Vadodara: કુખ્યાત શાર્પ શૂટર અનિલ ઉર્ફે એન્થોની ફરાર થવાનો કેસ, પોલીસે વધુ ત્રણની અટકાયત કરી

|

May 09, 2022 | 4:05 PM

અનિલ ઉર્ફે એન્થોની વડોદરાના (Vadodara) વારસિયાનો રહેવાસી છે. એન્થોની ગંગવાણી કુખ્યાત હરજાણી ગેંગનો સાગરીત છે. છોટાઉદેપુર પોલીસે (Chhota Udepur Police) એન્થોનીને નકલી કરન્સીના કેસમાં પકડ્યો હતો.

Vadodara: કુખ્યાત શાર્પ શૂટર અનિલ ઉર્ફે એન્થોની ફરાર થવાનો કેસ, પોલીસે વધુ ત્રણની અટકાયત કરી
Sharpshooter Anthony (File Image)

Follow us on

વડોદરામાં (Vadodara) કુખ્યાત શાર્પ શૂટર (Sharp shooter) અનિલ ઉર્ફે એન્થોની છોટાઉદેપુર પોલીસના (Chhota Udepur police) જાપ્તામાંથી ફરાર થઇ ગયો હતો. ત્યારે આ કેસમાં પોલીસે અટકાયતનો દોર યથાવત રાખ્યો છે. પોલીસે આજે વધુ ત્રણની અટકાયત કરી છે. અટકાયત કરાયેલા ત્રણેય શખ્સો એન્થોનીના મિત્રો છે. જેમણે એન્થોની માટે વીઆઈપી વ્યવસ્થા કરી હતી. મેહુલ ચાવડા, કશ્યપ સોલંકી અને અજય ગાયકવાડે બિરિયાની સહિતની વ્યવસ્થા કરી આપી હતી.

વડોદરામાં કુખ્યાત શાર્પ શૂટર અનિલ ઉર્ફે એન્થોની છોટાઉદેપુર પોલીસના જાપ્તામાંથી ફરાર થયો હતો. અનિલ ઉર્ફે એન્થોનીને વડોદરાની SSG હોસ્પિટલમાં (SSG Hospital) સારવાર માટે લાવવામાં આવ્યો હતો. સારવાર બાદ સયાજીગંજ સ્થિત હોટેલમાંથી તે ફરાર થયો છે. હોટલમાં રોકાયા બાદ મોપેડ પર તે ફરાર થઇ ગયો હતો. હોટલમાં એન્થોનીને બે મહિલાઓ મળવા આવી હતી.

અત્યાર સુધીમાં કુલ આઠ આરોપીઓની અટકાયત

આ મામલામાં પહેલા પીસીબીએ એન્થોનીની પત્ની સુમન અને બહેન જયશ્રીની અટકાયત કરી હતી. બંનેની પૂછપરછમાં ત્રણ મિત્રોના નામ ખુલતાં તેમની પણ અટકાયત કરાઈ છે. પોલીસે કહ્યું કે અત્યાર સુધીમાં આ પ્રકરણમાં એક પીએસ આઈ સહિત 8 આરોપીઓની અટકાયત થઈ ચૂકી છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

એન્થોની ગંગવાણી કુખ્યાત હરજાણી ગેંગનો સાગરીત

અનિલ ઉર્ફે એન્થોની વડોદરાના વારસિયાનો રહેવાસી છે. એન્થોની ગંગવાણી કુખ્યાત હરજાણી ગેંગનો સાગરીત છે. છોટાઉદેપુર પોલીસે એન્થોનીને નકલી કરન્સીના કેસમાં પકડ્યો હતો. જો કે શુક્રવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ તે છોટાઉદેપુર પોલીસના જાપ્તામાંથી ફરાર થઇ ગઇ હતો. જે બાદ જાપ્તાના પોલીસ સ્ટાફે રાવપુરા પોલીસને ફરિયાદ કરી હતી. હાલમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસનો ધમધધાટ શરૂ કર્યો છે.

CCTV ફૂટેજની ચકાસણી શરૂ

શાર્પ શૂટર અનિલ ઉર્ફે એન્થોની ફરાર થઇ જતા ઝોન 2 DCP, સી ડિવિઝન ACP મેઘા તેવાર સહિતના અધિકારીઓ તાત્કાલિક રાવપુરા પોલીસ મથકે પહોંચી ગયા હતા. હાલમાં વિવિધ સ્થળોના CCTV ફૂટેજની ચકાસણી શરૂ કરવામાં આવી હતી. અનિલ ઉર્ફે એન્થોનીના છૂપાવવાના સંભવિત સ્થળો પર વડોદરા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા શોધખોળ કરી રહી છે. એન્થોનીને શોધવા રાવપુરા પોલીસે પૂરજોશમાં તપાસ શરુ કરી છે.

Next Article