કોણ હતા નિર્દયી નરાધમ રંગા-બિલ્લા? શું હતો તેમનો અક્ષમ્ય અપરાધ? કેમ આપવામાં આવી ફાંસી?

આ ઘટના 43 વર્ષ પહેલા દિલ્હીમાં ઘટી હતી. જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. કેટકેટલી મહીનત બાદ નરાધમ હત્યારાઓ રંગા બિલ્લા ઝડપાયા હતા. જાણો પૂરી કહાણી.

કોણ હતા નિર્દયી નરાધમ રંગા-બિલ્લા? શું હતો તેમનો અક્ષમ્ય અપરાધ? કેમ આપવામાં આવી ફાંસી?
રંગા બિલ્લા
Follow Us:
| Updated on: May 27, 2021 | 3:48 PM

થોડાક દિવસોથી સોશિયલ મીડિયામાં રંગા-બિલ્લા શબ્દને લઈને વિવાદ સર્જાયો છે. આ શબ એટલે કે આ બે નામ સોશિયલ મીડિયામાં કવિતા, પોસ્ટ્સ, ફોટો અને લેખોમાં વાંચવા મળે છે. આ નામના વિવાદ અંગે ઘણા મતભેદ છે. વિવાદના ઘણા સમર્થનમાં જોવા મળે છે તો કેટલાક વિરોધમાં. ઘણા લોકો રંગા-બિલ્લાની હકીકત જાણ્યા વાગર આ નામ વાપરી રહ્યા છે. ચાલો તમને જણાવીએ કે કોણ હતા આ ખૂનખાર ગુનેગાર રંગા બિલ્લા અને શું કર્યો હતો ગુનો.

સંજય અને ગીતા લાપતા

આ ઘટના 43 વર્ષ પહેલા દિલ્હીમાં ઘટી હતી. એડમિરલ મદન મોહન ચોપરા અને તેની પત્ની 26 ઓગસ્ટ 1978 ની રાત્રે અશાંત હતા. કારણ કે તેમના બાળકો સંજય અને ગીતા સાંજથી ગાયબ હતા. 17 વર્ષની ગીતા સાંજે તેના ભાઈ સાથે બહાર ગઈ હતી. બંને ઓલ ઈન્ડિયા રેડિયો પહોંચવાના હતા, પરંતુ રાત્રે 11 વાગ્યા સુધી ગીતા અને સંજયના કોઈ સમાચાર આવ્યા નહોતા. એડમિરલ ચોપરાએ બાળકોની શોધ શરૂ કરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે બંને બાળકો ત્યાં પહોંચ્યા જ નથી. ગભરાયેલા માતા-પિતા પોલીસ પાસે પહોંચ્યા.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

જીવનનું સૌથી દર્દનાક દ્રશ્ય

આ વાતના ત્રણ દિવસ વીતી ગયા પછી પણ બાળકોની ભાળ મળી નહીં. અને અચાનક 29 ઓગસ્ટની સવારે પોલીસે એડમિરલ ચોપરાનો દરવાજો ખખડાવ્યો. પોલીસ ઉગતા સુરજ સાથે દુઃખના સમાચાર લઈને આવી હતી. જેને સાંભળીને એડમિરલ ચોપરાના પગ નીચેથી જમીન સરકી ગઈ. પોલીસને રીંગ રોડ પરથી એક છોકરા અને એક યુવતીની લાશ મળી હતી.

સમાચાર સંભાળતા જ એડમિરલ ચોપરા અને તેમની પત્ની સંસા રિંગરોડ પર દોડી ગયા. અને જેનો ડર હતો તે થયું. તેમણે તેમના જીવનનું સૌથી દર્દનાક દ્રશ્ય જોયું. હા, એ લોહીથી લથપથ આ બંને લાશો તેમના માસૂમ બાળકો ગીતા અને સંજયની હતી. આ ઘટનાથી દિલ્હી શહેરમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. અને આ ઘટનાની એટલી ચર્ચા થવા લાગી કે પોલીસ કાર્યવાહી કરવાની ફરજ પડી ગઈ.

પોલીસને ફોન પર મળી હતી બાતમી

ક્રાઇમ બ્રાંચે આ કેસની તપાસ શરૂ કરી. સંજય અને ગીતા ગુમ થયાના બીજા જ દિવસ પછી એક વ્યક્તિએ પોલીસને ફોન પર કહ્યું હતું કે તેણે એક છોકરીને ફિયાટ કારમાં ચીસો પાડતી જોઇ છે. વાહનનો કાચ બંધ હતો અને તે રસ્તા ઉપર દોડી રહી હતી. કારનો નંબર હતો HRK 8930. આ દરમિયાન રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશન પર કોઈએ પોલીસને ફિયાટ કાર વિશે પણ જણાવ્યું હતું. બાતમી આપનારના અનુસાર કારમાં ચાર લોકો હતા. પાછળ બેઠેલી એક છોકરી અને એક છોકરો આગળ બેઠેલા બે લોકો સાથે જગાડી રહ્યા હતાં. આ કારનો પણ નંબર હતો 8930.

પોલીસે નંબર પ્લેટની તપાસ શરુ કરી

પોલીસને નક્કી થઇ ગયું કે ગુમ થયેલા સંજય અને ગીતા સાથે બાતમી મળેલી ફિયાટ કારનો કંઇક સંબંધ તો છે. શહેરમાં તે કારની શોધ શરૂ થઈ. ઘણી કોશિશ બાદ પોલીસને કાર વિશે માહિતીમળી હતી, કાર માલિકની શોધમાં પોલીસ તેના સ્થાને પર પહોંચ્યા ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા. પરિવહન વિભાગના રેકોર્ડ્સ અનુસાર કાર રવિંદર ગુપ્તાની હતી. પોલીસ તેના ઘરે પહોંચી તો તેમને ઝટકો લાગ્યો.

ખોટી હતી નંબર પ્લેટ

ખરેખર HRK 8930 નંબરની કાર ના તો ફિયાટ કાર હતી કે ના એ હાલતમાં હતી કે તો તે દિલ્હી પહોંચી શકે. મતલબ સાફ હતો, જે કારની તપાસ થઇ રહી છે તેમાં નકલી નંબર પ્લેટ લગાવવામાં આવી છે. પોલીસને ખૂની સુધી પહોંચવાનો કોઈ રસ્તો મળી રહ્યો ન હતો. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે ગીતા ચોપરાની થોડા દિવસો પહેલા સૈન્ય અધિકારીના પુત્ર સાથે બોલાચાલી થઇ હતી. શંકાની સોય તેના પર ફેરવાઇ, પરંતુ તપાસ બાદ તેને ક્લિનચીટ આપી દેવાઈ.

ઘટનામાં હતા ઘણા વળાંક

પોલીસ નાસીપાસ થવાના આરે હતી અને અચાનક ચોંકાવનારી જાણકારી મળી. થોડા સમય પહેલા નેવી કમિટીએ કેટલાક સૈનિકોને સજા સંભળાવી હતી. કારણ હતું કે તે કેટલાક તસ્કરોને મદદ કરી રહ્યા. સજા સંભળાવનાર કમિટીમાં એડમિરલ મદન ચોપરા મહત્વપૂર્ણ સભ્ય હતા.

આ દરમિયાન સંજય અને ગીતાનો પોસ્ટ મોટર્મ રિપોર્ટ પણ આવી ગયો. હૃદય કંપાવી દે એવા આ રિપોર્ટમાં લખ્યું હતું સંજયના શરીરમાં ઈજાના 21 નિશાન હતા જ્યારે ગીતાના શરીરમાં 6. બંનેની તીક્ષ્ણ ધાર ધરાવતા હથિયારથી હત્યા કરવામાં આવી હતી પરંતુ ગુનો માત્ર એટલો જ નહોતો.

ફોરેન્સિક રિપોર્ટમાં આવી હૃદય કંપાવનારી માહિતી

રિપોર્ટમાં બીજી એક સનસનાટીભર્યા બાબત હતી જેણે દરેકના હોશ ઉડાવી દીધા. હત્યા પહેલા ગીતા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. નરાધમે બાળકીને તેની વાસનાનો શિકાર બનાવ્યો. ગીતાના શબની પાસેથી મળેલા કેટલાક વાળ અને માટીના નમૂના, લોહીના ડાઘ, ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. લોહીના ડાઘ અને વાળની ​​તપાસથી સ્પષ્ટ થયું કે બે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે.

હવે સવાલ એ છે કે બે નરાધમો કોણ છે. 31 ઓગસ્ટે પોલીસને સમાચાર મળ્યા કે ઉત્તર દિલ્હીના મજલિસ પાર્ક વિસ્તારમાં એક ફિયાટ કાર બેકાબૂ થઈ ગઈ છે. ફિયાટ કારની વાત સાંભળતાં જ પોલીસકર્મીઓના કાન ઊંચા થઇ ગયા.

કારમાંથી મળી નંબર પ્લેટ

કારને લઈને ડર હતો કે વરસાદના કારણે તમામ નિશાન જતા રહ્યા હશે. અને સબુત ના મળવાના ચાન્સ વધુ જણાઈ રહ્યા હતા. તેમ છતાં ખુબ ઝીણવટ પુર્વાક કારની તપાસ હાથ ધરવામાં આવી. અચાનક એક પોલીસકર્મીને કારમાં રાખેલી કેટલીક નંબર પ્લેટો પર નજર પડી. તેમાંથી એક નંબર પ્લેટ હતી HRK 8930. તે જ નંબર જેને શોધવા પોલીસે રાત દિવસ એક કર્યા હતા. નંબર પ્લેટોને ફોરેન્સિક લેબ પર મોકલવામાં આવી હતી.

ફોરેન્સિક એક્સ્પર્ટે ગાડીના અંદરથી પણ આંગળીઓ અને અન્ય નિશાનની તપાસ કરી અને નમુના લઈને પોલીસ રેકોર્ડમાં મેચ કરવા માટે મોકલી આપ્યા. સંજય-ગીતા હત્યાકાંડની ગુત્થી વધુને વધુ ગૂંચવાઈ રહી હતી. બેકાબુ બનેલી ગાડીમાંથી મળેલા ફિંગરપ્રિન્ટની શોધખોળ શરુ કરવામાં આવી. પોલીસ રેકોર્ડ તપાસવામાં આવ્યા. અને ત્યારે ક્રાઈમ બ્રાંચના હાથે ચડી મુંબઈના ખતરનાક બદમાશો રંગા-બિલ્લાની ફાઈલ.

મુંબઈ પોલીસની એન્ટ્રી

તપાસ ચાલી રહી હતી. રંગા બિલ્લાની ફાઈલ હાથ લાગતા ક્રાઈમ બ્રાંચની ટીમ મુંબઈ પહોંચી. તેમને શોધ હતી કુલજીત સિંહ ઉર્ફ રંગા અને જસબીર સિંહ ઉર્ફ બિલ્લાની. બંને ઉપર અપહરણ, વસુલ, કાર ચોરી જેવા અઢળક કેસ નોંધાયેલા હતા. બંને બદમાશો પોલીસ કસ્ટડીમાંથી પણ ભાગેલા હતા. તેમના રેકોર્ડ મુંબઈ પોલીસ પાસે હતા.

રંગા અને બિલ્લા

પોલીસે તાત્કાલીફ તે ફિંગર પ્રિન્ટ્સ ફોરેન્સિક એક્સ્પર્ટને આપ્યા અને ખબર પડી કે કારની અંદર મળેલા નિશાન રંગા બિલ્લાની આંગળીઓના જ હતા. આખા શહેરમાં રંગા બિલ્લાના પોસ્ટર લાગી ગયા. તેમ છતાં તેમનો અતો પતો મળતો ન હતો. એક દિવસ માહિતી મળી કે રંગા બિલ્લા જેવા દેખાતા લોકો પોલીસના હાથ લાગ્યા છે. નાશીપાસ થઇ ગયેલા અધિકારીઓને બિલકુલ આશા ન હતી કે ટે રંગા બિલ્લા જ હશે. પરંતુ જ્યારે પોલીસ અધિકારીઓ જૂની દિલ્લીના લોકઅપમાં પહોંચી તો સામે એ જ બંને નરાધમો રંગા અને બિલ્લા હતા.

કબુલ કર્યો ગુનો

રંગા બિલ્લાની પૂછતાછ કરવામાં આવી. અને બે માસૂમ બાળકોની હત્યાના રાઝ પરથી પડદો હટાવા લાગ્યો. પૂછતાછમાં બંને હત્યારાઓએ કબુલ્યું કે સંજય અને ગીતા તે દિવસે ઓલ ઇન્ડિયા રેડિયો જવા બસની રાહ જોઈ રહ્યા હતા. તેમને જોઇને રંગા બિલ્લાની નિયત ખરાબ થઇ ગઈ. લીફ્ટ આપવાના બહાને બંને બાળકોને અંદર બેસાડી દીધા. અને ગાડી ઓલ ઇન્ડિયા રેડિયોની જગ્યાએ સુનસાન રસ્તા પર હાંકી મૂકી.

નરાધમોએ આચાર્યો અક્ષમ્ય અપરાધ

સંજય અને ગીતાએ ભયનો ખ્યાલ આવતાની સાથે ચીસો પાડવાનું શરૂ કરી દીધું. પરંતુ કારમાંથી બહાર નીકળવાના તેમના તમામ પ્રયત્નો નિરર્થક રહ્યા. અનેક માર્ગોથી પસાર થઈને ગાડી રિજના સૂનસાન વિસ્તારમાં પહોંચી. ત્યાં બિલ્લાએ ગીતાને ગાડીથી બહાર ખેંચી લીધી. આ દરમિયાન સંજયને કારમાં પડેલી તલવાર મળી. બહેનનું સન્માન બચાવવા માટે તેણે બિલ્લા પર પૂરા જોરે હુમલો કર્યો, પરંતુ તે બિલ્લા અને રંગાની સામે ટકી શક્યો નહીં બંનેએ તે જ તલવાર વડે તેની હત્યા કરી નાખી. અને બંને હેવાનોએ માસૂમ બાળકીને તેમની હવસનો ભોગ બનાવી તેની પણ હત્યા કરી દીધી.

1982 માં અપાઈ ફાંસી આપી

બધા પુરાવા રંગા અને બિલ્લા સામે હતા. 7 એપ્રિલ 1979 ના રોજ કોર્ટે તે નરાધમોને ફાંસીની સજાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો અને 31 જાન્યુઆરી 1982 ના રોજ બંનેને દિલ્હીની તિહાડ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ કેસ પછી ભારત સરકારે ગીતા અને સંજય ચોપડાને મરણોત્તર કીર્તિ ચક્રથી સન્માનિત કર્યા અને દર વર્ષે 26 જાન્યુઆરીએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તેમના નામે શૌર્ય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">