ગુજરાતમાં પશુપાલન વિભાગ દ્વારા પશુ ચિકિત્સા માટે નિ:શુલ્ક સેવાઓ આપવામાં આવે છે, જાણો યોજનાની તમામ વિગતો
પશુઓ માટે પશુ આરોગ્ય મેળાઓનું આયોજન કરી પશુપાલકોને ગામ બેઠા તેમના પશુઓને મફત સારવાર પણ આપવામાં આવે છે. આ સાથે જ પશુપાલન વિભાગ દ્વારા પશુ રસીકરણ માટે ડોર-ટુ-ડોર મફત સેવા આપવામાં આવે છે.
ગુજરાતના તમામ જિલ્લામાં નાયબ પશુપાલન નિયામક, મદદનીશ પશુપાલન નિયામકની કચેરીઓ કાર્યરત છે. જેઓના નિયંત્રણ હેઠળ પશુ દવાખાના, શાખા પશુ દવાખાના, ફરતા પશુ દવાખાના, 10 ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના, પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો કાર્યરત છે. આ સંસ્થાઓ પૈકી પશુ દવાખાના, ફરતા પશુ દવાખાના, 10 ગામ દીઠ 1 મોબાઇલ પશુ દવાખાના ખાતે પશુચિકિત્સા અધિકારી મારફતે પશુચિકિત્સા (Veterinary Services) અને પશુ આરોગ્ય (Animal Health) સેવાઓ આપવામાં આવે છે.
10 ગામ દીઠ એક ફરતા પશુદવાખાના
પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો દ્વારા પશુધન નિરિક્ષક મારફતે IVC Act 1984 ની 30 (બી) મુજબ તા. 29-11-2012 ના નોટીફીકેશન પ્રમાણે પ્રાથમિક પશુ સારવાર તથા રસીકરણની કામગીરી કરવામાં આવે છે. જિલ્લા પંચાયત દ્વારા પશુપાલન ખાતાની વ્યક્તિ લક્ષી યોજનાઓનું અમલીકરણ પણ કરવામાં આવે છે.
પશુઓની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના હેઠળ પશુ દવાખાના, વેટ પોલિક્લિનિક, શાખા પશુ દવાખાના, ફરતા પશુ દવાખાના, પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર, 10 ગામ દીઠ એક ફરતા પશુદવાખાના જેવી પશુ સારવાર સંસ્થાઓ દ્વારા તમામ સેવાઓ પશુ સારવાર સંસ્થાના સ્થળેથી મફત પણ પુરી પાડવામાં આવે છે.
પશુઓને મફત સારવાર પણ આપવામાં આવે છે
રાજ્યમાં 33 વેટરનરી પોલિક્લીનીક તથા 1 હાઈટેક વેટરનરી પોલીક્લીનીક દ્વારા રેફરલ હોસ્પિટલ તરીકેની કામગીરી હાથ ધરી જટીલ પ્રકારના કેસો અને સર્જીકલ કેસોની સારવાર આપવામાં આવે છે. રાજ્યમાં 18 પશુરોગ અન્વેષણ એકમો દ્વારા રોગ સંશોધન, રોગ સર્વે અને નિદાનની કામગીરી કરવામાં આવે છે.
પશુઓ માટે પશુ આરોગ્ય મેળાઓનું આયોજન કરી પશુપાલકોને ગામ બેઠા તેમના પશુઓને મફત સારવાર પણ આપવામાં આવે છે. આ સાથે જ પશુપાલન વિભાગ દ્વારા પશુ રસીકરણ માટે ડોર-ટુ-ડોર મફત સેવા આપવામાં આવે છે.
આ પણ વાંચો : ચોમાસાની ઋતુ દરમિયાન દુધાળ પશુઓની સાર સંભાળ અને માવજત કેવી રીતે કરવી, જાણો બીમારીના લક્ષણ અને બચાવની રીત
કરુણા એનિમલ એમ્બ્યુલન્સ – 1962
રાજ્યના દરેક જિલ્લામાં આરોગ્ય વિભાગની 108 ની સેવાની જેમ GVK-EMRI દ્વારા પીપીપી મોડ પર હાલ શહેરી વિસ્તાર પુરતું, રોડ પર કે અન્ય જગ્યાએ અકસ્માતથી ઇજા પામેલ પશુ પક્ષીઓની સારવાર, ઇમરજન્સી સારવાર તથા અનાથ અને નિ:સહાય પશુ પક્ષીઓ માટે પશુ ચિકિત્સા સેવાઓ આ એમ્બ્યુલન્સ થકી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ટોલ ફ્રી નંબર 1962 પર ફોન કરવાથી એમ્બ્યુલન્સ સ્થળ પર આવી, પશુ ચિકિત્સા અધિકારી દ્વારા નિ:શુલ્ક સારવાર આપવામાં આવે છે.
માહિતી સ્ત્રોત: પશુપાલન નિયામકની કચેરી, ગાંધીનગર