Vadodara: ધર્માંતરણ અને આફમી હવાલા કૌભાંડ કેસમાં તપાસનો ધમધમાટ, SOG એ મેળવ્યા વોરંટ

Vadodara: ધર્માંતરણ અને આફમી હવાલાકાંડ કેસમાં SOG દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. કલમ 70 મુજબ આરોપીઓના વોરંટ મેળવાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 8:04 AM

Religious conversion case: વડોદરા (VADODARA ) ધર્માંતરણ અને આફમી હવાલા કૌભાંડ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. વડોદરા SOG દ્વારા કલમ 70 મુજબ વોરંટ મેળવવામાં આવ્યાં છે. યુકે સ્થિત અબ્દુલ્લા ફેફડાવાલા અને દુબઇ સ્થિત મુસ્તફા સૈફ સેફઉદ્દીન થાનાવાલા વિરુદ્ધ 70 મુજબ વોરંટ મેળવવામાં આવ્યાં છે. આરોપીઓ વિરૂદ્ધ વધુ તપાસ માટે વોરંટ મેળવાયું છે. મહત્વનું છે કે NRI અબ્દુલ્લા ફેફડાંવાલા-મુસ્તુફા સૈફ થાનાવાલાને આરોપી તરીકે દર્શાવ્યાં હતા.

જણાવી દઈએ કે 3 દિવસ અગાઉ ઉત્તરપ્રદેશ અને વડોદરાના ચકચારી ધર્માંતરણ અને હવાલા કૌભાંડ કેસમાં તપાસ કરી રહેલી SOGની ટીમને વધુ એક મોટી સફળતા મળી હતી. ધર્માંતરણ અને હવાલા કૌભાંડમાં SOGએ ભરૂચના જંબુસર ખાતેથી 27 લાખ રૂપિયા કબ્જે કર્યા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે આફમી ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સલાઉદ્દીન શેખ દ્વારા આ નાણા આપવામાં આવ્યાં હતા. સલાઉદ્દીન શેખે મોહંમદ અજવદ અહમદ ખાનીયાને 27 લાખ રૂપિયા આપ્યા હતા.

આ અંગે પ્રાપ્ત થતી માહિતી મૂજબ ધર્માંતરણ અને હવાલા કૌભાંડ કેસમાં તપાસ કરી રહેલી SOG પોલીસને જાણવા મળ્યું હતું કે UKથી અબ્દુલ્લા ફેફડાવાલાએ મોટી રકમ મોકલી છે. આ વિગતોને આધારે લાંબા સમયથી વડોદરા SOG અને SITની ટીમ લાંબા સમયથી તપાસ કરી રહી હતી.

 

આ પણ વાંચો: Petrol Diesel Price Today: શું ફરી મોંઘા થશે પેટ્રોલ – ડીઝલ? આંતરાષ્ટ્રીય બજારમાંથી મળ્યા સંકેત! જાણો આજના લેટેસ્ટ રેટ

આ પણ વાંચો: વર્દીનો રોફ: ફ્રૂટના પૈસા માંગતા ગર્ભવતી મહિલાને માર્યો માર! હાઇકોર્ટનો પોલીસકર્મી સામે ગુનો નોંધવા આદેશ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">