AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતે ગાયને પહેરાવ્યા VR ગોગલ્સ, દૂધ ઉત્પાદનમાં થયો વધારો, જાણો આ હાઈટેક આઈડિયા વિશે

દૂધ ઉત્પાદન વધારવા પશુપાલક ઘણી બાબતોનું ધ્યાન રાખતા હોય છે જેમાં પશુઓના ચારાથી લઈ તેમની સારસંભાળ સુધી ત્યારે ઘણી વખત એવા આઈડિયા પણ અપનાવે છે જેનાથી તેમને સારો એવો ફાયદો પણ મળે છે.

ખેડૂતે ગાયને પહેરાવ્યા VR ગોગલ્સ, દૂધ ઉત્પાદનમાં થયો વધારો, જાણો આ હાઈટેક આઈડિયા વિશે
Farmer Gives Cows Virtual Reality Goggles (PC: Twitter)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 8:01 AM
Share

આ અનોખો કિસ્સો તુર્કીનો છે. જ્યાં એક ખેડૂતે તેની ગાયોને વર્ચ્યુઅલ રિયાલિટી ગોગલ્સ(Virtual Reality Goggles) પહેરાવ્યા છે. આ ચશ્માની મદદથી તે ગાયોને અનુભવ કરાવે છે કે તેઓ ઉનાળાની ઋતુમાં ખુલ્લા મેદાનમાં ચરવા નીકળી છે, જેની ગાયો પર સકારાત્મક અસર પડી છે. ખેડૂત અનુસાર ગાયો ગૌચરમાં ચરવાના આ વર્ચ્યુઅલ અનુભવથી ખુશ થઈ અને વધુ દુધ આપે છે.

પશુપાલક (Pastoralist) તેમના દુધ ઉત્પાદન માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે જેમાં પશુઓના ચારાથી લઈ તેમની દેખરેખ સહિત ઘણી બાબતો પર ધ્યાન આપતા હોય છે. પશુપાલન (Animal Husbandry)નો વ્યવસાય દુનિયાભરમાં કરવામાં આવે છે ત્યારે ઘણા લોકો દ્વારા લગાવામાં આવતા આઈડિયા ખુબ કારગર સાબિત થતા હોય છે જેનાથી તેમને તો ફાયદો થાય છે સાથે સાથે બીજા લોકોને પણ તેમાંથી ઘણું શીખવા મળે છે.

ચશ્મા લગાવ્યા બાદ ગાયો હોય છે ખુલ્લા મેદાનમાં !

ઇઝ્ઝત કોકાક તુર્કીના અક્સારાય શહેરમાં રહે છે. ઉનાળામાં તેમની ગાયોને ખુલ્લા આકાશ નીચે ખેતરોમાં ચરતી હોય તેવો અનુભવ કરાવા માટે તેણે તેની આંખો પર વર્ચ્યુઅલ રિયાલિટી (VR) ગોગલ્સ લગાવી દીધા. જેના કારણે ગાયોને લાગ્યું કે તેઓ સૂર્યના ગરમ પ્રકાશમાં લીલા ગોચરમાં મુક્તપણે ચરી રહી છે.

હવે ગાય દરરોજ 27 લિટર દૂધ આપે છે

ખેડૂતનું કહેવું છે કે તેને એક રિસર્ચથી ખબર પડી કે લીલોતરી અને બહારનો અવાજ ગાયોને ખુશ કરે છે અને તે વધુ દૂધ પણ આપે છે. ત્યારે જ તેને વર્ચ્યુઅલ રિયાલિટી ગોગલ્સનો વિચાર આવ્યો. આ ફેરફારની ગાયો પર સકારાત્મક અસર થઈ અને તેઓનું દૂધ ઉત્પાદન (Milk production) 22 લિટરથી વધીને 27 લિટર પ્રતિ દિવસ થઈ ગયું.

ગાયો માટે બનાવેલ ખાસ VR ચશ્મા

કોકકના અનુસાર આમ તો વર્ચ્યુઅલ રિયાલિટી ચશ્મા મનુષ્યો માટે છે. પરંતુ ગાયો આ વીઆર ચશ્મા પહેરી શકે તે માટે ક્રાસ્નોગોર્સ્ક ફાર્મના પશુચિકિત્સકો, સલાહકારો અને ડેવલપર્સએ તેમને ખાસ ડિઝાઇન કર્યા છે. ડેવલપર્સએ માત્ર ગાયના માથા અનુસાર જ નથી બનાવ્યું પરંતુ વીઆરને હેડસેટના સોફ્ટવેરમાં કલર પેલેટ પણ બદલ્યું છે. કારણ કે ગાયને લાલ કે લીલો રંગ દેખાતો નથી.

અહીં વીડિયો જુઓ

આ પણ વાંચો: Viral: વ્યક્તિએ સ્કૂટરમાં કરી ગજબની કારીગરી, લોકોને પસંદ આવ્યો આ દેશી જુગાડ

આ પણ વાંચો: Health : રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા આહારમાં આ પાંચ વસ્તુનો સમાવેશ જરૂર કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">