Surat : બીએમડબલ્યુ કાર વાપરવા લીધા બાદ પરત કરવા બ્લેકમેલ કરવાની ફરિયાદ, પોલીસે આરોપીની ધરપકડ કરી

|

Sep 06, 2021 | 7:52 PM

સુરતમાં કાર આપનાર વેપારી મિત્રએ પોતાની કાર પરત માંગતા આરોપીએ કાર પચાવી પાડવા સાથે બ્લેકમેઇલિંગ કરી રૂ.૩ લાખ માંગ્યા હતા.

સુરત(Surat)માં એક વેપારીને તેના જ મિત્રને કાર આપવાનું ભારે પડ્યું છે. જેમાં સુરતના ડિંડોલી વિસ્તારમાં આરોપી અરૂણ પાઠકે કાકાના મરણ પ્રસંગે યુપી જવું છે કહી વેપારી મિત્રની બીએમડબલ્યુ કાર(BMW) વાપરવા લીધી હતી. તેમજ અનેક દિવસો સુધી કાર પરત આપી ન હતી.

જ્યારે કાર આપનાર વેપારી મિત્રએ પોતાની કાર પરત માંગતા આરોપીએ કાર પચાવી પાડવા સાથે બ્લેકમેઇલિંગ(Blackmailing) કરી રૂ.૩ લાખ માંગ્યા હતા. તેમજ જ પોતે કોઈ યુટયુબ ચેનલમાં પત્રકાર છે તો પોલીસ પણ તેનું કાંઈ નહી બગાડી શકે તેવુ કહ્યુ હતું. જેના પગલે વેપારીએ પોતાના મિત્ર વિરૂદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. હાલ પોલીસે ગુનો નોંધી આરોપી અરુણ પાઠકની ધરપકડ કરી છે.

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે સુરતના વેપારીએ તેના મિત્રને મરણ પ્રસંગે જવા માટે કાર આપી હતી. તેમજ લાંબા સમય સુધી તેણે કાર પરત માંગી હતી. જો કે કાર લેનાર અરુણ પાઠકે કહ્યું હતું કે કાર પરત જોઇતી હોય તો ત્રણ લાખ રૂપિયા આપવા પડશે. તેમજ પોતે પત્રકાર હોવાની વાત કહીને કાર માલિકને ધમકી આપી હતી.

જયારે પોલીસ કાર માલિકની ફરિયાદના આધારે આરોપી અરુણ પાઠકની ધરપકડ કરી છે. તેમજ કાર કબજે લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ  પણ વાંચો : GANDHINAGAR : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર, ત્રીજી ઓક્ટોબરના રોજ યોજાશે મતદાન

આ પણ વાંચો : Rajkot : કોર્પોરેશનના આવાસ પર ગેરકાયદે કબ્જો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે

Published On - 6:39 pm, Mon, 6 September 21

Next Video