Crime: દારૂ ન પીવડાવવા પર કાપી નાખ્યું યુવકનું ગળુ, પોલીસે 170 CCTV ની મદદથી કરી આરોપીની ધરપકડ

|

Dec 14, 2021 | 11:26 AM

પોલીસે આશ્રયસ્થાનોમાં રહેતા લોકો વિશે માહિતી એકઠી કરી. લગભગ 250 લોકોના ફોટા દિનેશને બતાવ્યા હતા. જે બાદ પોલીસને સફળતા મળી હતી. શનિવારે પોલીસે આ કેસમાં સામેલ આરોપી પ્રકાશ શર્માને લાહોરી ગેટ વિસ્તારમાંથી જ પકડી લીધો હતો.

Crime: દારૂ ન પીવડાવવા પર કાપી નાખ્યું યુવકનું ગળુ, પોલીસે 170 CCTV ની મદદથી કરી આરોપીની ધરપકડ
Symbolic Image

Follow us on

ઉત્તર દિલ્હી(Delhi)ના લાહોરી ગેટ વિસ્તારમાં દારૂ પીવડાવવાની ના પાડતા યુવકનું ગળું કાપવાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ (Police Arrested Accused)કરી છે. આરોપીની ઓળખ પ્રકાશ શર્મા ઉર્ફે નેપાળી (30) તરીકે થઈ છે. પોલીસે આરોપી પાસેથી ગુનામાં વપરાયેલ કટર અને લોહીથી રંગાયેલી ચાદર કબજે કરી છે. 170 સીસીટીવી કેમેરાની મદદથી આરોપીને ઓળખી કાઢવામાં આવ્યો હતો. પોલીસ પકડાયેલા આરોપીની પૂછપરછ કરી રહી છે. ત્યારે ઘાયલ દિનેશ તમંગ હજુ પણ એલએનજેપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઉત્તરી જિલ્લાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સાગર સિંહ કલસી અનુસાર 27 નવેમ્બરના રોજ અરુણા અસફ અલી હોસ્પિટલમાંથી ઘટનાની માહિતી મળી હતી. હોસ્પિટલના ડોક્ટરોને જણાવવામાં આવ્યું હતું કે મૂળ સિક્કિમના દિનેશ તમંગ નામના યુવકને એમ્બ્યુલન્સની મદદથી દાખલ કરવામાં આવ્યો છે. લાહોરી ગેટના મીઠાઈ પુલ પાસે થયેલી લડાઈમાં તેનું ગળું તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખવામાં આવ્યું હતું.

ઇજાગ્રસ્ત ગંભીર ઇજાને કારણે નિવેદન આપી શકે તેવી સ્થિતિમાં ન હતો. તેની હાલત નાજુક હોવાથી તેને LNJP હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસે 170 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ (CCTV footage) સ્કેન કર્યા હતા. ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓ વિશે માહિતી એકત્ર કરવામાં આવી હતી. દરમિયાન દિનેશની તબિયતમાં સુધારો થતાં તેણે પોલીસને ઘટનાની જાણ કરી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પીડિતે જણાવ્યું કે ઘટનાના દિવસે તે એક જાણકાર વ્યક્તિ સાથે દારૂ પીતો હતો. દરમિયાન ત્યાં આવેલા એક વ્યક્તિએ તેની પાસે દારૂની માંગણી કરી હતી. દિનેશે ના પાડતાં આરોપીએ આ બાબતે ઝઘડો શરૂ કર્યો હતો. આ દરમિયાન આરોપીએ ધારદાર હથિયાર વડે તેનું ગળું કાપી નાખ્યું હતું.

પોલીસે આશ્રયસ્થાનોમાં રહેતા લોકો વિશે માહિતી એકઠી કરી. લગભગ 250 લોકોના ફોટા દિનેશને બતાવ્યા હતા. જે બાદ પોલીસને સફળતા મળી હતી. શનિવારે પોલીસે આ કેસમાં સામેલ આરોપી પ્રકાશ શર્માને લાહોરી ગેટ વિસ્તારમાંથી જ પકડી લીધો હતો. આરોપીના કહેવાથી ગુનામાં વપરાયેલ કટર અને લોહીવાળી ચાદર મળી આવી હતી.

આ પણ વાંચો: Bangladeshi Arrested: BSFએ ભારતીય સરહદમાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા 7 બાંગ્લાદેશી નાગરિકોની કરી ધરપકડ

આ પણ વાંચો: આદિત્યમાંથી ઈબ્રાહિમને હવે ફરી આદિત્ય બન્યો આ યુવક, આર્ય સમાજે ગણાવી ઘર વાપસી

Next Article