વાલીઓ થઈ જાવ સાવધાન, રાજ્યમાં ઓનલાઈન અભ્યાસ સાથે સાઈબર ક્રાઈમ 200% વધ્યુ, 8 હજાર કિસ્સા આવ્યા સામે

|

Dec 01, 2020 | 10:04 PM

અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં ઠગાઈના કિસ્સાઓ નોંધાયા છે. ઓનલાઈન અભ્યાસની બાળકોને તો હવે આદત પડી રહી છે. સાથે જ તેના જે નકારાત્મક પરિણામો આવ્યાં છે, તેનાથી વાલીઓ ગભરાઈ ગયાં છે. કારણ કે, કોરોના બાદ ઓનલાઈન અભ્યાસનું ચલણ વધ્યું છે સાથે જ ઓનલાઈન ઠગાઈના કિસ્સાઓ પણ વધવા લાગ્યાં છે. ફક્ત ગુજરાતની જ જો વાત કરીએ […]

વાલીઓ થઈ જાવ સાવધાન, રાજ્યમાં ઓનલાઈન અભ્યાસ સાથે સાઈબર ક્રાઈમ 200% વધ્યુ, 8 હજાર કિસ્સા આવ્યા સામે

Follow us on

અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં ઠગાઈના કિસ્સાઓ નોંધાયા છે. ઓનલાઈન અભ્યાસની બાળકોને તો હવે આદત પડી રહી છે. સાથે જ તેના જે નકારાત્મક પરિણામો આવ્યાં છે, તેનાથી વાલીઓ ગભરાઈ ગયાં છે. કારણ કે, કોરોના બાદ ઓનલાઈન અભ્યાસનું ચલણ વધ્યું છે સાથે જ ઓનલાઈન ઠગાઈના કિસ્સાઓ પણ વધવા લાગ્યાં છે. ફક્ત ગુજરાતની જ જો વાત કરીએ તો છેલ્લા 6 મહિનામાં સાઈબર ક્રાઈમ 200% વધ્યું હોવાના અહેવાલ છે. ગુજરાતભરના વિવિધ શહેરોમાં 8 હજાર જેટલા વાલીઓ સાથે અલગ અલગ પ્રકારે ઠગાઈ આચરવામાં આવી છે. જેના કારણે સાઈબર ક્રાઈમના કેસમાં પણ ઉછાળો આવ્યો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


બાળકો અને કિશોરો સોફ્ટ ટાર્ગેટ


સાઈબર ક્રાઈમના અધિકારીઓના મતે બાળકો સાઈબર ચાંચીયાઓના સૌથી પહેલા ટાર્ગેટ હોય છે. એક તો તેમને સાઈબર સેફ્ટી વિશે ખ્યાલ નથી હોતો, સરળતાથી મોબાઈલ હાથમાં અવેલેબલ હોય છે. બીજી તરફ ગેમ્સ રમવાના નામે સ્ટેજ પાર કરવાના નામે સાઈબર ઠગ બાળકો અને કિશોરોને તેમની જાળમાં ફસાવે છે. લીંક પર ક્લિક કરવી કે હેકીંગ કરવું, ઓટીપી મોકલીને પૂછવા જેવી અલગ અલગ રીતથી બાળકોને સાઈબર ચાંચીયાઓ શિકાર બનાવી લે છે. ગુજરાત રાજ્યમાં સાઈબર ક્રાઈમના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ વર્ષે ઓક્ટોબર સુધી સાઈબર ક્રાઈમને લગતી ઓનલાઈન-ઑફલાઈન થઈને કુલ 14,300 ફરિયાદ નોંધાઈ છે. સાઈબર ક્રાઈમના આ કેસોની સંખ્યા ફેબ્રુઆરીથી ઓક્ટોબર સુધીની જ છે અને સાઈબર ક્રાઈમમાં કુલ કેસોમાં 57.6% કેસોમાં તો બાળકો-કિશોરો અને વૃદ્ધોને જ ટાર્ગેટ કરાયાં છે.

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કેવી રીતે કરાય છે ટાર્ગેટ?


કેટલાક કિસ્સોમાં ફ્રોડ કરનારા ફેકે આઈડીથી સંપર્ક કરે છે તો કેટલાક કિસ્સામાં ફોટો મોર્ફ કરીને હેકરો કમાન્ડ હાથમાં લે છે. એક કિશોરી પાસે તો તેના ફોટો મોર્ફ કરીને આશરે 1.5 લાખ રૂપિયા ફોટો બતાવીને બ્લેકમેઇલીંગ કરીને પડાવાયાની ફરિયાદ નોંધાઈ છે તો બીજા કિસ્સામાં ડિજીટલ પેમેન્ટ એકાઉન્ટમાં પૈસાની લિમિટ વધારવાની ઓફર અપાઈ હતી અને કિશોરનો મોબાઈલ રિમોટ ડેસ્કટોપ સોફ્ટવેર ઈન્સ્ટોલ કરાવીને રિમોટ લીધું હતું. મોબાઇલ તે બાળકના પિતાનો હોવાથી બાદમાં તે બાળકના પિતાની બેંકીંગ ડિટેઇલ્સ મેળવીને તેમના ખાતામાંથી 8.95 લાખ રૂપિયા ઉપાડી લેવાયા હતાં.

આ પણ વાંચો: શું દેશના તમામ નાગરિકોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે? ICMRએ આપ્યો આ જવાબ 



વર્તમાન સમમયાં ઓનલાઈન અભ્યાસ માટે બાળકો પાસે ડિજીટલ ડિવાઈસ રહે છે. માતા-પિતા તેમના કામમાં વ્યસ્ત હોવાથી સતત સાથે નથી રહી શકતા. જ્યારે બાળકો પણ ઑનલાઈન અભ્યાસની સાથે ગેમિંગમાં વ્યસ્ત હોય છે. ત્યારે સાઈબર ચાંચીયાઓ તેનો ફાયદો ઉઠાવે છે. તીન પત્તી, કાઉન્ટર સ્ટ્રાઈક, જીટીએ વગેરે ગેમમાં ચીટ કોડ અને લેવલ પાર કરવાની લોભામણી સ્કીમોમાં બાળકો સરળતાથી છેતરાઈ જાય છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 
 

 

Next Article