AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VALSAD : કપરાડા-ધરમપુરમાં લોભામણી સ્કિમો થકી લાખોની છેતરપિંડી, પાંચ ઠગબાજો પોલીસ સકંજામાં

અત્યારે પોલીસે કુલ ૫ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ફોર્ચ્યુનર અને સ્કોર્પિયો જેવી વૈભવી ગાડી અને સાડા ત્રણ લાખથી વધુ રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ મળી ૫૫ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓની આગવી ઢબે પુછપરછ હાથ ધરી છે.

VALSAD : કપરાડા-ધરમપુરમાં લોભામણી સ્કિમો થકી લાખોની છેતરપિંડી, પાંચ ઠગબાજો પોલીસ સકંજામાં
વલસાડ- લોભામણી સ્કિમો થકી છેતરપિંડી કરનાર માસ્ટર માઇન્ડ ઝડપાયા
Sachin Kulkarni
| Edited By: | Updated on: Dec 15, 2021 | 3:26 PM
Share

વલસાડ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા કપરાડા અને ધરમપુર તાલુકામાં કેટલાક ઠગોએ લોકોની અજ્ઞાનતાનો લાભ લઇ અને વિવિધ સ્કિમો હેઠળ અનેક ઘણું વળતર આપવાની લોભામણી લાલચો આપી લોકો પાસેથી લાખો રૂપિયાનું રોકાણ કરાવી અને તેમને છેતરી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. આ મામલે વલસાડ પોલીસે તપાસ હાથ ધરી હતી.ત્યારે ટૂંક જ સમય રૂપિયા ડબલ કરી આપતી ગેંગ પોતાના મૂળિયાં ફેલાવે તે પહેલા જ પોલીસે 5 ઠગબાજોને જેલની હવા ખવડાવી છે.

વલસાડ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમે વલસાડના કપરાડા તાલુકાના નાનાપોંઢા નજીક વાપી નાસિક રોડ પર ત્રણ શંકાસ્પદ લોકોને ઝડપાયા હતા.ફોર્ચ્યુનર જેવી વૈભવી લકઝુરિયસ ગાડી સાથે પોલીસના હાથે ઝડપાયેલા લોકોની પૂછપરછ કરતા આ શખ્સો વલસાડના કપરાડા અને ધરમપુર જેવા આદિવાસી વિસ્તારોમાં ડ્રીમ 900 પ્લાન,અને રેવન્યુ સ્ટ્રીમ પ્લાન નામની નાણાં રોકાણની સ્કીમ ચલાવતા હતા.આ સ્કીમમાં આરોપીઓ લોકો પાસે રૂપિયાનું રોકાણ કરાવતા હતા અને તેઓ એ રોકેલા નાણાંનું અનેક ગણું વળતર આપવાની લાલચ આપતા હતા.અત્યારસુધી તેમણે આદિવાસી લોકો પાસેથી તેમણે લાખો રૂપિયાનું રોકાણ કરાવી ચૂક્યા છે.જોકે પોલીસની પૂછપરછમાં તેઓ પાસે આવી સ્કીમો ચલાવવાનું કોઈ સત્તાવાર લાયસન્સ કે દસ્તાવેજ કે પરવાનગી નહીં હોવાથી પોલીસે તમામની અટકાયત કરી હતી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કપરાડા અને ધરમપુર તાલુકો અંતરિયાળ આદિવાસી વિસ્તાર છે.આ વિસ્તારના ભોળા આદિવાસી લોકોની અજ્ઞાનતાનો લાભ લઇ અને લેભાગુ તત્વો અનેક ગણું વળતર આપવાની લાલચ આપે છે.આથી આવી લાલચમાં આ વિસ્તારના અસંખ્ય પરિવારો પોતાના પરસેવાની અને મરણમૂડીનું રોકાણ કરે છે.ત્યાર બાદ આવા ભેજાબાજો આ વિસ્તારના ગરીબ લોકો પાસેથી મોટી રકમનું રોકાણ થતા જ તેમની સાથે વિશ્વાસઘાત કરીને છેતરપિંડી કરતા હોવાનું માનવામાં આવી રહ્યું છે.આ ત્રણ લોકોની પૂછપરછ માં નવસારી ના ચીખલી ના બે ઈસમો ભાગ્યેશ પટેલ અને વિશાલ નામના શખ્સ આ સ્કીમના માસ્ટરમાઈન્ડ હોવાનું બહાર આવ્યું છે.

આ આરોપીઓ એ અત્યાર સુધી કેટલા લોકોની પાસેથી કેટલી રકમનું રોકાણ કરાવ્યું છે?? તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.અત્યારે પોલીસે કુલ ૫ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ફોર્ચ્યુનર અને સ્કોર્પિયો જેવી વૈભવી ગાડી અને સાડા ત્રણ લાખથી વધુ રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ મળી ૫૫ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓની આગવી ઢબે પુછપરછ હાથ ધરી છે.આથી આગામી સમયમાં આરોપીઓની પૂછપરછ માં અનેક ચોંકાવનારા ખુલાસા થાય અને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

g clip-path="url(#clip0_868_265)">