જૂન મહિનામાં ઓછા વરસાદની અસર દેખાઈ રહી છે, ખરીફ પાકની વાવણીમાં ઘટાડો નોંધાયો

|

Jun 26, 2022 | 11:54 AM

Kharif Crops: આ વખતે દેશમાં ખરીફ પાકની વાવણીને ઘણી અસર થઈ છે. સારા ચોમાસાની આગાહી છતાં જૂન મહિનામાં સારો વરસાદ થયો નથી. ઓછા વરસાદને કારણે કઠોળ, તેલીબિયાં અને ડાંગરના વાવેતર હેઠળના વિસ્તારમાં ઘટાડો થયો છે, પરંતુ શેરડીના વાવેતર હેઠળનો વિસ્તાર વધ્યો છે.

જૂન મહિનામાં ઓછા વરસાદની અસર દેખાઈ રહી છે, ખરીફ પાકની વાવણીમાં ઘટાડો નોંધાયો
વરસાદની ઘટને કારણે ખરીફ પાકની વાવણીમાં અસર થઇ
Image Credit source: ફાઇલ ફોટો

Follow us on

દેશમાં આ વખતે ચોમાસું (Monsoon) સામાન્ય રહેવાની આગાહી છતાં વરસાદનો અભાવ છે. જેના કારણે ખરીફ પાકની (Kharif Crops)વાવણી પર તેની નોંધપાત્ર અસર પડી છે. ખરીફ પાકની વાવણીને અસર થઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ગયા વર્ષના આ સમયગાળા સુધીના 184.44 લાખ હેક્ટરના વાવેતર વિસ્તારની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 140.52 લાખ હેક્ટરમાં જ વાવેતર થયું છે. વાવણીમાં વધુ વિલંબ થવાની સંભાવના છે. કારણ કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું જૂનના અંત સુધી નબળા તબક્કામાં રહેવાની સંભાવના છે, આ વર્ષની બાકીની ખરીફ વાવણી અંગે અનિશ્ચિતતા વધી રહી છે. દેશના છ રાજ્યો એવા છે જ્યાં વરસાદમાં 31 ટકા સુધીનો ઘટાડો થયો છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશાનો સમાવેશ થાય છે.

ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, ભારતીય હવામાન વિભાગ (IMD), પુણેના વૈજ્ઞાનિક મેધા ખોલેએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા જૂનના અંત સુધી મધ્ય અને આંતરિક દ્વીપકલ્પના ભારતમાં વરસાદની પ્રગતિની કોઈ શક્યતા નથી. મરાઠવાડા સિવાય, મધ્ય ભારતના મોટાભાગના પ્રદેશો આ સિઝનમાં અત્યાર સુધી ઓછા વરસાદનો સામનો કરી રહ્યા છે. આનો અર્થ એ થઈ શકે છે કે જૂનમાં ઓછા વરસાદને કારણે દેશમાં ખરીફ પાકોના વાવેતર હેઠળનો વિસ્તાર ઘટી શકે છે.

શેરડીની ખેતીમાં વધારો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ખરીફ પાકોની વાત કરીએ તો તેલીબિયાંના પાકને સૌથી વધુ અસર થઈ છે. તેમાં 47.45 ટકાનો ઘટાડો થયો છે. ગયા વર્ષના 22.41 લાખ હેક્ટરમાંથી માત્ર 11.48 લાખ હેક્ટર વિસ્તાર તેલીબિયાં હેઠળ આવ્યો છે. જો કે તમામ પાકોમાં ઘટાડા વચ્ચે માત્ર શેરડીના પાકમાં જ સકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે. આ વર્ષે દેશના ખેડૂતોએ 50.74 લાખ હેક્ટરમાં શેરડીનું વાવેતર કર્યું છે. જ્યારે ગયા વર્ષે 50.16 લાખ હેક્ટર વિસ્તારમાં શેરડીનું વાવેતર થયું હતું.

મગ અને અડદના ખેડૂતો ચિંતિત છે

સોયાબીન અને તુવેર જેવા કઠોળ જેવા તેલીબિયાંની વાવણી હજુ પૂરી થઈ નથી, જ્યારે મગ અને અડદના ઉત્પાદકો ચિંતિત છે. જુલાઈના અંત સુધીમાં વાવણી કરી શકાય તેવા સોયાબીન, કપાસ, તુવેર અને અન્ય પાકોની સરખામણીએ આ બે પાકોની વાવણી જૂનના અંત સુધીમાં અટકી જાય છે. ઘણા રાજ્યોમાં ખેડૂતો હજુ પણ વાવણીને વેગ આપવા માટે પૂરતા વરસાદની રાહ જોઈ રહ્યા છે.

ઝારખંડમાં પણ ખેતીને અસર થઈ છે

ઝારખંડની વાત કરીએ તો અહીં પણ ઓછા વરસાદની અસર જોવા મળી રહી છે. ખેતરમાં અપૂરતા ભેજને કારણે ખેડૂતો ડાંગરનું હજુ સુધી વાવેતર કરી શક્યા નથી. રાજ્યમાં 41 ટકા વરસાદની ખાધ નોંધાઈ છે. જ્યારે રાજ્યના કેટલાક જિલ્લા એવા છે જ્યાં 60 ટકાથી ઓછો વરસાદ નોંધાયો છે. જેના કારણે ડાંગરની વાવણી પર અસર પડી રહી છે.

Published On - 11:54 am, Sun, 26 June 22

Next Article