સુરત : પાંડેસરા બાળકી દુષ્કર્મ કેસમાં પોલીસ કર્મચારીઓની ઉમદા કામગીરી, માત્ર 7 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ

|

Nov 15, 2021 | 7:15 PM

સુરત શહેરના પાંડસેરા પોલીસ સ્ટેશનના પીઆઈ એપી ચૌધરીએ જણાવ્યું હતું કે,બાળકીને શોધવા માટે 100થી વધુ પોલીસ જવાનોએ કામગીરી કરી હતી. આરોપીને ઝડપી પાડ્યા બાદ 7 જ દિવસમાં 246 પાનાંની ચાર્જશીટ આજે સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે.

સુરત : પાંડેસરા બાળકી દુષ્કર્મ કેસમાં પોલીસ કર્મચારીઓની ઉમદા કામગીરી, માત્ર 7 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ
Surat: Noble performance of police personnel in Pandesara girl rape case, chargesheet file in court in just 7 days

Follow us on

ગુજરાતમાં માત્ર 7 દિવસ માં દુષ્કર્મ બાદ હત્યા મામલે સુરત કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી છે.પાંડેસરા પોલીસ અધિકારીઓની કામગીરી રંગ લાવી.ગત 4 નવેમ્બર દિવાળીની સાંજે સુરતના પાંડેસરામાં ઘર પાસેથી અપહરણ કરાયેલી અઢી વર્ષની બાળકીની લાશ ઘરથી 300 મીટરના અંતરે મળી હતી. બાળકી પર દુષ્કર્મ આચરી ગળું દબાવી હત્યા કરાઈ હતી. પોલીસે આરોપીને 8 નવેમ્બરના રોજ ઝડપી પાડ્યો હતો. જે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં બંધ છે. દરમિયાન પોલીસ દ્વારા આરોપી પકડાયાના 7 દિવસમાં જ 246 પાનાંની ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી છે.

સુરત શહેરના પાંડસેરા પોલીસ સ્ટેશનના પીઆઈ એપી ચૌધરીએ જણાવ્યું હતું કે,બાળકીને શોધવા માટે 100થી વધુ પોલીસ જવાનોએ કામગીરી કરી હતી. આરોપીને ઝડપી પાડ્યા બાદ 7 જ દિવસમાં 246 પાનાંની ચાર્જશીટ આજે સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. 246 પાનાંની ચાર્જશીટમાં મેઈન સાક્ષીઓના નિવેદન, સીસીટીવી ફૂટેજ, મેડિકલમાં એફએસએલનો રિપોર્ટ, ઓળખ પરેડની કામગીરી સહિતના પુરાવાનો સમાવેશ કરવામાં આવ્યો છે.સાથે એફ ડિવિઝન ના એસીપી જે કે પંડ્યા ના માર્ગ દર્શન હેઠળ કામગીરી થઈ અને સતત પોલીસ કોઈ પણ સમય બગડ્યા વગર કામ કરી કોર્ટમાં 7 દિવસમાં ચારસીટ રજૂ કરી જેથી આરોપી ને જેમ બને તેમ જલ્દી સજા થાય.

ઘટના શું હતી ?
વડોદ ગામ વિસ્તારમાં રહેતા બિહારી પરિવારની ઘરના આંગણામાં રમી રહેલી અઢી વર્ષની માસુમ બાળાનું પોતાના ઘરના આંગણામાંથી અપહરણ કરી દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરનાર નરપિશાચ પડોશી એવા બે સંતાનના પિતા ગુડ્ડુકુમાર મધેશ યાદવ હાલ રિમાન્ડ હેઠળ છે. રિમાન્ડ દરમિયાન માસૂમનું અપહરણ કરી કયા રસ્તેથી પાંડેસરા જીઆઇડીસીની આર્મો ડાઇંગ મીલની પાછળ અવાવરૂ જગ્યા પર લઇ જઇ જધન્ય કૃત્ય આચર્યુ,

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

અને ત્યાર બાદ પાંડેસરા શાસ્ત્રી નગરમાં રહેતા મિત્રને ત્યાં કયા રસ્તેથી ગયો હતો તે તમામ બાબતનું રી-કન્સ્ટ્રક્શન કર્યુ હતું. આ ઉપરાંત નરાધમ ગુડ્ડુના મોબાઇલમાંથી મળેલા 149 પોર્ન વિડીયો અંગેની તપાસ અંતર્ગત પોલીસે વડોદ ગામના આર્શીવાદ નગરમાં પ્લોટ નં. 122માં આવેલી જય અંબે નામની દુકાનમાં દરોડા પાડયા હતા.

જયાંથી દુકાનદાર લક્કી ઉર્ફે સાગર વિજય શાહની આઇપીસી 292 હેઠળ ધરપકડ કરી પોર્ન વિડીયો વાળો મેમરી કાર્ડ, કોમ્પ્યુટર અને કાર્ડ રીડર કબ્જે લીધું હતું. ઉલ્લેખનીય છે કે લક્કી ઉર્ફે સાગર ગુગલ અને યુ-ટ્યુબ પરથી પોર્ન વિડીયો ડાઉનલોડ કરી મેમરી કાર્ડમાં કોપી કરી તે કાર્ડ 300 રૂપિયામાં વેચતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

Next Article