ખેડૂતોએ કેળ અને દાડમના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરવા, પાક ઉત્પાદનમાં થશે વધારો
ખેડૂતોએ વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.
ખેડૂતો સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે.
પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે. તેથી તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય. ચાલો જાણીએ કે કેળ અને દાડમના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કયા ખેતી કાર્યો કરવા જોઈએ.
કેળના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો
1. સુકારો (મોકો) નિયંત્રણ માટે છોડ પર સ્ટ્રેપ્ટો સાયકલીન ૧૦ ગ્રામ + કોપર ઓકિસક્લોરાઈડ ૧૦ ગ્રામ/૨૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
2. કેળમાં પીલાના નિયંત્રણ માટે આમ અનેક પ્રકારે આ હોરમોન્સનો ઉપયોગ થાય છે. જેમાં અલગ અલગ ગ્રુપ હોય છે. જેમ કે એક્ઝીન, જીબ્રીલીન,સાયટોકાયનીન, ઈથીલીન, એબ્લીસીક એસીડ વિગેરે, આ હોર્મોસના સમજણ પૂર્વક જ ઉપયોગ કરવામાં આવે તો ધાર્યા પરિણામો મેળવી શકાય.
દાડમના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો
1. પતંગીયા ઈયળના નિયંત્રણ માટેક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૩ મિ.લી. અથવા કિવનાલફોસ ૨૦ મિ.લી. અથવા ફ્લ્યુબેન્ડીયામાઇડ ૩ મિ.લી. ૧૦ લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
2. થ્રીપ્સના નિયંત્રણ માટે સ્યાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ એડી ૫ મિ.લી. અથવા ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લી. ૧૦ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો.
આ પણ વાંચો : ખેડૂતો જુદા-જુદા ફળ પાકોમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરશે તો મળશે વધારે પાક ઉત્પાદન
બોરના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો
1. ખરી પડેલા સડેલા બોર વીણી નાશ કરવો.
2. પિયતની અનુકુળતા મુજબ ૧૦ થી ૧૫ દિવસે પિયત આપવું.
3. ફળમાખીના નિયંત્રણ માટે ફેન્થીઓન ૫૦% ઈ.સી. ૧૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી મોટા ફોરે છાંટવું.
4. ફળમાખી અને ફળ કોરીખાનાર ઈયળ માટે મેલાથીઓન અથવા નીમાર્ક અથવા ફેન્થીઓન માંથી કોઈ એક દવાનો છંટકાવ કરવો. પહેલા ફળ વટાણા જેવડા થાય ત્યારે પછી ૧૫ દિવસે બીજો છંટકાવ કરવો.
માહિતી સ્ત્રોત: ડો. જી.આર. ગોહિલ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી