ખેડૂતો સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે.
પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે. તેથી તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય. ચાલો જાણીએ કે ઉનાળુ મગફળી અને બાજરીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કયા ખેતી કાર્યો કરવા જોઈએ.
1. વાવેતર માટે જી-૨, જીજી-૬ , જીજેજી-૩૧ ટીપીજી-૪૧, ટીજી-૩૭એ પૈકી કોઇપણ એક જાતની પસંદગી કરવી.
2. બીજ દર : ૧૨૦ થી ૧૩૦ કીલી/હે અને ખાતર – ૨૫ કિ.ગ્રા. નાઇટ્રોજન, ૫૦ કિ.ગ્રા. ફોસ્ફરસ પાયામાં આપવું. આ ઉપરાંત ૫૦ કિ.ગ્રા. પોટાશ અને ૨૦ કિ.ગ્રા. સલ્ફર હેકટરે પાયામાં આપીને વાવેતર કરવું.
3. નિંદામણ : પ્રિ-ઈમરજન્સમાં તરીકે મગફળીનું વાવેતર કર્યા બાદ ઉગતા પહેલા જરૂર જણાય તોજ સ્ટોમ્પનો છંટકાવ કરવો.
4. બીજને પટ : બીજને થાયરમનો પટ આપવો ત્યારબાદ રાઈઝોબીયમ અને ફોસ્ફેટ કલ્ચરનો પણ પટ આપીને વાવેતર કરવું.
5. વાવેતર : ઉષ્ણતામાનને ધ્યાને રાખીને ૧૫ ફેબ્રુઆરી સુધીમાં વાવેતર કરવું.
6. પ્રથમ પિયત માટે ઉતાવળ ન કરતા ૨૫ થી ૩૦ દિવસે અથવા ખેતર ના ૮૦ % વિસ્તારમાં ફૂલ જોવા મળે ત્યારે જ પિયત આપવું.
આ પણ વાંચો : ખેડૂતોને ડ્રોન પાયલોટની તાલીમ માટે સરકારે હટાવ્યો આ નિયમ, જાણો કેવી રીતે મળશે ફ્રીમાં ડ્રોન ટ્રેનિંગ
1. બાજરી : જીએચબી – ૫૫૮, ૫૩૮, ૫૨૬ નું વાવેતર કરવું.
2. બીજ દર : ૪ કિલો પ્રતિ હેક્ટર રાખવો.
3. વાવેતર ફેબ્રુઆરી માસના બીજા પખવાડિયામાં અને અંત ર૪૫ સે.મી. × ૧૫ સે.મી. રાખવું.
4. ખાતર : ૧૨૦-૬૦-૦ ના-ફો-પો કિ.ગ્રા./હે. સાથે ૨૦ કિ.ગ્રા./હે. ઝીંક સલ્ફેટ + ફેરસ સલ્ફેટ ખાતર આપવું.
માહિતી સ્ત્રોત: ડો. જી.આર. ગોહિલ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી