Medicinal Plants: આ ઔષધીય છોડની ખેતીથી ખેડૂતો કરી શકે છે સારી કમાણી, જાણો ઔષધીય છોડ વિશે

મહામારીના સમયે, સમગ્ર વિશ્વએ ફરીથી ઔષધીય વનસ્પતિઓનું મૂલ્ય સમજ્યું છે. આ છોડમાં એવા ગુણ છુપાયેલા છે, જેને કોઈ ક્યારેય અવગણી શકે નહીં. દરરોજ તેનું સેવન કરવાથી વ્યક્તિના અડધાથી વધુ રોગો દૂર થઈ શકે છે.

Medicinal Plants: આ ઔષધીય છોડની ખેતીથી ખેડૂતો કરી શકે છે સારી કમાણી, જાણો ઔષધીય છોડ વિશે
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 1:56 PM

ઔષધીય છોડ (Medicinal Plants Farming)ની ખેતી એ ખેડૂતો(Farmers)માટે સૌથી વધુ નફાકારક કૃષિ વ્યવસાય છે. જો કોઈની પાસે પૂરતી જમીન હોય અને તેને જડીબુટ્ટીઓનું જ્ઞાન હોય તો તે ખેતીમાં ખૂબ ઓછા રોકાણમાં ઊંચી આવક મેળવી શકે છે. અને આજે અમે એવા જ કેટલાક ઔષધીય છોડ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેની ખેતીથી તમને ધન અને મન બંનેથી ફાયદો થવાનો છે. વાસ્તવમાં, મોંઘી સારવાર અને દવાઓના કારણે, ઔષધીય છોડ (Medicinal Plants)ના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે.

ઉપરાંત, રોગચાળાના સમયે, સમગ્ર વિશ્વએ ફરીથી ઔષધીય વનસ્પતિઓનું મૂલ્ય સમજ્યું છે. આ છોડમાં એવા ગુણ છુપાયેલા છે, જેને કોઈ ક્યારેય અવગણી શકે નહીં. દરરોજ તેનું સેવન કરવાથી વ્યક્તિના અડધાથી વધુ રોગો દૂર થઈ શકે છે.

અજમા

અજમાનો છોડ ગુચ્છામાં ઉગે છે અને મની પ્લાન્ટ જેવો દેખાય છે. તેના છોડના પાંદડામાં સુંદર ડિઝાઈન હોય છે અને તેને નિયમિત કાપણીની જરૂર પડે છે. અજમાના છોડ સીધા સૂર્યપ્રકાશને સહન કરી શકે છે અને પુષ્કળ વૃદ્ધિ કરી શકે છે. તેમાં એન્ટિ-બેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો છે જે પેટની સમસ્યાઓ જેમ કે અલ્સરની સારવાર કરે છે. તે બ્લડ પ્રેશર પણ ઘટાડે છે, પાચનશક્તિ વધારે છે અને કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

તેજપત્તા

એક સારી રીતે સુકેલી માટી અને ઉદાર માત્રામાં આપૂર્તિ સાથે તેજપત્તાનો છોડ સારી રીતે ફળી ફુલી શકે છે. કોઈપણ ભારતીય ઘરમાં નિયમિત તેજપત્તાનો ઉપયોગ સામાન્ય રીતે શાકાહારીથી લઈને માંસાહારી સુધીની વિવિધ વાનગીઓમાં થાય છે. કેટલાક લોકોએ આ પાનનો ઉપયોગ કેન્સર, ગેસ, ડેન્ડ્રફ અને સાંધાના દુખાવા કે ફોડલાની સારવાર માટે કર્યો છે. તેમાં વિટામીન A, B6, C, આયર્ન, મેંગેનીઝ અને કેલ્શિયમ સહિત વિવિધ સૂક્ષ્મ પોષકતત્વો હોય છે.

કોથમીર

ધાણાના છોડને સ્વસ્થ રાખવા માટે પાણી આપવું અને ખાતર આપવું જરૂરી છે. ધાણાના પાંદડામાં વિટામિન સી, કે, કેલ્શિયમ, પ્રોટીન, પોટેશિયમ, થાઈમીન, ફોસ્ફરસ, નિયાસિન અને કેરોટીન હોય છે. ધાણાના પાન ઇન્સ્યુલિન સ્ત્રાવને ઉત્તેજીત કરે છે અને બ્લડ સુગર લેવલ ઘટાડે છે. તે કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડે છે. આ ઉપરાંત, તે અલ્ઝાઈમર રોગની સારવાર કરે છે, બળતરા રોગો ઘટાડે છે અને મોંના ચાંદાને મટાડે છે.

મીઠો લીંબડો

કરી પત્તા એક વધુ ભારતીય મસાલો છે. તેના પાંદડાનો ઉપયોગ સદીઓથી વિવિધ વાનગીઓમાં તડકા લગાવા માટે કરવામાં આવે છે. કરી પત્તા વજન ઘટાડવામાં મદદ કરે છે, મરડો અને કબજિયાતની સારવારમાં ઉપયોગી છે. ડાયાબિટીસના દર્દીઓ માટે સારું છે, ઘા અને કટ મટાડે છે, સારી દ્રષ્ટિ પ્રદાન કરે છે, ઉબકા દૂર કરે છે અને યાદશક્તિમાં પણ સુધારો કરે છે.

ફુદીના (Mint)

ફુદીનાના છોડને ભેજવાળી જમીન, ગરમ તાપમાન અને આંશિક રીતે જ સૂર્યપ્રકાશ ગમે છે. ફુદીનાના છોડ તેમની ઠંડકની અનુભૂતિ માટે વ્યાપકપણે જાણીતા છે. ફુદીનાનો ઉપયોગ તાજા અથવા સૂકા બંને પ્રકારના ખોરાકમાં સુશોભન માટે વાપરવાની સામગ્રી તરીકે થાય છે. ફુદીનાની ચટણી ભારતીયોમાં ખૂબ પ્રખ્યાત છે. ફુદીનો વિટામિન A, મેંગેનીઝ, ફોલેટ અને આયર્નનો ઉત્તમ સ્ત્રોત છે.

તુલસી

તુલસીનો છોડ કોઈપણ ભારતીય પરિવારના ઘર આંગળે સરળતાથી જોવા મળે છે. આ એક એવી પ્રથા છે જેનું ધાર્મિક રીતે પેઢીઓથી પાલન કરવામાં આવે છે. પ્રાચીન લોકો તુલસીના ઉપચાર ગુણધર્મો વિશે જાણતા હતા. આ રીતે ઘરમાં તુલસીનું વાવેતર કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

સદીઓથી, તુલસી એ હાઈ બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલ ઘટાડવા, અસ્થમા, માથાનો દુખાવો, શરદી, ઉધરસ, અપચો, સાઇનસાઇટિસ, ગેસ્ટ્રિક ડિસઓર્ડર, ખેંચાણ, અલ્સર વગેરેની સારવારમાં શક્તિશાળી એજન્ટ છે.

નોંધ: ઉપરોક્ત બાબતો કૃષિ નિષ્ણાંતો અનુસાર છે અહીં કોઈ પણ પ્રકારનો દાવો કરવામાં આવતો નથી. સ્થાનિક વિસ્તારની આબોહવા ઉપરોક્ત બાબતોને અનુરૂપ ન પણ હોઈ શકે એટલે નિષ્ણાંતોની સલાહ લેવી હિતાવહ છે.

આ પણ વાંચો: Viral: બે બિલાડીઓએ પૂછડી વડે બનાવ્યું દિલ, લાખો લોકોને ખુબજ પસંદ આવ્યો આ વીડિયો

આ પણ વાંચો: Success Story: આ પ્રગતિશીલ ખેડૂત કૃષિ સાધનોની શોધ દ્વારા ખેડૂતોને આપી રહ્યા છે રાહત અને માર્ગદર્શન

g clip-path="url(#clip0_868_265)">