Wheat Export: હવે ભારતના ઘઉં ઈજિપ્તના લોકોની ભૂખ સંતોષશે, કુલ 10 લાખ ટન ઘઉંની થશે નિકાસ

|

Apr 16, 2022 | 11:40 AM

ઇજિપ્તે ભારતને ઘઉંના સપ્લાયર તરીકે મંજૂરી આપી છે. ત્યારે ભારતમાંથી ઈજિપ્તમાં કુલ 10 લાખ ટન ઘઉંની નિકાસ (Wheat Export)કરવામાં આવશે. જેના માટે ભારત સરકારે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Wheat Export: હવે ભારતના ઘઉં ઈજિપ્તના લોકોની ભૂખ સંતોષશે, કુલ 10 લાખ ટન ઘઉંની થશે નિકાસ
Wheat Export (File Photo)

Follow us on

દેશના ખેડૂતો(Farmers)ની મહેનત હવે ઇજિપ્તમાં પણ મહેકશે. ભારત સરકારની નવી પ્રગતિ બાદ હવે ભારતીય ઘઉં ઈજિપ્તના લોકોની ભૂખ સંતોષવા જઈ રહ્યા છે. વાસ્તવમાં ઇજિપ્તે (Egypt)ભારતમાંથી ઘઉંની આયાત કરવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે શુક્રવારે આ માહિતી શેર કરી. વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે શુક્રવારે જણાવ્યું હતું કે યુક્રેન અને રશિયાથી ઘઉંના સૌથી મોટા આયાતકાર ઇજિપ્તે ભારતને ઘઉંના સપ્લાયર તરીકે મંજૂરી આપી છે. જે અંતર્ગત ભારતમાંથી ઈજિપ્તમાં કુલ 10 લાખ ટન ઘઉંની નિકાસ (Wheat Export)કરવામાં આવશે. જેના માટે ભારત સરકારે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

રશિયા અને યુક્રેનને ઘઉંનો ગઢ કહેવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં સમગ્ર વિશ્વમાં ઘઉંની ઉપલબ્ધતા પર અસર પડી છે. જેમાં ભારતીય ઘઉંને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી છે. ઇજિપ્ત ભારતીય ઘઉંના નવા ગ્રાહક તરીકે ઉભરી આવ્યું છે. જે અંતર્ગત શુક્રવારે ભારત સરકાર દ્વારા ઘઉંની નિકાસ કરવાની મંજૂરી મળી ગઈ છે.

માહિતી અનુસાર, ભારત સરકાર ઈજિપ્તમાં કુલ 10 લાખ ટન ઘઉંની નિકાસ કરશે, જેમાંથી 2.4 લાખ ટન ઘઉં આ મહિને એપ્રિલમાં સપ્લાય કરવાના છે. હકીકતમાં, અત્યાર સુધી ઇજિપ્ત તેની ઘઉંની સ્થાનિક જરૂરિયાતો માટે સંપૂર્ણપણે રશિયા અને યુક્રેન પર નિર્ભર હતું. જે અંતર્ગત ઇજિપ્તે વર્ષ 2020માં રશિયા પાસેથી 1.8 અરબ ડોલર અને યુક્રેનથી 61.08 કરોડ ડોલરના ઘઉંની આયાત કરી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

દેશના ખેડૂતો વિશ્વનું પેટ ભરી રહ્યા છે: ગોયલ

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ટ્વીટ કરીને ઈજિપ્તમાં ઘઉંની નિકાસ કરવાની મંજૂરી મેળવવાની માહિતી આપી હતી. તેમણે ટ્વીટ કર્યું કે ભારતીય ખેડૂતો વિશ્વનું પેટ ભરી રહ્યા છે. ઈજિપ્તે ઘઉંના સપ્લાયર તરીકે ભારતને મંજૂરી આપી છે. દુનિયા સતત ખાદ્ય પુરવઠાના વિશ્વસનીય વૈકલ્પિક સ્ત્રોતની શોધમાં છે, એવામાં મોદી સરકાર આગળ આવી છે. તેમણે આગળ લખ્યું કે આપણા ખેડૂતોએ ભંડાર ભરી રાખ્યા અને અમે દુનિયાની સેવા કરવા તૈયાર છીએ.

ભારત ઘઉંનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ, નિકાસ 1.74 અરબ ડોલર સુધી પહોંચી

ભારત ઘઉંનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. એક આંકડા મુજબ, ભારત વાર્ષિક આશરે 10.759 કરોડ ટન ઘઉંનું ઉત્પાદન કરે છે અને મોટાભાગનો વપરાશ સ્થાનિક રીતે થાય છે. તે જ સમયે, અન્ય આંકડા અનુસાર, 2020 માં વિશ્વમાં ઘઉંના કુલ ઉત્પાદનમાં તેનો હિસ્સો લગભગ 14.14 ટકા હતો. એ જ રીતે ભારતીય ઘઉંની નિકાસમાં પણ વધારો થયો છે.

એપ્રિલ 2021 અને જાન્યુઆરી 2022 વચ્ચે ભારતની ઘઉંની નિકાસ વધીને 1.74 અરબ ડોલર થઈ ગઈ છે. અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં તે 34.017 કરોડ ડોલર હતી. ઘઉંની નિકાસ 2019-20માં 6.184 કરોડ ડોલર હતી, જે 2020-21માં વધીને 54.967 કરોડ ડોલર થઈ ગઈ હતી.

ભારત આ દેશોમાં ઘઉંની નિકાસ કરે છે

ભારત મુખ્યત્વે પડોશી દેશોમાં ઘઉંની નિકાસ કરે છે, જેમાંથી 54% બાંગ્લાદેશમાં નિકાસ થાય છે. તે જ સમયે, યમન, અફઘાનિસ્તાન, કતાર અને ઇન્ડોનેશિયા જેવા દેશો ભારતીય ઘઉંના નવા ગ્રાહકો તરીકે ઉભરી આવ્યા છે. 2020-21 માં ભારતમાંથી ઘઉંની આયાત કરનારા ટોચના દસ દેશોમાં બાંગ્લાદેશ, નેપાળ, સંયુક્ત આરબ અમીરાત, શ્રીલંકા, યમન, અફઘાનિસ્તાન, કતાર, ઇન્ડોનેશિયા, ઓમાન અને મલેશિયા સામેલ છે.

આ પણ વાંચો: PM Kisan: હવે આધાર વિના નહીં મળે પીએમ કિસાન સ્કીમના પૈસા, નિયમો કરાયા કડક, જાણો શું થયા ફેરફાર

આ પણ વાંચો: Edible Oil: ઈન્ડોનેશિયામાં શરૂ થયું પામ ઓઈલનું સંકટ, ભારતમાં ખાદ્ય તેલ થઈ શકે છે મોંઘુ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article