ખેડૂતો ડુંગળી અને લસણના પાકમાં વધારે ઉત્પાદન લેવા રોગ-જીવાતના નિયંત્રણની સાથે કરો આ ખેતી કાર્યો
ખેડૂતોએ વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.
ખેડૂતો સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે.
પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે. તેથી તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય. ચાલો જાણીએ કે ડુંગળી અને લસણના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કયા ખેતી કાર્યો કરવા જોઈએ.
ડુંગળી અને લસણના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો
1. થ્રીપ્સ કે ચુસીયાં પ્રકારની જીવાતના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવાનો છંટકાવ કરવો.
2. ડુંગળીમાં જાંબલી ધાબાનાં રોગના નિયંત્રણ માટે બીજ માટે વાવવામાં આવેલ પાક ૬૦ થી ૬૫ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૨૭ ગ્રામ અથવા કલોરોથેલોનીલ ૨૭ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ (પ્રથમ છંટકાવ રોગ દેખાય ત્યારે અને બાકીના બે છંટકાવ ૧૫ દિવસના અંતરે) કરવા.
રીંગણના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો
1. રીંગણમાં નાના પર્ણ / લધુપર્ણ / ઘત્તિયા પાનનો રોગ તડતડીયાથી ફેલાતો હોવાથી રોપણી પછી ૧૦ થી ૧૫ દિવસે કાર્બોફયુરાન ૩ જી ૧ કિ.ગ્રા. સ. તત્વ / હે. પ્રમાણે છોડની ફરતે રીંગ પદ્ધતિથી આપવું અને ૧૦ થી ૧૨ દિવસના અંતરે ડાયમીથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લી. ૧૦ લીટર પાણીમાં ઓગાળીને વારાફરતી જરૂર પ્રમાણે છંટકાવ કરવો.
આ પણ વાંચો : ખેડૂતોને મળશે વધારે ઉત્પાદન, જીરૂ, વરીયાળી અને ધાણાના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કરો આ ખેતી કાર્યો
કોબીજ / કોલીફલાવરના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો
કોબીજ / કોલીફલાવરમાં જીવાણુથી થતો કાળો કોહવારો અટકાવવા રોગની શુઆત થાય ત્યારે સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ ૧ ગ્રામ + કોપર ઓકઝીકલોરાઈડ ૫૦ વે.પા. ૨૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
માહિતી સ્ત્રોત: ડો. જી.આર. ગોહિલ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી