ઓનલાઈન ફ્રેન્ડશીપ કરતા પહેલાં ચેતી જજો! આ ઘટના તમારી આંખ ઉઘાડનારી છે!

|

Sep 19, 2020 | 8:59 PM

સોશિયલ મીડિયા પર કોઈ એપ્લિકેશનથી અજાણી યુવતીઓ સાથે મિત્રતા કરતા પહેલા ચેતી જજો, નહીં તો લૂંટાઈ જશો. અમદાવાદના સેટેલાઇટમાં આવી જ એક આંખ ઉઘાડનારી ઘટના સામે આવી છે. સેટેલાઈટના એક વેપારીએ પત્ની સાથે છૂટાછેડા લીધા હતા, જે બાદ ટીન્ડર એપ્લિકેશન મારફતે જાનવી નામની યુવતી સાથે તેમની મિત્રતા થઈ હતી. મેસેજમાં વાતચીત થયા બાદ તેઓ થોડા […]

ઓનલાઈન ફ્રેન્ડશીપ કરતા પહેલાં ચેતી જજો! આ ઘટના તમારી આંખ ઉઘાડનારી છે!

Follow us on

સોશિયલ મીડિયા પર કોઈ એપ્લિકેશનથી અજાણી યુવતીઓ સાથે મિત્રતા કરતા પહેલા ચેતી જજો, નહીં તો લૂંટાઈ જશો. અમદાવાદના સેટેલાઇટમાં આવી જ એક આંખ ઉઘાડનારી ઘટના સામે આવી છે. સેટેલાઈટના એક વેપારીએ પત્ની સાથે છૂટાછેડા લીધા હતા, જે બાદ ટીન્ડર એપ્લિકેશન મારફતે જાનવી નામની યુવતી સાથે તેમની મિત્રતા થઈ હતી. મેસેજમાં વાતચીત થયા બાદ તેઓ થોડા દિવસ પહેલા એસજી હાઇવે પર મળ્યા હતાં. બાદમાં બીજા દિવસે મળવાનો વાયદો પણ થયો હતો. બીજા દિવસે મળ્યા અને બાદમાં જાનવી નામની યુવતીએ વેપારીને વૈષ્ણોદેવી ખાતે આવેલા ફ્લેટમાં લઈ ગઈ હતી. ફ્લેટ પર પહોંચીને વાતો કર્યા બાદ જાનવીએ અર્ધનગ્ન થઈ વેપારીને પણ તેમ કરવા કહ્યું હતું. ઠીક તે સમયે ત્યાં ત્રણ લોકો ધસી આવ્યા હતા અને જાનવી તેમની બહેન થાય છે તેમ કહી વેપારીને માર માર્યો હતો. એક વ્યક્તિ જાનવીને લઈને નીકળી ગયો હતો, જ્યારે યુવરાજસિંહ નામનો વ્યક્તિ ગોતા પોલીસ સ્ટેશનમાં પોલીસ તરીકે નોકરી કરતો હોવાનું કહી રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. યુવરાજસિંહ નામના વ્યક્તિએ વેપારી પાસેથી 50 લાખની ખંડણી માગી હતી, અંતે 20 લાખમાં ડીલ થઈ હતી. આંગડિયા પેઢી થકી રૂપિયા પણ આપી દીધા હતા. આ ઘટનાથી આઘાતમાં સરી ગયેલા વેપારીને હાઇપ્લોગ્લાસમિયાનો એટેક આવી ગયો.

આ પણ વાંચો: અમદાવાદ: ફીને લઈ શાળાની મનમાની, ફી ન ભરનાર વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ કર્યું બંધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article