PM Kisan Sinchai Yojana: સિંચાઈ યોજનાથી ખેતીને મળશે ઘણો લાભ, પાકની ઉપજમાં પણ થશે વધારો

|

Dec 13, 2021 | 7:22 AM

સુધારેલ પાક ઉગાડવામાં સિંચાઈ મહત્વની ભૂમિકા ભજવે છે. ઘણા એવા પાકો છે જેને વધુ પાણીની જરૂર પડે છે અને કેટલાક ઓછા પાણીમાં પણ સારી ઉપજ આપે છે.

PM Kisan Sinchai Yojana: સિંચાઈ યોજનાથી ખેતીને મળશે ઘણો લાભ, પાકની ઉપજમાં પણ થશે વધારો
Irrigation

Follow us on

ખેતરમાં પાક લહેરાતો હોય છે તેની પાછળ ખેડૂતો (Farmers)ની પરસેવાની મહેનત છુપાયેલી હોય છે. ખેડૂત ખેતરમાં ખેડાણ કરે છે, બીજ વાવે છે, જરૂરિયાત મુજબ સિંચાઈ કરે છે, પછી ખેતર લીલુંછમ દેખાય છે. સુધારેલ પાક ઉગાડવામાં સિંચાઈ મહત્વની ભૂમિકા ભજવે છે. ઘણા એવા પાકો છે જેને વધુ પાણીની જરૂર પડે છે અને કેટલાક ઓછા પાણીમાં પણ સારી ઉપજ આપે છે.

આજે પણ ભારતમાં ખેડૂતો માટે સિંચાઈ એક એવો વિષય છે જેના પર હજુ કામ કરવાનું બાકી છે કારણ કે ક્યાંક પુષ્કળ પાણી છે તો ક્યાંક પાણીની અછત છે. જો ખેડૂતો સિંચાઈમાં ટેક્નોલોજી (Irrigation Technology)નો ઉપયોગ કરે તો પાણીની પણ બચત થશે અને ઉપજ પણ સારી આવશે, જેના કારણે આવકમાં પણ વધારો થશે.

તેને ધ્યાનમાં રાખીને, સરકારે ખેતરોમાં પાણીની અછત ન થાય તે માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PM Kisan Sinchai Yojana) શરૂ કરી. કૃષિ તજજ્ઞોના મતે જો છંટકાવ પદ્ધતિથી પિયત કરવામાં આવે તો ઓછા પાણીમાં પણ સારો પાક મેળવી શકાય છે. આ માટે સરકાર સ્પ્રિંકલર સાધનો ખરીદવા માટે સબસિડી (Government Subsidy) પણ આપી રહી છે. ચાલો જાણીએ ખેડૂતો યોજનાનો લાભ કેવી રીતે લઈ શકે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

શું છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના

ખેડૂતોને પાણીની અછત ન થાય તે માટે સરકારે આ યોજનામાં પચાસ હજાર કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. સ્પ્રિંકલર પદ્ધતિ (Sprinkler method)થી સિંચાઈ માટે સરકાર ખર્ચના 80 થી 90 ટકા સબસિડી આપશે. આ પદ્ધતિથી ખેતરને સમતળ કર્યા વિના પિયત કરી શકાય છે. આ પદ્ધતિ ઢોળાવ અથવા ઓછી ઊંચાઈ પર ખૂબ જ અસરકારક બની રહી છે.

યોજના માટે યોગ્યતા શું છે

ખેડૂત પાસે ખેતી માટે યોગ્ય જમીન હોવી જોઈએ.
તમામ ખેડૂતોને તેનો લાભ મળશે.
કૃષિ સંબંધિત તમામ માન્યતા પ્રાપ્ત સંસ્થાઓને પણ આ યોજનાનો લાભ મળશે. દા.ત.: સ્વસહાય જૂથો, ટ્રસ્ટો, સહકારી મંડળીઓ વગેરે.
આ યોજનાનો લાભ ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એટલે કે લીઝ પર કરનાર પણ લઈ શકે છે. શરત એ છે કે તમારે ઓછામાં ઓછા 7 વર્ષથી ખેતી કરતા હોવા જોઈએ.

સિંચાઈ યોજના માટે મહત્વના દસ્તાવેજો

આધાર કાર્ડ
ઓળખ કાર્ડ માટે પ્રમાણપત્ર
જમીનના કાગળો
જમીનની જમાબંધી
બેંક ખાતાની વિગતો
પાસપોર્ટ સાઇઝનો ફોટો
મોબાઇલ નંબર

છંટકાવ પદ્ધતિથી કયો પાક ઉગાડી શકાય?

બટાકા
વટાણા
ડુંગળી
બ્રોકલી
સ્ટ્રોબેરી
મગફળી
સરસવ
પાંદડાવાળા શાકભાજી
ચા
આદુ
ફૂલકોબી
કોબી
લસણ

 

આ પણ વાંચો: Kashi Vishwanath Corridor: PM મોદી આજે કાશી વિશ્વનાથ કોરિડોરનું કરશે ઉદ્ઘાટન, કાશીમાં 30 કલાક વિતાવશે

આ પણ વાંચો: Viral: RRR ફિલ્મના ‘નાટુ નાટુ’ ગીત પર આ વિદેશી શખ્સે કર્યો જબરદસ્ત ડાંસ, લોકોને ખુબ પસંદ આવ્યો વીડિયો

Next Article