ્ફેટ એક એવું ખાતર છે જે સરળતાથી નખથી તૂટી શકતું નથી.

આ પણ વાંચો : ખેડૂતો માટે ખુશખબર, કેન્દ્ર સરકારે રવિ પાકના ટેકાના ભાવમાં વધારો કર્યો, જાણો કેટલો મળશે ભાવ

પોટાશ ખાતર ઓળખ આ રીતે કરો

પોટાશની અસલી ઓળખ સફેદ મીઠું અને લાલ મરચું જેવું મિશ્રણ છે. પોટાશના કેટલાક દાણાને ભીના કરો. જો તે એકસાથે ચોટતા નથી તો સમજવું કે તે અસલી છે. આ ઉપરાંત પોટાશ જ્યારે પાણીમાં ઓગળી જાય છે ત્યારે તેનો લાલ ભાગ પાણીની ઉપર હંમેશા તરતો રહે છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">