Tomato Variety: ટામેટાની 5 હાઈબ્રિડ જાતથી ખેડૂતો મેળવી શકે છે સારી કમાણી, જાણો તેની ખાસિયત

જો તમે પણ ટામેટાની ખેતી કરવા માંગો છો, તો આ માટે તમારે તેની શ્રેષ્ઠ જાતો પસંદ કરવી જોઈએ. જેથી તમે ઓછા સમયમાં વધુ ઉપજ મેળવી શકો અને પછી તેને બજારમાં સરળતાથી વેચી નફો મેળવી શકો.

Tomato Variety: ટામેટાની 5 હાઈબ્રિડ જાતથી ખેડૂતો મેળવી શકે છે સારી કમાણી, જાણો તેની ખાસિયત
Tomato 5 hybrid varieties
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2023 | 3:12 PM

દેશમાં ઘણા ખેડૂતો ટામેટાની ખેતી કરે છે. વાસ્તવમાં આ શાકભાજીમાંથી ખેડૂતો દર મહિને સારો નફો મેળવી રહ્યા છે. આ એક એવું શાકભાજીનું ફળ છે, જેની માગ આખા વર્ષ દરમિયાન બજારમાં રહે છે. આ કારણે મંડી અને બજારમાં તેની કિંમત પણ હંમેશા ઊંચી રહે છે. જો તમે પણ ટામેટાની ખેતી કરવા માંગો છો, તો આ માટે તમારે તેની શ્રેષ્ઠ જાતો પસંદ કરવી જોઈએ. જેથી તમે ઓછા સમયમાં વધુ ઉપજ મેળવી શકો અને પછી તેને બજારમાં સરળતાથી વેચી નફો મેળવી શકો.

આ પણ વાંચો: PM Modi Egypt Visit: PM મોદીએ ઈજિપ્તના ગ્રેન્ડ મુફ્તી સાથે કરી મુલાકાત, પીએમના નેતૃત્વ પર મુફ્તિએ કરી આ વાત

હાલ ખરીફ સિઝન શરૂ થઈ ગઈ છે અને દેશના મોટાભાગના રાજ્યોમાં ખેડૂતોએ ટામેટાની વાવણી શરૂ કરી દીધી છે. જો તમે હજુ સુધી આમ નથી કર્યું તો આ લેખ તમારા માટે સારો સાબિત થઈ શકે છે. ખરેખર, આજે અમે તમારા માટે ટામેટાની કેટલીક શ્રેષ્ઠ જાતો વિશે માહિતી લાવ્યા છીએ, જેને તમે સરળતાથી તમારા ખેતરમાં વાવી શકો છો અને બમણો નફો મેળવી શકો છો. તો ચાલો જાણીએ ટામેટાની શ્રેષ્ઠ જાતો વિશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

અર્કા રક્ષક

જેમ કે નામથી જાણવા મળે છે તેમ આ જાત એક રક્ષક છે. આ જાત ટામેટાના મુખ્ય રોગો, લીફ કર્લ વાયરસ, બેક્ટેરિયલ બ્લાઈટ અને આગોતરા ડાઘ પ્રતિરોધક છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટામેટાની આ જાત લગભગ 140 દિવસમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય છે. આ સાથે ખેડૂતો પ્રતિ હેક્ટર 75 થી 80 ટન ફળ ઉત્પાદન મેળવી શકે છે. બીજી તરફ, જો આપણે તેના ફળોના વજન વિશે વાત કરીએ, તો તેનું વજન મધ્યમથી ભારે એટલે કે 75 થી 100 ગ્રામ છે. આ ટામેટા ઘેરા લાલ રંગના હોય છે.

અરકા અભેદ

આ ટામેટાની સૌથી હાઇબ્રિડ જાત કહી શકાય. કારણ કે તે 140 થી 145 દિવસમાં તૈયાર થઈ જાય છે. આ જાતનું એક ટામેટું લગભગ 70 થી 100 ગ્રામમાં જોવા મળે છે. ખેડૂતો તેની ખેતી દ્વારા પ્રતિ હેક્ટર 70-75 ટન ફળો મેળવી શકે છે.

દિવ્યા

આ જાતના ટામેટા રોપ્યાના 75 થી 90 દિવસમાં ખેડૂતને નફો મળવા લાગે છે. તે ઘણા રોગ માટે પ્રતિરોધક માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે દિવ્યા જાતના ટામેટા લાંબા સમય સુધી ટકે છે. તેના એક ફળનું વજન પણ ઘણું સારું છે. જો જોવામાં આવે તો, એક ટમેટા 70-90 ગ્રામ સુધીના હોય છે.

અર્કા વિશેષ

ટામેટાની આ જાતમાંથી ખેડૂતો પ્રતિ હેક્ટર 750-800 ક્વિન્ટલ સુધીનું ઉત્પાદન મેળવી શકે છે. તેનો ઉપયોગ અનેક પ્રકારના ઉત્પાદનો બનાવવામાં પણ થાય છે. આ જાતના ટામેટાનું વજન 70 થી 75 ગ્રામ છે.

પુસા ગૌરવ

તેના ટામેટા ખૂબ જ લાલ રંગના હોય છે અને તે કદમાં પણ સારા હોય છે. તેમજ તેઓ સુંવાળી હોય છે. આ કારણે બજારમાં તેની માગ વધુ છે અને તે આવા ટામેટા છે, જે અન્ય બજારોમાં એટલે કે અન્ય રાજ્યો અને વિદેશમાં મોકલવામાં આવે છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
g clip-path="url(#clip0_868_265)">