ખરીફ પાકની વાવણીમાં ઘટાડો થવા માટે નિષ્ણાંતો ચોમાસાને જવાબદાર ગણાવે છે કહ્યું ચિંતાની કોઈ વાત નથી

|

Jul 17, 2022 | 3:48 PM

કેન્દ્રીય કૃષિ મંત્રાલય(Agriculture Ministry)ના ડેટા દર્શાવે છે કે 15 જુલાઈ સુધી ડાંગરનું વાવેતર 17.38 ટકા ઘટીને 128.50 લાખ હેક્ટર થયું છે, જે ગયા વર્ષે 155.53 લાખ હેક્ટર હતું.

ખરીફ પાકની વાવણીમાં ઘટાડો થવા માટે નિષ્ણાંતો ચોમાસાને જવાબદાર ગણાવે છે કહ્યું ચિંતાની કોઈ વાત નથી
Farmer
Image Credit source: File Photo

Follow us on

હવામાનશાસ્ત્રીઓ અને કૃષિ નિષ્ણાતો કહે છે કે અસમાન ચોમાસાને કારણે દેશમાં ખરીફ પાક(Kharif Crops)ની વાવણીને અસર થઈ હશે, પરંતુ ઉત્પાદન, ખાદ્ય સુરક્ષા અને મોંઘવારી અંગે ગભરાવું કે ચિંતા કરવી બહુ વહેલું છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલય(Agriculture Ministry)ના ડેટા દર્શાવે છે કે 15 જુલાઈ સુધી ડાંગરનું વાવેતર 17.38 ટકા ઘટીને 128.50 લાખ હેક્ટર થયું છે, જે ગયા વર્ષે 155.53 લાખ હેક્ટર હતું. જો કે, મંત્રાલયે કહ્યું છે કે ખરીફ પાક હેઠળના વિસ્તારમાં અછત હજુ સુધી ચિંતાનો વિષય નથી અને આ તફાવત આ મહિને ચોમાસાના વરસાદ(Monsoon Rain)ની પ્રગતિ સાથે પૂરો કરવામાં આવશે. ચોમાસુ દેશના વાર્ષિક વરસાદના લગભગ 70 ટકા જેટલો હિસ્સો ધરાવે છે અને ચોખ્ખાના વાવણી વિસ્તારના 60 ટકા સિંચાઈ કરે છે. ભારતની લગભગ અડધી વસ્તી સીધી કે આડકતરી રીતે ખેતી પર નિર્ભર છે.

હવામાન વિભાગે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરી છે. 1 જૂને ચોમાસાની સિઝનની શરૂઆતથી દેશમાં 14 ટકા વધુ વરસાદ નોંધાયો છે, પરંતુ વિતરણ અસમાન રહ્યું છે. જ્યારે દક્ષિણ અને મધ્ય ભારતમાં વધુ વરસાદ થયો છે, જ્યારે પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં ઓછો વરસાદ નોંધાયો છે.

સ્કાયમેટ વેધરના વાઇસ પ્રેસિડેન્ટ (હવામાનશાસ્ત્ર અને આબોહવા પરિવર્તન) મહેશ પલાવતે જણાવ્યું હતું કે, “ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ જેવા ચોખા ઉત્પાદક રાજ્યોમાં ઓછો વરસાદ થયો છે. ઉત્તર પ્રદેશમાં સામાન્ય કરતાં 65 ટકા ઓછો વરસાદ થયો છે. બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં 15 જુલાઈ સુધી અનુક્રમે 42 ટકા, 49 ટકા અને 24 ટકા વરસાદની ખાધ નોંધાઈ છે. વરસાદના અભાવે ડાંગરની વાવણીને અસર કરી છે, જે આ પ્રદેશમાં મુખ્ય ખરીફ પાક છે.

રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!

અનેક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ

પલાવતે જણાવ્યું હતું કે વધારે વરસાદને કારણે મધ્ય ભારતમાં ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને તેલીબિયાં, અનાજ અને કઠોળને નુકસાન થયું છે. 1 જૂનથી ગુજરાતમાં 86 ટકા વધુ વરસાદ નોંધાયો છે. મહારાષ્ટ્રમાં 46 ટકા વધુ વરસાદ થયો છે, જ્યારે છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં અનુક્રમે 12 ટકા અને 18 ટકા વધુ વરસાદ થયો છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને છત્તીસગઢમાં 30 જૂન સુધી અનુક્રમે 30 ટકા, 54 ટકા અને 27 ટકા વરસાદની ઘટ હતી.

પલાવતે કહ્યું, “મધ્ય ભારતમાં જુલાઈમાં, બંગાળની ખાડીમાં સતત ઓછા દબાણવાળા ક્ષેત્રોની રચનાને કારણે વધુ વરસાદ થયો હતો, જેણે ચોમાસાને અસામાન્ય રીતે લાંબા સમય સુધી ઉત્તર તરફ આગળ વધવાની મંજૂરી આપી ન હતી. જેના કારણે ઉત્તર ભારત શુષ્ક રહ્યું હતું. ભારતીય હવામાન વિભાગે કહ્યું કે, ‘હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને ઉત્તરપૂર્વમાં 18 જુલાઈથી આગામી પાંચ દિવસ સુધી વરસાદ વધશે.’

Published On - 3:48 pm, Sun, 17 July 22

Next Article