માતા-પુત્રના સંબંધ પર કલંક સમાન કિસ્સો, પુત્રએ પોતાની પત્ની સાથે મળી સગી માતા પર એસીડ રેડ્યું

AHMEDABAD CRIME NEWS : પતિ માતા સાથે ઝઘડી રહ્યો હતો અને પત્નીએ પાછળથી એસીડની બોટલ આપી, જન્મ આપનાર માતા પર સગા દીકરાએ એસીડ ફેંક્યું.

માતા-પુત્રના સંબંધ પર કલંક સમાન કિસ્સો, પુત્રએ પોતાની પત્ની સાથે મળી સગી માતા પર એસીડ રેડ્યું
AHMEDABAD CRIME NEWS
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Dec 27, 2021 | 4:50 PM

AHMEDABAD : માતા પિતા માટે પુત્ર ઘડપણની લાકડી હોય છે. પણ જ્યારે આ જ પુત્ર તેની જનેતા સાથે દુર્વ્યવહાર કરે ત્યારે આવા સંબંધો પર છીંડા ઉડે છે. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કેમ કે ઓઢવમાં નાતાલમના દિવસે એક પુત્રે તેની માતાનું ધ્યાન રાખવાના બદલે તેના પર એસિડ એટેક કર્યો. અમદાવાદ શહેરમાં માતા પુત્રના સંબંધો પર કલંક લગાવતો કિસ્સો સામે આવ્યો છે. જનેતા પર પુત્ર અને પુત્રવધુએ મળીને એસિડ એટેક કર્યો જેમાં પુત્રવધુએ એસિડ આપ્યું અને પુત્રએ તેની જ માતા પર એસીડ ફેંક્યું. આ એસીડ એટેકમાં માતાને ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ ઘટના ઓઢવ વિસ્તારમાં સોનીની ચાલ બ્રિજ પાસે આવેલ મધુરમ પાર્ક સોસાયટીમાં ઘટી છે. આ સોસાયટીમાં 59 વર્ષીય દેવકન્યાબેન વર્ષોથી રહે છે. જેમને 2 દીકરી અને એક દીકરો છે. જે તમામના લગ્ન થઈ ચૂક્યા છે ને બધા અલગ અલગ રહે છે. શનિવારે રાત્રે એકાએક તેમનો પુત્ર તેમના ઘરે આવી પહોંચ્યો, જે તે જ સોસાયટીમાં રહે છે. પુત્રએ આવીને તેમને અપશબ્દો બોલવા લાગ્યો.

આટલું ઓછું હતું તેમ પુત્ર મુકેશની પત્ની કિરણ ત્યાં એસિડ ભરેલી બોટલ લઈને પહોંચી ગઈ અને પછી અપશબ્દ બોલનાર પુત્રે માતા પર એસિડ ફેંક્યું અને જન્મ આપનાર માતાને જ દઝાડી દીધી. ઈજાગ્રસ્ત થયેલા દેવકન્યાબેનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં.આ ઘટનામાં માતાએ પુત્ર અને પુત્રવધુ સામે પોલીસ ફરિયાદ કરતા પોલીસે બંનેને ઝડપી, ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે દેવકન્યાબેનના પરિવારમાં બે દુકાન, એક મકાન સહિત અન્ય પ્રોપર્ટીને લઈને તકરાર ચાલી રહી છે. આ તકરારને કારણે અને દુકાન મકાન પોતાના નામે કરાવવા માટે પુત્ર મુકેશ અને માતા વચ્ચે અવારનવાર ઝગડા થતા. આ ઝગડા વચ્ચે શનિવારે આ ઘટના બની અને બાદમાં પુત્ર અને પુત્રવધુ ફરાર થઇ ગયા. આ ઘટનામાં પોલીસે એસિડ એટેક કરનાર પુત્ર અને પુત્રવધુને ઝડપી કાર્યવાહી કરી.

માતા-પુત્રના સબંધ પર લાંછન લગાવતા આ કિસ્સામાં પોલીસ ફરિયાદ થતા ઓઢવ પોલીસે પુત્ર અને પુત્રવધૂને ઝડપી જેલ હવાલે કર્યા છે. જોકે આ ઘટના પરથી અન્ય લોકોએ પણ શીખ લેવાની જરૂર લાગી રહી છે. કેમ કે મિલકતને લઈને પરિવારમાં તકરાર અને હુમલા થવાની શહેરમાં આ પહેલી ઘટના નથી. ત્યારે જરૂરી છે કે લોકો જાગૃત બને. જેથી શહેરમાં ફરી આવી ઘટના ન બને.

આ પણ વાંચો : Ahmedabad: આમ કેમ ઉજવીશું ઉતરાયણ ? પતંગ-દોરીના ભાવમાં વધારો સાંભળીને તમે ચોંકી જશો

g clip-path="url(#clip0_868_265)">