વડોદરા : ગુમ થયેલા હરીહરાનંદ ભારતી બાપુનુ પગેરુ મળ્યુ, નાસિકમાં સલામત હોવાની માહિતી

ભારતી આશ્રમ સાથે સંકળાયેલી વ્યક્તિઓએ જ ગુમ હરીહરાનંદ ભારતી બાપુને શોધી કાઢ્યા છે.નાસિકમાં (Nashik) એક ટેક્સીમાંથી સલામત મળી આવ્યા હોવાની માહિતી મળી રહી છે .

TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2022 | 9:34 AM

ભારતી આશ્રમના મહંત હરીહરાનંદ સ્વામી ( Hariharanand Bharti Bapu) અચાનક ગુમ થતા ભક્તોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતુ. ત્યારે નાસિકમાં(Nashik)  ટેક્સીમાંથી સલામત હોવાની માહિતી મળી રહી છે.સ્વામી હરીહરાનંદને શોધવા માટે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ, PCB અને સાયબર સેલ (Cyber cell)સહિતની ટીમો લાગી હતી. બાપુના ગુમ થવા પાછળ સંપત્તિ વિવાદ હોવાની ચર્ચા તેજ બની રહી છે.

 હરી હરાનંદ બાપુને વડોદરા લાવવામાં આવી રહ્યા છે

તમને જણાવી દઈએ કે,ભારતી આશ્રમ સાથે સંકળાયેલી વ્યક્તિઓએ જ ગુમ હરીહરાનંદ ભારતી બાપુને શોધી કાઢ્યા છે.નાસિકમાં એક ટેક્સીમાંથી સલામત મળી આવ્યા હોવાની માહિતી મળી રહી છે. હાલ બાપુને હરીહરાનંદને વડોદરા લાવવામાં આવી રહ્યા છે.

આશ્રમના વિવાદથી હરીહરાનંદ બાપુ કંટાળી ગયા હતા

ભારતી આશ્રમના ગાદીપતિ હરીહરાનંદ બાપુ ગુમ થવાનો મામલે વડોદરાની ક્રિષ્ણા હોટેલ પાસેના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) સામે આવ્યા હતા. ફૂટેજમાં હરીહરાનંદ બાપુ રસ્તા પર ચાલતા દેખાય છે. ઉલ્લેખનીય છે કે, આશ્રમના વિવાદથી હરીહરાનંદ બાપુ કંટાળી ગયા હતા. વડોદરા ક્રાઈમ બ્રાન્ચ, વાડી પોલીસ સહિતની ટીમો બાપુને શોધવામાં કામે લાગી હતી.આ ઉપરાંત એ પણ સામે આવ્યુ હતુ કે, ગુમ થયેલા હરીહરાનંદ ભારતી બાપુ વડોદરામાં તેમના ભક્ત રાકેશભાઈ ડોડીયાના ઘરે ગયા હતા. ત્યારે હાલ હરીહરાનંદ બાપુ ક્યા કારણોસર ગુમ થયા હતા તે પોલીસ પુછપરછમાં જ માહિતી બહાર આવશે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">