હવે ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, સરકારે નિકાસ બંધ કરતા ભાવમાં પડ્યુ 300 રૂપિયાનું ગાબડુ, મણના બોલાયા માત્ર 400 રૂપિયા
રાજકોટ: ગોંડલ માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં ભાવમાં મોટુ ગાબડુ પડ્યુ છે. એક મણ ડુંગળીના 100થી 400 સુધીના ભાવ બોલાયા છે. સરકારના નિકાસ બંધ કરવાના નિર્ણયથી ભાવમાં કડાકો બોલ્યો છે જેને લઈને ખેડૂતો અને વેપારીઓમાં રોષ ફેલાયો છે.
આમ તો ગરીબોની કસ્તૂરીના ઉંચા ભાવ લોકોને રડાવતા હોય છે. પરંતુ સરકારના એક નિર્ણયથી ડુંગળીના ભાવ હવે ખેડૂતોને રડાવી રહ્યાં છે. રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં મોટો કડાકો થયો છે. સરકારે ડુંગળીની નિકાસ બંધ કરતા એક જ દિવસમાં ભાવમાં મોટું ગાબડું પડ્યું છે. જે ડુંગળીના ભાવ એક મણના 700 રૂપિયા બોલાતા હતા. તે હવે ગોંડલ યાર્ડમાં હરાજીમાં 100થી લઈને 400 સુધીના ભાવ બોલાયા છે. એટલે કે એક જ દિવસમાં ડુંગળીના ભાવમાં 300 રૂપિયાનું ગાબડું પડ્યું છે. જેને લઈને ખેડૂતો અને વેપારીઓમાં રોષ ફેલાયો છે.
3 દિવસથી યાર્ડમાં પડેલી ડુંગળીનો હાલ કોઈ લેવાલ નથી
ખેડૂતોની 3 દિવસથી યાર્ડમાં પડેલી ડુંગળી હવે કોઈ લેવા તૈયાર નથી. ખેડૂતોનું કહેવું છે કે ડુંગળીની નિકાસ બંધ કરવાના નિર્ણયથી વેપારીઓ ડુંગળી ખરીદવા તૈયાર નથી. હવે આ 3-3 દિવસથી પડેલી ડુંગળી ખરાબ થવા લાગતાં ફેંકવાનો વારો આવ્યો છે. મહત્વનું છે કે ગોંડલ માર્કેટ યાર્ડમાં 3 દિવસ પહેલા ડુંગળીના 90 હજાર કટ્ટા વચ્ચે આવક બંધ કરાઈ હતી. ડુંગળીની નિકાસ બંધી થતા વધુ આવક ન કરવા વેપારીઓએ યાર્ડ સતાધીશોને અનુરોધ કર્યો હતો. જે બાદ ડુંગળીની હરાજી બંધ કરી દેવામાં આવી. જે બાદ હવે ખેડૂતો અને વેપારી વચ્ચે સમજૂતી થતા અને ડુંગળીની હરાજી ફરી શરૂ કરાઈ.
આ પણ વાંચો : ગુજરાતીઓના માનીતા ખજુરભાઈએ કરી લીધા લગ્ન, જીવનસંગીની સાથે ફોટો કર્યા શેર- જુઓ તસ્વીરો
સરકારના નિર્ણયને વેપારીઓ અને ખેડૂતોએ વખોડ્યો
APMCના વેપારી એસોસિએશન પ્રમુખે પણ સરકારના આ નિર્ણયને વખોડી કાઢ્યું છે. કહ્યું કે આ નિર્ણયથી ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાની ભીતિ છે. ત્યારે હવે સરકાર આ નિર્ણયને ખેડૂતો અને વેપારીઓના હિતમાં પરત ખેંચે તેવી માગ કરી હતી.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો