Valsad : ફિલ્મી સ્ટાઈલથી હાઇવે પર લૂંટ ચલાવતી ખૂંખાર કંજર ગેંગના ચાર સભ્યોને, વલસાડ પોલીસે ઝપાઝપી કરીને ઝડપી પાડ્યા

|

Oct 01, 2021 | 2:23 PM

આ ગેંગ વર્ષો પછી દક્ષિણ ગુજરાતમાં સક્રિય થતા વલસાડ એલસીબી પોલીસે પોતાની ટીમને સતર્ક કરી હતી. અને આ ગેંગને તેમના ઘરમાં જ દબોચી લીધી હતી.

Valsad : ફિલ્મી સ્ટાઈલથી હાઇવે પર લૂંટ ચલાવતી ખૂંખાર કંજર ગેંગના ચાર સભ્યોને, વલસાડ પોલીસે ઝપાઝપી કરીને ઝડપી પાડ્યા
Valsad: Valsad police succeed in nabbing a Kanjar gang carrying out a film-style robbery

Follow us on

હાલ વલસાડ પોલીસે (Valsad Police ) મધ્યપ્રદેશની કંજર ગેંગને(Kanjar Gang ) પકડવામાં મોટી સફળતા મેળવી છે. આ ગેંગની મોડ્સ ઓપરેન્ડી (MO)  એકદમ ફિલ્મી સ્ટાઈલની (Filmy Style ) હતી. વાસ્તવમાં આ ગેંગ પર તો સાઉથમાં એક ફિલ્મ પણ બની ચુકી છે. મધ્યપ્રદેશની કંજર ગેંગે અત્યાર સુધી હાઇવે પર ઘણી લૂંટ ધાડ કરીને આતંક મચાવ્યો હતો. જેને પકડવામાં વલસાડ પોલીસને સફળતા હાથ લાગી છે. 

ગત તારીખ 7 સપ્ટેમ્બરના રોજ થયેલી વિદેશી સિગારેટના દોરેન કન્ટેનરની લૂંટથી વલસાડ પોલીસ દોડતી થઇ ગઈ હતી. આ લૂંટ પાછળ મધ્યપ્રદેશની કંજર ગેંગ હોવાનું સામે આવતા ત્યાંના ટોનખુર્દ તાલુકા પર વલસાડ પોલીસની ટિમ ત્રાટકી હતી. અને લૂંટને અંજામ આપનારા ચાર શખ્સોને પકડી પાડ્યા છે. મધ્યપ્રદેશના દિવસ ગામના ટ્રાયબલ બેલ્ટના લોકો સદીઓથી લૂંટ માટે પંકાયેલા છે.

આ લોકોને પોલીસ આવી હોવાની માહિતી મળતા પોલીસ જવાનો પર હુમલો પણ કરાયો હતો. જોકે ઝપાઝપી પછી ચાર આરોપીઓને પોલીસને સફળતા મળી હતી. આ ગેંગના લોકો પાંચ ચોપડીથી પણ વધારે ભણેલા નથી. પરંતુ હાઈ ટેક લૂંટ કરવામાં તેઓ તેટલા જ માહિર છે. આ ગેંગે ભારતના તમિલનાડુ, કર્ણાટક, હરિયાણા, ગુજરાત, ઉત્તરપ્રદેશ વગેરેમાં ખૂંખાર લૂંટને અંજામ આપ્યો છે. પોલીસે આ ગેંગને વલસાડ નજીક 1.27 કરોડના સિગારેટના બોક્સની લૂંટમાં પકડી પાડ્યા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જે લૂંટ નથી કરતા તેમને સમાજમાં કોઈ સન્માન નહીં :
કોઈપણ લૂંટને અંજામ આપવો હોય તો કંજર ગેંગ પહેલા દેવીને પાડાની બલિ આપે છે. ત્યારબાદ લૂંટનું કામ પર પાડવામાં આવે છે. આ ગેંગ વર્ષો પછી દક્ષિણ ગુજરાતમાં સક્રિય થતા વલસાડ એલસીબી પોલીસે પોતાની ટીમને સતર્ક કરી હતી. અને આ ગેંગને તેમના ઘરમાં જ દબોચી લીધી હતી. પોલીસ આવતાની સાથે જ આસપાસના 100 ગામોના પુરુષો પણ ગાયબ થઇ ગયા હતા. અહીંની મહત્વની વાત એ છે કે લૂંટ નહીં કરનાર પરિવારને સમાજમાં કોઈ સન્માન આપવામાં આવતું નથી.

કરોડો રૂપિયાના બંગલામાં રહે છે :
મધ્યપ્રદેશના દિવસ ગામમાં કંજર ગેંગના ટ્રાયબલ લોકો દોઢ સદીથી લૂંટ કરે છે. જોકે હવે લૂંટ માટે તેમને હાઈટેક પદ્ધતિ પણ અપનાવી છે. તેઓ લૂંટ કરવાની હોય તેના દસ દિવસ પહેલા મોબાઈલ ફોન પણ બંધ કરી દે છે. પોલીસને ચકમો આપીને કેવી રીતે લૂંટ ચલાવવી તે મામલે તેઓની તરકીબથી પોલીસ પણ ચોંકી જાય છે. આ લોકો નાના નાના કસ્બામાં રહે છે. તેમના મકાનો હાઈફાઈ સિસ્ટમથી સજ્જ છે. અને કોઈ ઉધોગપતિ રહેતો હોય તેવા બંગલામાં રહે છે.

આ પણ વાંચો : વેક્સિન નહીં તો ગરબા નહીં: Surat મનપાનો મોટો નિર્ણય, રસી લીધી હશે તે જ લોકો ગરબામાં ભાગ લઈ શકશે

આ પણ વાંચો : આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ : અમદાવાદમાં મોટાભાગના વૃદ્ધાશ્રમ હાઉસફુલ, તમામ વૃદ્ધાશ્રમોમાં વેઇટિંગ

Next Article