Surat ક્રાઇમ બ્રાન્ચે ગોવાથી સુરત લવાતો 26 લાખના દારૂનો જથ્થો ઝડપ્યો, ત્રણ લોકોની ધરપકડ કરી

|

Sep 07, 2021 | 9:34 PM

ગોવા થી બે લક્ઝુરિયસ કારમાં ચોર ખાના બનાવી દારૂની બોટલો  જેની કિંમત 26,25,750  જેટલી થવા જાય છે જે તે સુરતમાં લઈને આવ્યા હતા. દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા છે

Surat ક્રાઇમ બ્રાન્ચે ગોવાથી સુરત લવાતો 26 લાખના દારૂનો જથ્થો ઝડપ્યો, ત્રણ લોકોની ધરપકડ કરી
Surat Crime Branch seized 26 lakh liquor arrested three persons

Follow us on

સુરત(Surat)ક્રાઇમ બ્રાન્ચે દારૂના(Liquer) રૂપિયા 26 લાખના જથ્થાને ઝડપી પાડયો છે. જેમાં ત્રણ યુવાનો ગોવા ગયા હતા બે લક્ઝુરિયસ કારમાં ચોર ખાના બનાવી ગોવાથી સુરત સુધી દારૂનો મોટો જથ્થો લઇ આવ્યા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચ(Crime Branch) ના પીએસઆઈ સાવલિયાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ગોવાથી સુરત તરફ દારૂ ભરેલી બે લક્ઝુરિયસ કાર આવી રહી છે. જેના આધારે જથ્થો ઝડપાયો છે.

સુરતમાં દારૂની બ્રાન્ડ VAT69 અને રેડ ફોર્ટ નામના દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા છે. આ આરોપીઓ ગોવા થી બે લક્ઝુરિયસ કારમાં ચોર ખાના બનાવી દારૂની બોટલો  જેની કિંમત 26,25,750  જેટલી થવા જાય છે જે  તે સુરતમાં લઈને આવ્યા હતા.

જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે સચિન નવસારી રોડ ઉપર વોચ ગોઠવી હતી અને મોડી રાત્રે એક એસયુવી કાર અને એક ઇનોવા કાર ઝડપી પાડી હતી આ બંને કારમાં તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને કંઈ જ મળ્યું ન હતું પરંતુ બાતમી ચોક્કસ હોવાથી પોલીસે બંને કારની તપાસ મિકેનિકને બોલાવીને કરી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જેમાં પોલીસ ચોંકી ઉઠી હતી કારણકે કારમાં એવી છૂપી રીતે ચોર ખાના બનાવવામાં આવ્યા હતા કે કોઈને પણ પ્રાથમિક તપાસમાં શંકા ના જાય. આ બંને લક્ઝુરિયસ કારમાંથી ત્રણ આરોપી ની ધરપકડ કરવામાં આવી છે. જેમાં વિકાસ સિંઘ ઉપાધ્યાય ,આબિદ સૈયદ અને ફાલ્ગુન મેથી વાલાની ધરપકડ કરવામાં આવી છે.

જ્યારે આ ત્રણેય આરોપીને ગોવાથી દારૂ પૂરો પાડનાર અનિલ ઉર્ફે અજયને વોન્ટેડ જાહેર કરાયો છે ક્રાઇમ બ્રાન્ચે vat 69 દારૂ ની 835 બોટલ જેની કિંમત 375750 અને રેડ ફોર્ટ દારૂની 2350 બોટલ જેની કિંમત 117500નો જથ્થો જપ્ત કર્યો છે. તેની સાથે સાથે મહિન્દ્રા suv અને ઇનોવા કાર પણ કબજે કરી છે.ક્રાઇમ બ્રાન્ચે કુલ રૂપિયા 26,25,750 નો જથ્થો અને ત્રણ આરોપી ઝડપી પાડયા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની આઠ ટીમો તૈનાત કરાઇ

આ પણ વાંચો : RAJKOT : કરોડોનું કૌંભાડ આચરનાર રામેશ્વર સહકારી મંડળીની 12 મિલકતો સરકાર ટાંચમાં લેશે

Published On - 9:30 pm, Tue, 7 September 21

Next Article