AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતો માટે મોટી ખુશખબર ! DAP નો વિકલ્પ બનશે PROM, ખતમ થશે ખાતરનું ટેન્શન

કૃષિ મંત્રી જે.પી. દલાલે કહ્યું છે કે ગાયના છાણમાંથી તૈયાર કરાયેલ ફોસ્ફેટ રિચ ઓર્ગેનિક ખાતર (PROM-Phosphate Rich Organic Manure) 'પ્રોમ' DAP ખાતરનો વિકલ્પ બની શકે છે.

ખેડૂતો માટે મોટી ખુશખબર ! DAP નો વિકલ્પ બનશે PROM, ખતમ થશે ખાતરનું ટેન્શન
Organic ManureImage Credit source: Indo-Israel Agriculture Project
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 8:46 AM
Share

ડીએપી એટલે કે ડાય એમોનિયમ ફોસ્ફેટની મોંઘવારી અને વર્ગીકરણની સમસ્યાનો સામનો કરી રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર છે. કૃષિ ક્ષેત્રે ખૂબ જ આગળ રહેલું હરિયાણા તેનો વિકલ્પ શોધી રહ્યું છે. કૃષિ મંત્રી જે.પી. દલાલે કહ્યું છે કે ગાયના છાણમાંથી તૈયાર કરાયેલ ફોસ્ફેટ રિચ ઓર્ગેનિક ખાતર (PROM-Phosphate Rich Organic Manure) ‘પ્રોમ’ DAP ખાતરનો વિકલ્પ બની શકે છે. આના અમલીકરણ માટે તેમણે કૃષિ વિભાગ, પશુપાલન વિભાગ, ગૌ સેવા આયોગ, બાગાયત વિભાગ અને હરિયાણા કૃષિ યુનિવર્સિટી વગેરેના અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. આપને જણાવી દઈએ કે હરિયાણાના ખેડૂતોએ રવિ પાકની વાવણીની મોસમ દરમિયાન મોટાપાયે ડીએપી (DAP Crisis)સંકટનો સામનો કરવો પડ્યો હતો.

પછી લોકોએ તેના વિકલ્પ તરીકે ઘઉં અને સરસવની વાવણીમાં સિંગલ સુપર ફોસ્ફેટ (SSP) અને યુરિયાનો ઉપયોગ કર્યો. હવે ખરીફ સીઝન માથે છે અને કૃષિ મંત્રી ડીએપીના વિકલ્પ તરીકે ‘પ્રોમ’ની વાત કરી રહ્યા છે. રાસાયણિક ખાતરની સરખામણીમાં ખેડૂતો આ જૈવિક ખાતરમાં રસ લે છે કે કેમ તે જોવું રહ્યું.

ક્યાં તૈયાર થઈ રહ્યું છે પ્રોમ

કૃષિ મંત્રી જેપી દલાલે જણાવ્યું કે, પિંજોર, હિસાર અને ભિવાનીની ગૌશાળાઓમાં પ્રોમ ખાતર બનાવવામાં આવી રહ્યું છે. આ ખાતરનું નિરીક્ષણ અને પરીક્ષણ IIT, HAU ની લેબમાં કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે હરિયાણા કૃષિ યુનિવર્સિટી, બાગાયત વિભાગ અને કૃષિ વિભાગના લોકો પણ આ ખાતરનું ટ્રાયલ કરશે. કારણ કે તે દેશ માટે એક ક્રાંતિકારી પગલું હશે. તેમણે દાવો કર્યો હતો કે જો PROM ખાતરનું સફળ પરીક્ષણ થાય છે, તો તે દેશના હિતમાં એક મોટું પગલું હશે.

પ્રોમ માટે ટીમ બનાવાય

જેપી દલાલે કહ્યું કે પ્રોમ ખાદને લઈને ટાસ્ક ફોર્સ (ટીમ)ની રચના કરવામાં આવી છે. જેમાં કૃષિ વિભાગ, ગૌ-સેવા આયોગ અને હરિયાણા કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ સામેલ છે. આ ટીમ આ પ્રોમ કમ્પોસ્ટ વિશે પોતાનો રિપોર્ટ આપશે. ગાયના છાણમાંથી રંગ, ખાતર અને ગેસ વગેરે બનાવવાનું કામ કરવામાં આવ્યું છે અને આ દિશામાં વિવિધ કંપનીઓએ ગેસ માટે ગૌશાળાઓ સાથે જોડાણ પણ કર્યું છે.

ઇન્ટરનેશનલ હોર્ટિકલ્ચર માર્કેટ 545 એકરમાં બનશે

જેપી દલાલે કહ્યું કે સરકાર મંડીઓનું વિસ્તરણ કરી રહી છે. સોનેપતના ગન્નૌરમાં 545 એકર જમીન પર આંતરરાષ્ટ્રીય હોર્ટિકલ્ચર માર્કેટની સ્થાપના કરવામાં આવશે. આ પ્રોજેક્ટ છેલ્લા 15 વર્ષથી અટવાયેલો હતો. જેના માટે હવે ટેન્ડર ખુલ્યા છે. આ પ્રોજેક્ટ પાછળ 1600 કરોડનો ખર્ચ થશે. એ જ રીતે કરનાલમાં હોર્ટિકલ્ચર યુનિવર્સિટી ખોલવા માટે ટેન્ડરો મંગાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આજે સરસવ, કપાસ અને ઘઉં જેવા ઘણા પાકો બજારમાં MSP કરતા વધુ ભાવે વેચાઈ રહ્યા છે. જેનો ખેડૂતોને લાભ મળી રહ્યો છે.

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">