AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : કોરોનાની આફતમાં ઓનલાઇન એજ્યુકેશન માટે 1 હજાર રૂપિયામાં ટેબ્લેટની જાહેરાત આપી દોઢ કરોડની છેતરપિંડી

તેમને સરકારી યોજના હેઠળ શહેરની 18 જેટલી ટ્યુશન ક્લાસીસના સંચાલકો પાસેથી ગરીબ વિદ્યાર્થીઓને 4500 નું ટેબ્લેટ 1000 રૂપિયામાં આપવાની લાલચ આપીને 1.5 કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા. 

Surat : કોરોનાની આફતમાં ઓનલાઇન એજ્યુકેશન માટે 1 હજાર રૂપિયામાં ટેબ્લેટની જાહેરાત આપી દોઢ કરોડની છેતરપિંડી
Surat: Fraud of Rs 1.5 crore by announcing a tablet for Rs 1,000 for online education
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 4:38 PM
Share

Surat  શહેરના વરાછા(Varachha ) વિસ્તારમાં આવેલી યશ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિકોએ શહેરમાં કોરોનામાં ઓનલાઇન એજ્યુકેશનનો(online Education ) ફાયદો ઉઠાવ્યો હતો.

તેમને સરકારી યોજના હેઠળ શહેરની 18 જેટલી ટ્યુશન ક્લાસીસના સંચાલકો પાસેથી ગરીબ વિદ્યાર્થીઓને 4500 નું ટેબ્લેટ 1000 રૂપિયામાં આપવાની લાલચ આપીને 1.5 કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા. બાદમાં તેઓએ આ કંપનીને બંધ કરીને ગાયબ થઇ જતા આ અંગે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી. કતારગામ વિસ્તારમાં મણિનગર સોસાયટીમાં રહેતા 44 વર્ષીય નિકુંજ નવાડીયા ટ્યુશન ક્લાસીસમાં શિક્ષક છે. તેમણે સાવન ખેની, ઠાકરશીભાઈ ખેની, તથા આશીવન વાઘાણી વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.

પિતા પુત્રની આ ટોળકીએ ઓક્ટોબર 2020માં મીડિયા મારફેટે તેમજ તેમની કંપનીના અલગ અલગ માણસો મારફતે શહેરમાં આવેલા અલગ અલગ ટ્યુશન ક્લાસીસ, સ્કૂલ, કોલેજ તથા સોસાયટીમાં રેબલેટ બાબતે જાહેરાત કરાવી હતી. ઓનલાઇન એજ્યુકેશન ચાલતું હોવાથી સરકારની યોજના હેઠળ 4500 રૂપિયાનું ટેબ્લેટ ફક્ત 1000 રૂપિયામાં વિદ્યાર્થીઓને આપવાની જાહેરાત કરી હતી. જે જાહેરાતને પગલે કતારગામ,ડભોલી વિસ્તારમાં આવેલા ક્રિષ્ણા ક્લાસીસના સંચાલક નિકુંજ વશરામ નાવડિયાએ તેમના વિદ્યાર્થીઓના 3844 ટેબ્લેટનો ઓર્ડર આપ્યો હતો.

ખેમરાજ ભાવા પટેલ પાસેથી 3750 ટેબ્લેટનો ઓર્ડર મેળવીને એડવાન્સ પેટે પૈસા પણ પડાવ્યા હતા. અને માત્ર 78 ટેબ્લેટ મોકલાવ્યા હતા. અને બાકીના ટેબ્લેટ મોકલાવ્યા નહોતા. તેમજ એડવાન્સ પેટે લીધેલા રૂપિયા 70.70 લાખ પણ પરત આપ્યા ન હતા. આ સિવાય શહેરના અન્ય 18 ક્લાસીસના સંચાલકો પાસેથી તેમના વિદ્યાર્થીઓના એડવાન્સમાં 15 હજાર જેટલા ટેબ્લેટના એડવાન્સ 1.50 કરોડ મેળવી ને ટેબ્લેટ નહીં આપીને છેતરપિંડી કરી હતી.

પિતા પુત્રએ સ્ટાર્ટ અપના નામે શિક્ષકોને જ નવડાવ્યા  સાવન ખેની, તેના પિતા ઠાકરશી ખેની અને અશ્વિન વાઘાણીએ ભાગીદારીમાં વરાછા ખાતે સ્ટાર્ટ અપ ઇન્ડિયા પોર્ટલ પ્રોગ્રામ હેઠળ યશ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની શરૂ કરી હતી. અને તેનું ડિપાર્ટમેન્ટલ ફોર પ્રમોટેશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં તેની નોંધણી કરાવી હતી.

આ રીતે શાળા અને ટ્યુશન ક્લાસના સંચાલકોને ભોળવતા  માત્ર 1 હજાર રૂપિયામાં ટેબ્લેટ મળતું હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ઓનલાઇન એજ્યુકેશન મેળવવા મદદ મળી રહે છે. ગરીબમાં ગરીબ માણસો પણ તેમની ટેબ્લેટ ખરીદી શકે છે તેવી લોભામણી જાહેરાત કરી હતી. જેથી આ ઓફર માટે વિદ્યાર્થીઓ છેતરાયા હતા.

આ પણ વાંચો :

Surat: કોઝવેના રીપેરીંગ માટે સ્થાયી સમિતિમાં 14.32 કરોડની દરખાસ્ત  

આ પણ વાંચો :

Success Story: માર્કેટિંગની નોકરીથી લઈને કંપનીના CEO સુધીની સુરતના આ યુવાનની સફર છે જાણવા જેવી

તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
g clip-path="url(#clip0_868_265)">