પશુપાલકોને ચાફકટરની ખરીદી પર મળશે 75% સરકારી સબસીડી, જાણો યોજનાની વિગત

|

Aug 11, 2021 | 4:34 PM

ચાફકટરથી ચારાના નાના નાના ટુકડા થવાથી પશુ સારી રીતે ચાવીને ખાઈ શકે છે. લગભગ 30% જેટલા ચારાની બચત થાય છે. ચાફ કટરમાં ટૂકડા કરીએ ત્યારે લીલો ચારો અને સુકો ચારો ભેગા કરી કાપી શકાય છે.

પશુપાલકોને ચાફકટરની ખરીદી પર મળશે 75% સરકારી સબસીડી, જાણો યોજનાની વિગત
Chaff Cutter

Follow us on

ખેડૂતો (Farmers) પહેલા પરંપરાગત પધ્ધતિથી ખેતી (Farming) કરતા હતા પરંતુ હવે ખેડૂતો જાગૃત થયા છે અને પોતાની ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. આધુનિક પદ્ધતિ દ્વારા ખેતી કરવા ખેતીમાં યાંત્રીકરણનું મહત્વ વધતું જાય છે. પશુપાલન વિભાગ (Directorate of Animal Husbandry) દ્વારા યાંત્રીકરણ હેઠળ ચાફકટરની (Chaff Cutter) ખરીદી કરવા માટે સહાય આપવામાં આવે છે.

પશુપાલન કરતા પશુપાલકો માટે પશુઓને અપાતા કડબના કે અન્ય ચારાના ટુકડા કરીને નીરવાથી ચારાનો પાંદડાવાળો ભાગ અને દાંડાવાળો ભાગ નાના નાના ટુકડામાં ભેગો થઈ જાય છે એટલે દાંડાવાળો ભાગ જે સામાન્ય રીતે પશુ ખાતા નથી તે પણ પાન સાથે મીકસ થવાથી પશુ ખાઈ જાય છે અને ચારો બગડતો નથી.

ચાફકટરથી ચારાના નાના નાના ટુકડા થવાથી પશુ સારી રીતે ચાવીને ખાઈ શકે છે. લગભગ 30% જેટલા ચારાની બચત થાય છે. ચાફ કટરમાં ટૂકડા કરીએ ત્યારે લીલો ચારો અને સુકો ચારો ભેગા કરી કાપી શકાય છે. તેથી સુકો ચારો પણ પશુઓ બગાડયા વગર ખાઈ જાય છે. આ ચાફકટર મશીન ખરીદવા માટે સરકાર તરફથી સહાય મળે છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

યોજનાનો હેતુ

ખેડૂત અથવા પશુપાલક ચાફકટરથી લીલો કે સૂકા ઘાસચારાનો 30% બગાડ અટકાવી શકે છે. તેઓ પોતાના પશુઓને ચાફીંગ કરેલો લીલો કે સૂકા ઘાસચારા આપતા નિરણનો બચાવ કરી શકે છે.

યોજનાનો લાભ કોને મળી શકે ?

નાના ખેડૂતો, સિમાંત ખેડૂતો, સામાન્ય ખેડૂતો, બક્ષીપંચ ખેડૂતો, પશુપાલકો

યોજના અન્વયે સહાય કયા સ્વરૂપે મળશે?

નાણાં સ્વરૂપે

યોજના-યુનિટની એકમ કિંમત

અંદાજે રૂપિયા 20,000/-

સહાયની ટકાવારી

75 % સહાય આપવામાં આવશે

મહત્તમ સહાય રૂપિયા

રૂપિયા 15,000/- ચૂકવવામાં આવશે

અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના-સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં 75% અથવા રૂ.15,000/- ની મર્યાદામાં બે માંથી જે ઓછી હોય તે રકમ મળશે.

અરજી પત્રક કયાંથી મળશે ?

પશુપાલકોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ફોર્મ ભર્યા બાદ અરજીની પ્રિન્ટ કઢાવી અરજી પર દર્શાવેલ કચેરીના સરનામે રજૂ કરવાની રહેશે.

યોજનાની શરતો અને બોલીઓ

1. જે ખેડૂત અથવા પશુપાલક ઓછામા ઓછા 5 (પાચં) કે તેથી વધારે પશુઓ રાખતા હોય તેને જ આ યોજનાનો લાભ મળી શકે છે.

2. ખેડૂત અથવા પશુપાલકે પશુઓને ચાફ કરીને જ લીલો કે સૂકો ઘાસચારો નિરણ કરવાનો રહેશે.

3. સરકાર માન્ય એમ્પેનલ થયેલ વેપારી પાસેથી ચાફકટર ખરીદી બિલ રજુ કરવાનું રહેશે.

 

પશુપાલન માટેની યોજનાઓની વધારે માહિતી માટે https://doah.gujarat.gov.in/programs-schemes-guj.htm ની મુલાકાત લો.

 

આ પણ વાંચો : સિંચાઈની આ ટેકનીક ખેતી માટે છે ખૂબ જ ઉપયોગી, ખેડૂતોને મળશે મબલખ ઉત્પાદન

આ પણ વાંચો : ખેતીની સાથે થઈ શકે તેવા 7 વ્યવસાય, ઓછા ખર્ચમાં થશે બમ્પર નફો

Next Article