પશુપાલનમાં જો આ પદ્ધિતિ અપનાવામાં આવે તો સમયની બચત સાથે વધશે કમાણી

|

Nov 25, 2021 | 9:00 PM

પશુ વૈજ્ઞાનિકોએ એક એવું સેન્સર વિકસાવ્યું છે, જે પ્રાણીના ગળામાં પહેરવામાં આવે છે અને ત્યાંથી પ્રાણી વિશેની તમામ માહિતી રાખવામાં આવે છે. આ તેના સ્વાસ્થ્ય અને સંભાળમાં મદદ કરે છે.

પશુપાલનમાં જો આ પદ્ધિતિ અપનાવામાં આવે તો સમયની બચત સાથે વધશે કમાણી
animal husbandry (Symbolic Image)

Follow us on

ભારત(India)માં ડેરી વ્યવસાય (Dairy business) ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. આ જ કારણ છે કે આમાં આધુનિક ટેક્નોલોજી (Modern Technology)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને યુવાનો પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આવી સ્થિતિમાં, અમે તમને કેટલીક એવી તકનીકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ન માત્ર ખર્ચમાં ઘટાડો કરે છે અને સમયની બચત કરે છે પરંતુ પશુપાલકો (Pastoralists)ની આવકમાં પણ વધારો કરે છે.

સ્માર્ટ ડેરી ફાર્મિંગ (Smart Dairy Farming)માં ડેટાનું ખૂબ મહત્વ છે. ડેટાના કારણે ખેડૂતો સમયસર યોગ્ય નિર્ણય લઈ શકે છે. સાથે સાથે ઘાસચારો, ગર્ભધારણ, પોષણ અને દૂધ ઉત્પાદન વિશે પણ માહિતી મળે છે. દૂધની વધતી જતી માંગને જોતા ડેરીનો વ્યવસાય સ્માર્ટ રીતે કરવો જરૂરી અને જરૂરીયાત બની ગયો છે.

આ ઉપકરણ નાના પશુપાલકો માટે નથી

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આ બિઝનેસને સ્માર્ટ રીતે કરવા માટે ઘણા રિસર્ચ પણ કરવામાં આવી રહ્યા છે. હાલમાં, પશુ વૈજ્ઞાનિકોએ એક એવું સેન્સર વિકસાવ્યું છે, જે પ્રાણીના ગળામાં પહેરવામાં આવે છે અને ત્યાંથી પ્રાણી વિશેની તમામ માહિતી મળતી રહે છે. આ તેના સ્વાસ્થ્ય અને સંભાળમાં મદદ કરે છે.

ભારતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન નાના ખેડૂતો કરે છે. આવી સ્થિતિમાં તેમના માટે આ ઉપકરણોનો ઉપયોગ કરવો શક્ય નથી. એક કે બે પશુઓ ધરાવતા ખેડૂતો આ માટે આ સંસાધનને વસાવવું શક્ય નથી. આ જ કારણ છે કે ટેક્નોલોજી આવ્યા બાદ પણ તેમને તેનો લાભ નથી મળી રહ્યો.

દૂધાળા પશુઓની સંખ્યા વધી રહી છે

મોટા ડેરી વેપારીઓ તેમના પશુપાલકોમાં સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ દૂધ કાઢવા માટે ઓટોમેટિક મશીનોનો ઉપયોગ કરી રહ્યા છે. તે જ સમયે, આવા ઉદ્યોગપતિઓ પાસે ઘાસચારાની જરૂરિયાત, આરોગ્ય સંભાળ અને ગર્ભધારણના સમય સુધીની માહિતી આપવાની તકનીક છે.

સારી વાત એ છે કે ભારતમાં પશુપાલન (Animal husbandry) ઝડપથી વધી રહ્યું છે. દેશમાં દુધાળા પશુઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના રોગચાળા પછી સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ અને સ્વદેશી ઉત્પાદનો તરફ વધતા વલણને કારણે પણ આ વ્યવસાયને મદદ મળી રહી છે. આ જ કારણ છે કે ગામડામાં પણ પશુપાલકો ખેતીની સાથે વધારાની આવકના સાધન તરીકે દૂધાળા પશુઓને પાળી રહ્યા છે.

આ પણ વાંચો: અહીં થયું ખેતી માટે પ્રથમ ડ્રોન ટ્રાયલ, આ કંપનીએ કરી પહેલ, કૃષિ મંત્રીએ કરી પ્રશંસા

આ પણ વાંચો: Farm Laws પરત લેવાની જાહેરાત બાદ SBI એ કહ્યું ‘આ 5 સુધારા કૃષિ ક્ષેત્રને આપશે નવજીવન’

Next Article