Vadodara પોલીસે અશક્યને શક્ય કરી બતાવ્યુ, શહેરના 22 વ્યક્તિઓના ચહેરા પર લાવ્યા સ્મિત

વડોદરા (Vadodara) પોલીસે એક બે નહીં પરંતુ 22 મોબાઈલ શોધવામાં સફળતા મેળવી છે. પોલીસે ચોરી (Theft) થયેલા મોબાઈલ IMEI નંબરના આધારે ટ્રેસ કરી શોધી કાઢયા છે અને તે મોબાઈલ માલિકોને સુપ્રત કરવામાં આવ્યા હ

Vadodara પોલીસે અશક્યને શક્ય કરી બતાવ્યુ, શહેરના 22 વ્યક્તિઓના ચહેરા પર લાવ્યા સ્મિત
વડોદરા પોલીસે 22 મોબાઈલ શોધી મૂળ માલિકને પરત કર્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2022 | 1:02 PM

મોબાઈલ ખોવાઈ જાય અથવા ચોરી થાય તો મળવો અશકય છે. પરંતુ અશકયને વડોદરા પોલીસે (Vadodara Police) શકય કરીને બતાવ્યું છે. વડોદરા (Vadodara) પોલીસે એક બે નહીં પરંતુ 22 મોબાઈલ શોધવામાં સફળતા મેળવી છે. પોલીસે ચોરી (Theft) થયેલા મોબાઈલ IMEI નંબરના આધારે ટ્રેસ કરી શોધી કાઢયા છે અને તે મોબાઈલ માલિકોને સુપ્રત કરવામાં આવ્યા હતા. મોબાઈલ પરત મળતા લોકોએ પોલીસની કામગીરી પ્રશંસા કરી હતી.

IMEI નંબરના આધારે મોબાઇલ શોધી કઢાયા

ઘટના કંઈક એવી છે કે, જે. પી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા લોકોના મોબાઇલ ચોરાયા હતા. જેથી તમામ લોકોએ IMEI નંબરના આધારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોબાઈલ શોધવા સર્વેલન્સની સિસ્ટમ એક્ટિવ કરાવી હતી. જયાં 22 મોબાઈલ એક્ટિવ થતા વિવિધ સ્થળેથી મોબાઈલ કબજે લેવામાં આવ્યા હતા. વડોદરા શહેરના જે પી પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરી થયેલા અથવા ગુમ થયેલા મોબાઇલ IMEI નમ્બરના આધારે ટ્રેસ કરી શોધી કાઢી ઝોન 2 DCP અભય સોની દ્વારા મોબાઇલના મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવ્યા છે.

મોબાઇલના મૂળ માલિકોએ ખુશી વ્યક્ત કરી

વડોદરા શહેર ઝોન 2 DCP ઓફિસ ખાતે આ ખોવાયેલ મોબાઇલને શોધી કાઢવા અંગે પોલીસની સરાહનીય કામગીરીને લઇને એક સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખોવાયેલ કે ચોરી થયેલા મોબાઇલ પરત મેળવી મોબાઇલના મૂળ માલિકોએ ખુશી વ્યક્ત કરી હતી. પોતાનો મોબાઇલ શોધી કાઢવાની પોલીસની કામગીરીને લોકોએ પ્રશંસા કરી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

એક આરોપીની પુછપરછમાં જંબુસર સુધીનું નેટવર્ક ખુલ્યુ

વડોદરામાં મોબાઇલ ચોરીના નેટવર્કનો પર્દાફાશ થયો છે. શહેરના કીર્તિ સ્તંભ વિસ્તારમાં ખિસ્સા કાતરુંઓ અંગે પોલીસને વારંવાર ફરિયાદ મળતા ઝોન-2 LCB દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન એક મોબાઇલ ચોર પકડી તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં મોબાઇલ ચોરીનું નેટવર્ક જંબુસર સુધી ફેલાયેલું હોવાની વિગતો સામે આવી હતી. આથી પોલીસકર્મીઓ દ્વારા જંબુસર જઇને ચોરીનો માલ ખરીદતા વેપારીને ઝડપી પાડી 27 ચોરીના મોબાઇલ કબજે કરવામાં આવ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">