આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ : અમદાવાદમાં મોટાભાગના વૃદ્ધાશ્રમ હાઉસફુલ, તમામ વૃદ્ધાશ્રમોમાં વેઇટિંગ

નોંધનીય છેકે કોરોનાની સ્થિતિ હળવી થતાની સાથે જ લોકો પોતાના માતાપિતાને વૃદ્ધાશ્રમમાં મુકવા આવી રહ્યાં છે. જેને કારણે છેલ્લા છ મહિનામાં મોટાભાગના વૃદ્ધાશ્રમોમાં હાઉસફુલની સ્થિતિ છે.

આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ : અમદાવાદમાં મોટાભાગના વૃદ્ધાશ્રમ હાઉસફુલ, તમામ વૃદ્ધાશ્રમોમાં વેઇટિંગ
International Old Age Day: Most old age homes in Ahmedabad are full, waiting in all old age homes

આજે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ છે. ત્યારે એક કડવી વાસ્તવિકતાની વાત કરવી છે. કોરોનાની સ્થિતિ હળવી થઇ છે. ત્યારે અમદાવાદ શહેરના દરેક વૃદ્ધાશ્રમોમાં વેઇટિંગ લિસ્ટ છે. આ વૃદ્ધાશ્રમોમાં હવે વૃદ્ધોને રાખવાની જગ્યા નથી. છેને કડવી વાસ્તવિક્તા. ગુજરાતમાં જેમજેમ આર્થિક વિકાસ થઇ રહ્યો છે. તેમતેમ લોકો પોતાના માતાપિતાથી અળગા થઇ રહ્યાં છે. દરવરસે ગુજરાતનાં વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધોની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. ચિંતાજનક વાત એ છેકે મોટાભાગના વૃદ્ધોના સંતાનોની આર્થિક સ્થિતિ સારી હોવાનું પણ સામે આવ્યું છે.

નોંધનીય છેકે કોરોનાની સ્થિતિ હળવી થતાની સાથે જ લોકો પોતાના માતાપિતાને વૃદ્ધાશ્રમમાં મુકવા આવી રહ્યાં છે. જેને કારણે છેલ્લા છ મહિનામાં મોટાભાગના વૃદ્ધાશ્રમોમાં હાઉસફુલની સ્થિતિ છે.શહેરના મોટાભાગના વૃદ્ધાશ્રમોમાં ઈન્કવાયરી માટેના કોલ આવી રહ્યા છે. તેમજ મોટાભાગના વૃદ્ધાશ્રમોમાં પ્રતિમાસ આશરે 10થી 100 જેટલું વેઈટિંગ છે.

અમદાવાદ શહેરમાં આશરે 30થી વધુ વૃદ્ધાશ્રમો આવેલા છે. જે પૈકીના મોટાભાગના વૃદ્ધાશ્રમોમાં કોરોનાકાળ દરમિયાન વૃદ્ધોની સંખ્યામાં થોડાઘણા અંશે ઘટાડો થયો હતો. જોકે, ધીરે ધીરે થાળે પડતી કોરોનાની પરિસ્થિતિને લીધે વૃદ્ધાશ્રમોમાં પ્રવેશ લેનારાની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.

વૃદ્ધાશ્રમમાં કેમ સંખ્યા વધી ?

વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સંખ્યા વધવાના અનેક કારણો છે. આજના આર્થિકયુગમાં અમદાવાદ શહેરમાં મોટાભાગના લોકો નોકરીધંધામાં વ્યસ્ત રહે છે. જેને કારણે તેમને ઘરમાં માતાપિતાને સાચવવાનો સમય નથી. આવા લોકોની આર્થિક સ્થિતિ તો સારી હોય છે. પરંતુ, મા-બાપને સાચવવાનો સમય નથી. તો કેટલાક નજીવા કેસોમાં લોકોની કોરોના બાદ આર્થિક સ્થિતિ નબળી પડી હોવાનું પણ જણાઇ આવે છે. જેને કારણે પણ કેટલાક લોકો માબાપને વૃદ્ધાશ્રમમાં ધકેલી રહ્યાં છે. વૃદ્ધાશ્રમ સાથે સંકળાયેલા એક કાર્યકરના જણાવ્યા અનુસાર મોટી ઉંમરે પતિ કે પત્નીના મૃત્યુ પછી એકલતા જેવા કારણે પણ વૃદ્ધાશ્રમમાં આવતા લોકોની સંખ્યા વધી રહી છે.પરંતુ, મોટાભાગના કેસોમાં નોકરી-ધંધાની વ્યસ્તતાને કારણે જ વૃદ્ધોને ઘરમાંથી બહાર કાઢી રહ્યાં છે.

તો વૃદ્ઘાશ્રમના ટ્રસ્ટીઓના જણાવ્યા પ્રમાણે વૃદ્ધોના ઘરમાં હોવાના કારણે પતિ-પત્ની વચ્ચે કંકાસના કેસો પણ વધ્યાં છે. અને, માબાપની સેવા કરવાથી સંતાનો દુર ભાગી રહ્યાં હોવાનું પણ જાણકારો જણાવે છે.અને કોરોના બાદ આ સ્થિતિ વકરી હોવાનું પણ જાણકારોનું મંતવ્ય છે.

હાલ અમદાવાદમાં વૃદ્ધોની સંખ્યા અને કેટલું વેઇટિંગ ?

વૃદ્ધાશ્રમ                                       સંખ્યા          સ્થિતિ           વેઈટિંગ          ઈન્કવાયરી
હિરામણી સાંધ્ય જીવન કુટિર          94              હાઉસફુલ     30                   30
જીવનસંધ્યા વૃદ્ધાશ્રમ                      150            હાઉસફુલ     10                    30
જનસાધના વૃદ્ધાશ્રમ                        35             હાઉસફુલ      40                   200
અતીતના આશીર્વાદ                       60             હાઉસફુલ       50                  150
માતોશ્રી વૃદ્ધાશ્રમ                             25             હાઉસફુલ       45                  80
શારદા શાંતિધામ                             45              હાઉસફુલ      20                  90
માતૃ મંદિર વૃદ્ધાશ્રમ                          30             હાઉસફુલ      40                   40
જીવનધારા વૃદ્ધાશ્રમ                         135           હાઉસફુલ       100                150
જનસાધના વૃદ્ધાશ્રમ                          35             હાઉસફુલ       35                 200

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati