સુરત : પાંડેસરામાં મિલ માલિક પાસે 40 લાખની છેતરપિંડી કરનાર ગેંગનો પર્દાફાશ

સુરત : પાંડેસરામાં મિલ માલિક પાસે 40 લાખની છેતરપિંડી કરનાર ગેંગનો પર્દાફાશ
ફ્રોડ ગેંગનો પર્દાફાશ

સુરત (surat) ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પુણા સંગીની માર્કેટ પાસે બલેનો કારમાંથી બાતમીના આધારે જમીન દલાલ દશરથ રાજપુરોહિત , મોહન રાજપુરોહિત અને દલપત વાઘેલાને ઝડપી પાડ્યા હતા.

Baldev Suthar

| Edited By: Utpal Patel

May 13, 2022 | 5:45 PM

સુરતમાં (SURAT) સતત કોઈને કોઈ રીતે લોકો સાથે છેતરપિંડી (Fraud) કરતી ગેંગ (Gang) સતત સક્રિય હોય છે. આવી જ પ્રતિષ્ઠિત લોકોના નામ ધારણ કરી છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી હતી. તાજેતરમાં પાંડેસરાના મિલમાલિક પાસે શ્રી સિમેન્ટના નામે ગેંગ દ્વારા રૂપિયા 40 લાખ પડાવવામાં આવ્યા હતા. આ બાબતે ફરિયાદ નોંધાતા આખો મામલો બહાર આવ્યો હતો. જોકે આરોપી ભૂતકાળમાં પણ અનેક ગુનામાં સંડોવાયા હોવાનું સામે આવ્યું હતું.

સુરતમાં છેલ્લા લાંબા સમયથી રાજસ્થાની સમાજના લોકોને ટાર્ગેટ કરતી ગેંગ સક્રિય થઈ હતી. જે ગેંગ દેશના પ્રતિષ્ઠિત માણસ તરીકે ઓળખ આપી વોટ્સઅપ કોલ કરી લોકોને છેતરતી હતી. ખાસ કરીને રાજસ્થાની સમાજના આગેવાનોના નંબરો મેળવી સમાજના પ્રતિષ્ઠિત માણસોનું નામ ધારણ કરી આંગડીયાથી નાણાં મંગાવતા હતા. ત્યારે સુરતના પાંડેસરા GIDCની પ્રતિભા ડાંઈગ મિલના માલિક પ્રમોદ ચૌધરીને ગત 1 માર્ચે અજાણ્યાએ વોટ્સઅપ કોલ કરી પોતાની ઓળખ શ્રી સીમેન્ટના માલિક પ્રશાંત બાંગડ તરીકે આપી પોતાને મુંબઈમાં તાત્કાલિક 40 લાખની જરૂર છે. અને સુરતમાં પૈસા પહોંચાડી દેવાની વાત કરી હતી. જેથી પ્રમોદ ચૌધરીએ તેના કેશિયરને કહી 40 લાખ મહિધરપુરાની સોમા આંગડીયા પેઢી મારફતે મોકલ્યા હતા. પૈસા મેળવી લીધા બાદ બાંગડ ગ્રુપના નામે ફોન કરનાર પ્રશાંત બાંગડ, પેઢીમાંથી પૈસા લેનાર રાકેશ અને કિશને ફોન બંધ કરી દીધા હતા. જોકે આ મામલે પાંડેસરા GIDCની પ્રતિભા ડાંઈગ મિલના માલિક પ્રમોદ ચૌધરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પુણા સંગીની માર્કેટ પાસે બલેનો કારમાંથી બાતમીના આધારે જમીન દલાલ દશરથ રાજપુરોહિત , મોહન રાજપુરોહિત અને દલપત વાઘેલાને ઝડપી પાડ્યા હતા. જોકે પકડાયેલા આરોપી પાસેથી રોકડા 19.90 લાખ કબજે કર્યા હતા. અને તેમની પૂછપરછ કરતા આરોપી કરેલા ગુનાની કબુલાત કરતા પોલીસે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે. સુત્રધાર દશરથની અગાઉ પુણામાં અપહરણના ગુનામાં ધરપકડ થઈ છે. મહત્વનું એ છે કે પહેલા ચોરી લૂંટની ઘટના સતત બનતી હતી. પણ હવે તસ્કરો પણ પ્રોફેસનલ થઈ ગયા છે અને લોકોને વિશ્વાસમાં લઇને થોડો સમય તેમની સાથે સારો વહેવાર કરી બાદમાં મોટી રકમનો વહેવાર કરી લાખો અને કરોડો રૂપિયાની ઉચાપત કરતા હોય છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati