AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છેડતી કરીને ભાગી રહ્યો હતો બદમાશ, યુવતીએ બતાવી એવી બહાદુરી કે તમે પણ કરશો સલામ

ગુવાહાટીની એક છોકરી સાથે એક એવી ઘટના બની જેમાં તેણે બતાવેલી બહાદુરીને સલામ કરવાનું મન થાય. છેડતી કરનારને બરાબરનો પાઠ ભણાવ્યો છે આ યુવતીએ.

છેડતી કરીને ભાગી રહ્યો હતો બદમાશ, યુવતીએ બતાવી એવી બહાદુરી કે તમે પણ કરશો સલામ
Assam girl throws scooty of man in gutter who was running after molesting her
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 12:37 PM
Share

તાજેતરમાં જ અસમથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જો કે આ ઘટના બાદ લોકો જેની સાથે ઘટના ઘટી તેની બહાદુરીની ચર્ચા કરી રહ્યા છે. ઘટનાની વાત કરીએ તો ભારતમાં રોજની અનેક ઘટનાઓ સામે આવે છે જેમાં મહિલા, યુવતી છેડતી કે ઉત્પીડનનો શિકાર બને છે. ઘણી વાર દુષ્કર્મની ઘટના દેશને પણ હલાવી મુકે છે. પરંતુ આવા નરાધમોના કૃત્યો અટકવાના નામ નથી લઇ રહ્યા.

આવી એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગુવાહાટીની એક છોકરી સાથે બની. જ્યાં એક છોકરાએ તેની છેડતી કરવાનો પ્રયાસ કર્યો. અહેવાલો અનુસાર એક અજાણી વ્યક્તિ તેની ખૂબ નજીક આવી ગઈ અને તેને શહેરમાં સિનાકી પથનો રસ્તો પૂછવા લાગી. આ વ્યક્તિ હતો એક ખરાબ ઈરાદા ધરાવતો યુવક. જ્યારે યુવતીએ કહ્યું કે તે નથી જાણતી. ત્યારે અચાનક તેની સાથે અત્યંત આક્રમકતાથી દુર્વ્યવહાર કર્યો. તેની છેડતી અને તેના શરીરના અંગોને ટચ કરવાનો પ્રયત્ન કર્યો.

પોતાના ફેસબુક પેજ પર આ અગ્નિપરીક્ષાનું વર્ણન કરતી વખતે, યુવતીએ લખ્યું કે તેને ભાગવાનો પ્રયાસ કરતા જોઈને, મેં વિચાર કર્યા વગર બને તેટલી તાકાતથી તેને ઘસેડ્યો. જ્યારે તે પોતાની સ્કૂટી લઈને ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, ત્યારે મેં તેનું પાછળનું ટાયર ઉચકી રાખ્યું અને ધક્કો મારીને સ્કૂટીને ગટરમાં ફેંકી દીધી.

વિડીયો થયો વાયરલ

આ સાથે યુવતીએ અપરાધી સાથે તસ્વીરો અને વિડીયો શેર કર્યો છે. જેમાં કેટલાક લોકો એકઠા થયેલા જોવા મળી રહ્યા છે. અને યુવક યુવતીની માફી માંગી રહ્યો છે. આ બાદ અસમ પોલીસ ત્યાં આવી ગઈ હતી અને FIR નોંધીને યુવકને પકડી લીધો હતો. આ પોસ્ટ હવે વાયરલ થઇ રહી છે. અને લોકો યુવતીના વખાણ કરી રહ્યા છે.

આ વિડીયો જોઇને નેટીઝનમાં પણ એક ગુસ્સો જોવા મળી રહ્યો છે. લોકો પોતાનો ગુસ્સો સોશિયલ મીડિયામાં ઠાલવી રહ્યા છે.

આ પણ વાંચો: નવાઝુદ્દીન સિદ્દીકીના પરિવારે ભારત છોડવાનો લીધો નિર્ણય! ભારતમાં આ બાબતે પડી રહી છે અગવડ

આ પણ વાંચો: PV Sindhu ની બોલીવૂડમાં બોલબાલા: અક્ષયથી લઈને સની દેઓલ સુધી સૌએ પાઠવ્યા અભિનંદન, વાંચો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">