AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURAT : નાનપુરા બહુમાળી બિલ્ડીંગમાં ફરજ બજાવતા નાયબ વેરા કમિશનર લાંચ લેતા પકડાયા, અન્ય 3ની અટકાયત

સરકાર દ્વારા એક તરફ ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો કરવામાં આવે છે. ત્યાં જ બીજી તરફ સરકારી વિભાગોમાં જ ભ્રષ્ટાચાર કેટલું ઘર કરી ગયો છે તે દર્શાવતો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં સુરતના નાનપુરા બહુમાળી બિલ્ડીંગમાં ફરજ બજાવતા નાયબ વેરા કમિશનર લાંચ લેતા પકડાયા છે.

SURAT : નાનપુરા બહુમાળી બિલ્ડીંગમાં ફરજ બજાવતા નાયબ વેરા કમિશનર લાંચ લેતા પકડાયા, અન્ય 3ની અટકાયત
SURAT: Deputy tax commissioner on duty in Nanpura multi-storey building caught taking bribe
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 04, 2021 | 1:43 PM
Share

સરકાર દ્વારા એક તરફ ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો કરવામાં આવે છે. ત્યાં જ બીજી તરફ સરકારી વિભાગોમાં જ ભ્રષ્ટાચાર કેટલું ઘર કરી ગયો છે તે દર્શાવતો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં સુરતના નાનપુરા બહુમાળી બિલ્ડીંગમાં ફરજ બજાવતા નાયબ વેરા કમિશનર લાંચ લેતા પકડાયા છે. તેમની સાથે અન્ય 3 વ્યક્તિઓની પણ અટકાયત કરવામાં આવી છે.

ભાગીદારી પેઢી ધરાવતા એક ફરિયાદીએ વર્ષ 2015-16ના જીએસટી રિટર્ન ભર્યા ન હતા. જેથી જીએસટી વિભાગ દ્વારા નિયમ પ્રમાણે તેમનો જીએસટી નંબર બંધ કરી દેવામાં આવ્યો હતો. ફરિયાદીએ પોતાનો જૂનો જીએસટી નંબર ફરી શરૂ કરવા માટે નાનપુરા બહુમાળી બિલ્ડીંગમાં નાયબ રાજ્ય વેરા કમિશનર નરસિંહ પાંડોરનો સંપર્ક કર્યો હતો. જેમણે તેમના ઓળખીતા અન્ય એક વકીલ અને ટેક્સ કન્સલ્ટન્ટનું કામ કરતા કિશોર પટેલને મળીને તેમનું નામ આપીને જીએસટી નંબર ચાલુ કરવા ફાઇલ તૈયાર કરવા જણાવ્યું હતું.

એટલું જ નહીં તેના માટે તેઓએ રૂ.2 લાખની લાંચની માંગણી પણ કરી હતી. ફરિયાદીએ તે સમયે વકીલને 50 હજાર રૂપિયા આપ્યા હતા. અને બાકીના દોઢ લાખ રૂપિયા ઓછું કરવાનું કહેતા સોદો 1 લાખ ફુપિયામાં નક્કી કરી જીએસટી નંબર શરૂ કરવાનું નક્કી કર્યું હતું.

જોકે તે બાદ ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીની ટીમ દ્વારા છટકું ગોઠવીને નાયબ રાજ્ય વેરા કમિશનર, ટેક્સ કન્સલ્ટન્ટ અને વકીલ સહિત અન્ય બે આરોપી ધર્મેશ ગોસ્વામી અને વિનય પટેલની પણ ધરપકડ કરી હતી.

એસીબીની ટીમે આરોપીઓ પાસેથી તેમણે લીધેલી 1 લાખ રૂપિયાની લાંચની રકમ પણ કબ્જે કરી છે. આમ, સરકારી કામ કરાવવા માટે નીચલા કર્મચારીથી લઈને ઉપલા અધિકારીઓ સુધી ભ્રષ્ટાચાર કેટલી હદે વ્યાપક છે તે ફરી એકવાર સાબિત થયું છે.

આ પણ વાંચો :  BHAVNAGAR : શહેર અને જિલ્લામાં રોગચાળામાં વધારો, સરટી હોસ્પિટલના કેમ્પસમાંથી ડેન્ગ્યુના 20 કેસો મળ્યા

આ પણ વાંચો :  National Teachers Award: ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતનાં 44 ગુરુજનોનું કરાશે સન્માન, વાંચો સન્માન પામનારા શિક્ષકોનું લિસ્ટ

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
g clip-path="url(#clip0_868_265)">