surat : રક્ષાબંધન પર્વે સામુહિક આપઘાતનો કેસ, બેના મોત, મહિલા તબીબની હાલત ગંભીર

|

Aug 23, 2021 | 9:37 AM

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે, ડોક્ટર મહિલાએ જ માતા અને બહેનને ઝેરી દવાના ઈન્જેક્શન આપ્પા અને બાદમાં પોતે પણ ઝેર લીધું હતું. આ મામલે મહિલા તબીબ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

surat : રક્ષાબંધન પર્વે સામુહિક આપઘાતનો કેસ, બેના મોત, મહિલા તબીબની હાલત ગંભીર
Suicide of a doctor in Titwala, Maharashtra (પ્રતિકાત્મક તસ્વીર)

Follow us on

surat : શહેરમાં રક્ષાબંધનના પર્વે એક પરિવાર વેરવિખેર થઇ ગયો. શહેરના ચીકુવાડીની સહજાનંદ સોસાયટીમાં એક પરિવારમાં એવી ઘટના બની કે જેને સાંભળીને સૌકોઇ ચોંકી ગયા. અહીં, એક સામૂહિક આપઘાતનો બનાવ બન્યો છે. એક મહિલા તબીબે તેની માતા અને પોતાની જ પુત્રીને ઝેરનું ઇન્જેકશન આપ્યું હતું. બાદમાં મહિલા તબીબે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મહિલા તબીબે ઉંઘની ગોળીઓ લઇ લીધી. આ બનાવમાં તબીબની માતા અને પુત્રીનું મોત થયું છે. જયારે તબીબ મહિલાની સારવાર ચાલું છે.

શું છે સામુહિક આપઘાતનું કારણ ?

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે, ડોક્ટર મહિલાએ જ માતા અને બહેનને ઝેરી દવાના ઈન્જેક્શન આપ્પા અને બાદમાં પોતે પણ ઝેર લીધું હતું. આ મામલે મહિલા તબીબ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો કેસમાં આપઘાતનું સાચું કારણ તો હજું સામે નથી આવ્યું. પરંતુ, પોલીસનું અનુમાન છેકે ઘરકંકાસમાં મહિલા તબીબે આ પગલું ભર્યું હોઇ શકે છે.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

આ મામલે પોલીસે કહ્યું છેકે મહિલા તબીબ જીવનની ભાગદોડથી કંટાળી ગઇ હતી. અને, મહિલા તબીબની માતા અને બહેન તેમના પર જ નભતા હતા. અને, બંનેની સાથે તેમણે અતુટ લાગણીઓ હતી. સાથે જે તેમની સાથે જ તેમના ભાઇ અને ભાઇ પણ રહેતા હતા. ઘટના બની ત્યારે ભાઇ અને ભાઇ ગેરહાજર હતા. કારણ કે ભાઇ અને ભાઇ છેલ્લા 3 દિવસથી બહારગામ ગયા હતા. આ તકનો લાભ લઇને જ મહિલા તબીબે આ કૃત્ય કર્યું હતું. હાલ તો આ સમગ્ર મામલે ચોક બજાર પોલીસે ઉંડી છાનબીન આરંભી દીધી છે. ત્યારે પોલીસની તપાસમાં નવું શું સામે આવે છે તે જોવું રહ્યું.

60 વર્ષીય માતાનું મોત, 29 વર્ષીય શિક્ષિકાનું મોત, તબીબની હાલત ગંભીર
આ ઘટનામાં 60 વર્ષીય માતા મંજુલાબેન કાંતિભાઈ સોડાંગર અને 29 વર્ષીય ફાલ્ગુનીનું મોત થયું છે. ફાલ્ગુની વ્યવસાયે શિક્ષિકા હોવાનું ખુલ્યું છે છે. જોકે, દર્શના કે જે વ્યવસાયે તબીબ છે તે હાલ સારવાર હેઠળ છે. અને તેણીની હાલ નાજુક બતાવાઇ રહી છે.

સામુહિક આપઘાતના પગલાંથી સુરતમાં સૌ-કોઈ સ્તબ્ધ
રક્ષાબંધનના દિવસે જ બનેલી આ કરુણાંતિકાને લઈને સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. એક સાથે ત્રણ મહિલાઓએ આપઘાતનું પગલું ઉપાડતા સૌ કોઈ સ્તબ્ધ થઇ ગયા છે. પરંતુ, આ ઘટનાને લઇને હજું અનેક સવાલો છે.

ડો. દર્શનાએ ડાઈંગ ડેક્લેરેશનમાં કહ્યું છેકે “અમે ત્રણેય માતા-પુત્રીઓ લાગણીથી એટલા જોડાયેલા હતા કે એકબીજા વગર થોડા સમય માટે પણ જીવી શકીએ એમ નથી”

આ પણ વાંચો : Tokyo Paralympics 2020 : ઉદ્ઘાટન સમારોહમાં માત્ર 11 ભારતીય ખેલાડી ભાગ લેશે, ભારતના 54 ખેલાડીઓ પ્રદર્શન કરશે

આ પણ વાંચો : Funny Video : પતિએ શાનદાર રીતે પત્નીનું સ્વાગત કર્યુ, પરંતુ બીજી જ ક્ષણે કંઈક આવું થયું, વીડિયો જોઈને તમારા ચહેરાનો રંગ પણ ઉડી જશે !

Next Article