Surat : લોન કૌભાંડમાં ઈકો સેલની ટીમે લોન આપનાર એજન્સીના સંચાલક અને એજન્ટની ધરપકડ કરી

આરોપીઓએ અકારા કંપનીમાંથી અનેક લોકોને બોગસ પ્રાથમિક નામની બેન્કના સ્ટેટમેન્ટ બનાવી આપી લોન અપાવી હતી. જેના બદલામાં દરેક લોન ધારકો પાસેથી લોનની રકમના 20 ટકા કમિશન પેટે લીધા હતા.

Surat : લોન કૌભાંડમાં ઈકો સેલની ટીમે લોન આપનાર એજન્સીના સંચાલક અને એજન્ટની ધરપકડ કરી
Surat: Eco cell team arrests loan managing agency manager and agent in loan scam
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 6:17 PM

Surat : હરીયાણાના ગુડગાંવ ખાતે આવેલ અકારા કેપિટલ નામની કંપનીમાંથી બોગસ સ્ટેટમેન્ટ બનાવી સ્ટેશહિન એપ્લીકેશન મારફતે 580 વ્યકિતઓને કુલ રૂપિયા 6.23 કરોડની લોન (loan) અપાવાના કૌભાંડમાં (SCAM) ઈકો સેલની (ECO cell) ટીમે બોગસ ડોક્યેમેન્ટના આધારે લોન અપાનાર એજન્સીના સંચાલક અને એજન્ટની ધરપકડ કરી છે. ઈકો સેલ જણાવ્યા મુજબ કરીયાણાના ગુડવાંગ શુખવીલા વિસ્તારમાં રહેતા શિવમ પ્રદિપકુમાર અન્નીશ ( ઉ.વ .24 ) એકારા પોલીસના કેપિટલ નામનીમાં કંપનીમાં સિનિયર એસોસીએટ તરીકે નોકરી કરે છે.

આ કંપની સ્ટેશફિન નામની એપ્લીકેશન દ્વારા જરૂરીયાતમંદ લોકોને રૂપિયા 1,૦૦૦ થી લઈને 5,૦૦,૦૦૦ સુધીની લોન આપવાનું કામ કરે છે. જુલાઈ 2021થી ઓક્ટોબર 2021 સુધીમાં સ્ટેશનિ એપ્લીકેશન દ્વારા કુલ 1479 વ્યક્તિઓએ + એજન્ટો મારફતે પર્સનલ લોન લેવા માટે અરજીઓ કરી હતી. કંપની દ્વારા અરજી કરનાર વ્યકિતઓના તપાસણી ડોક્યુમેન્ટની માટે પરફીપોસ સોફ્ટવેર સોલ્યુશન પ્રા. લી નામની કંપની મારફતે કરાવી હતી.

આ કંપની ડોક્યુમેન્ટની તપાસણી કર્યા બાદ ફાઈનલ રિપોર્ટ આપ્યો હતો. તે રિપોર્ટના આધારે અકારા કેપિટલ કંપની દ્વારા 580 વ્યક્તિઓને કુલ રૂપિયા 6,23,૦૦,૦૦૦ લોન આપી હતી. ઓક્ટોબર મહિનામાં કંપનીના ધ્યાન પર આવ્યું કે જુલાઈ , ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જે લોકોને લોન આપવામાં આવી છે તે લોકોએ લોનના હપ્તાની ભરપાઈ કરી નથી. જેથી બેન્ક તેમના સ્ટેટમેન્ટ ચેક કરવામાં આવતા મોટાભાગના લોકોની વિગતો સરખી હતી. જેથી કંપની દ્વારા ફરીથી ડોક્યુમેન્ટ ચેક કરવા માટે સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

જેમાં તમામ લોનધારકોના બેન્કો અલગ અલગ હોવા છતાં તમામના બેન્ક સ્ટેટમેન્ટ એકબીજાને મળતા અને એક સરખા હતા. ફોન કરી પુછપરછ આવતા તેઓએ કાર્યવાહી એજન્ટો કંપની દ્વારા લોન ધારકોને કરવામાં લોનની મારફતે કરાવી હતી. કંપની સાથે ખોટા બેન્ક સ્ટેટમેન્ટ અપલોડ કરી છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું. કંપનીની તપાસમાં વરાછા 3 એલ.એચ.રોડ રચના સર્કલ પાસે રામેશ્વર શોપીંગ સેન્ટરમાં આવેલ સીયા એન્ટરપ્રાઈઝ નામથી લોન કામ એજન્ટનું કરતા કેતન મગન વેકરીયા સહિત અન્ય એજન્ટો દ્વારા બોગસ બેન્ક સ્ટેટમેન્ટ બનાવ્યા હોવાનું બહાર આવ્યું . આ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ ઈકો સેલને સોંપવામાં આવી હતી. ઈકો સેલની ટીમે આ કેસમાં આજરોજ એન્ટરપ્રાઈઝના જયંતીલાલા પિઠડીયા ( રહે , મોરાભાગળદેવ આશિષ સોસાયટી ) અને એજન્ટ સાન્વી શૈલેષ દિવ્યેશ મોહન પરમાર ( રહે , આશાનગર ઉધના )ની ધરપકડ કરી છે.

લોનધારકો પાસે 20 ટકા કમિશન લીધુ

પુછપરછમાં આરોપીઓએ અકારા કંપનીમાંથી અનેક લોકોને બોગસ પ્રાથમિક નામની બેન્કના સ્ટેટમેન્ટ બનાવી આપી લોન અપાવી હતી. જેના બદલામાં દરેક લોન ધારકો પાસેથી લોનની રકમના 20 ટકા કમિશન પેટે લીધા હતા.

આરોપીઓની MO

આરોપીઓ કસ્ટમરોના ખોટો બેન્ક સ્ટેયમેન્ટ બનવવા માટે લેપટોપમાં ગુગલ એપ ચાલુ કરી ડબ્લ્યુડબ્લ્યુડબલ્યુ ડોટ સેજદા ડોટ કોમ ઓપન કરી, તેમાં પી.ડી.એફ એડીટરનો ઉપયોગ કરી ખોટા બેન્ક સ્ટેટમેન્ટની ફાઈલ બનાવી, જે કસ્ટમરને લોન લેવાની હોય તેનો એકાઉન્ટ નંબર અને નામ લખી તે એડીટ કરી બેન્ક સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરતા હતા. ત્યારબાદ બેન્ક સ્ટેટમેન્ટની એડીટીંગ કરેલ ફાઈલ વોટ્સએપથી લોન લેનાર કસ્ટમરના મોબાઈલમાં મોકલી આપતા હતા. ત્યારબાદ એડીટીંગ કરેલ બેન્ક સ્ટેટમેન્ટ લોનવાળી સ્ટેશફિન એપ્લીકેશનમાં અપલોડ કરી કસ્ટમરોને ખોટી રીતે લોન અપાવી કંપની સાથે છેતરપિંડી કરતા હતા.

આ પણ વાંચો :

Ahmedabad : અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માનનો રોડ શો યોજાયો, કેજરીવાલના સમર્થનમાં નારેબાજી

આ પણ વાંચો :PM મોદીને મારી નાખવાની ધમકી પર NIAનું નિવેદન, આવા પત્રો આવતા રહે છે પરંતુ એજન્સી સતત સતર્ક મોડ પર છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">