America : વોશિંગ્ટનમાં રસ્તા પર થયેલા ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત, ત્રણ ઈજાગ્રસ્ત

|

Sep 05, 2021 | 5:24 PM

પોલીસે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં (Hospital)સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોને કોઈ ગંભીર ઈજા થઈ નથી. પોલીસે હાલ આ મામલે તપાસ તેજ કરી છે.

America : વોશિંગ્ટનમાં રસ્તા પર થયેલા ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત, ત્રણ ઈજાગ્રસ્ત
Firing In washington

Follow us on

America :  શનિવારે અમેરિકાના નોર્થવેસ્ટ વોશિંગ્ટનમાં (washington )ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. પોલીસ વિભાગના ટ્વિટર એકાઉન્ટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, બ્રાઇટવુડ પાર્કમાં લોંગફેલો રસ્તા પાસે સાંજે 7.30 વાગ્યે ફાયરિંગ થયુ હતુ.

પોલીસે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોને કોઈ ગંભીર ઈજા થઈ નથી. પોલીસે હાલ ફાયરિંગ કરવામાં આવેલી કાળી કારને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે, તેમણે ટ્વિટર (Twitter) પર આ કારની તસવીર પણ પોસ્ટ કરી છે.અને લોકોને આ વિશે કોઈ માહિતી હોય તો જણાવવા કહ્યુ છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

પોલીસે લોકોને મદદ કરવા કરી અપીલ

લોકોને મદદ માટે અપીલ કરતા, પોલિસ વિભાગે (Police Department) આ ઘટના અંગે ટ્વિટર પર લખ્યું કે, “NW ના લોંગફેલો સ્ટ્રીટના 600 બ્લોક પર આજે સાંજે ટ્રિપલ મર્ડરના કેસમાં આ કારને શોધવામાં લોકોની મદદ માગી છે. આ એકોર્ડ સેડાન કાર છે. જો આ અંગે કોઈ માહિતી મળે તો (202) 727-9099 પર કોલ કરો અથવા 50411 પર મેસેજ કરો.”

પોલીસે જાહેર કર્યુ 75,000 ડોલરનું ઈનામ

વોશિંગ્ટન ડીસી પોલીસ વડા રોબર્ટ કોન્ટીએ જણાવ્યું હતું કે શંકાસ્પદ કારમાંથી રાત્રે કેટલાક લોકો બહાર નીકળ્યા હતા અને અચાનક ભીડ પર ગોળીબાર કરવાનું શરૂ કર્યુ હતુ. ગોળીબારનો (Firing)ભોગ બનેલા તમામ લોકો પુખ્ત વયના છે. આપને જણાવી દઈએ કે, ગોળી બારને શોધવા માટે પોલીસ દ્વારા 75,000 ડોલરનું ઈનામ જાહેર કરવામાં આવ્યુ છે.ઉપરાંત ટ્વિટ કરીને પણ લોકોને મદદ માટે કહેવામાં આવ્યુ છે.

 

આ પણ વાંચો: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આત્મઘાતી હુમલો, 18 પોલીસ સહીત 20 ઘાયલ, તહરીક-એ-તાલીબાન પાકિસ્તાને લીધી હુમલાની જવાબદારી

આ પણ વાંચો:  Attack In Iraq : ઈરાકમાં ચેકપોઈન્ટ પર ISIS દ્વારા હુમલો, ઓછામાં ઓછા 13 પોલીસકર્મીના મોત

Next Article