Surat: દાંપતિ પાસેથી હાઇબ્રિડ ગાંજાની ટેબ્લેટ અને ચરસનો જથ્થો ઝડપાયો, દિલ્લી NCB અને સુરત SOGએ કરી કાર્યવાહિ

|

Sep 25, 2021 | 8:20 PM

ગુજરાતમાં સુરતમાં સતત નશીલા પદાર્થનો જથ્થો મળી આવે છે. ત્યારે દિલ્લી NCBની ટીમ અને સુરત SOGની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી હાઇબ્રિડ ગાંજો અને ચરસના જથ્થા સાથે સુરતના એક દંપતીને ઝડપી પાડવામાં આવ્યું છે.

Surat: દાંપતિ પાસેથી હાઇબ્રિડ ગાંજાની ટેબ્લેટ અને ચરસનો જથ્થો ઝડપાયો, દિલ્લી NCB અને સુરત SOGએ કરી કાર્યવાહિ
Delhi NCB team and Surat SOG team nabbed a couple from Surat with quantity of cannabis and hashish

Follow us on

Surat: ગુજરાતમાં સુરતમાં સતત નશીલા પદાર્થનો જથ્થો મળી આવે છે. ત્યારે દિલ્લી NCBની ટીમ અને સુરત SOGની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી હાઇબ્રિડ ગાંજો અને ચરસના જથ્થા સાથે સુરતના એક દંપતીને ઝડપી પાડવામાં આવ્યું છે.

સુરતમાં થોડા સમય પહેલા પણ સુરત SOGની ટીમ અને DCB દ્વારા મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ખાસ કરીને ડ્રગ્સ અને હાઇબ્રિડ ગાંજાની ટેબ્લેટનો યુવા વર્ગ નશો કરતા હોય છે. જેથી સુરતમાં સતત પોલીસ કમિશનર દ્વારા ડ્રગ્સ આ બાબતે ગંભીરતા રાખીને ઓપરેશન કરવામાં આવે છે. સુરતમાં લાવવામાં આવતા ડ્રગ્સના જથ્થો ઝડપી પડવામાં આવતો હોય છે.

સુરત શહેરમાં વેસુ, અડાજણ, પીપલોદ, પાલ અને ડ્રગ્સનું AP સેન્ટર એટલે અઠવા વિસ્તારમાં ડ્રગ્સનો સપ્લાય થતો હતો. ત્યારે દિલ્લી NCBની ટીમ દ્વારા દિલ્લીમાં કોઈ ડ્રગ્સ સાથે કેટલાક આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યાં દિલ્લીમાં ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. ત્યારે તેમની તપાસમાં ખુલાસો થયો કે, સુરતનું કનેક્શન છે. જેથી તે તપાસમાં દિલ્લીની ટીમે બે દિવસથી સુરતમાં ધામા નાખ્યા હતા.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

ઝડપાયેલ આ દાંપતિ અડાજણ વિસ્તારમાં રહે છે અને વેસુ વિસ્તારમાં રેસ્ટોરન્ટ ચલાવે છે. ત્યાંથી આ તમામ મુદામલ જપ્ત કરવામાં આવ્યો છે. દિલ્લી NCBની ટીમ સુરત આવતાની સાથે સુરત SOGનો સંપર્ક કરી બાતમી ના આધારે અડાજણમાં રહેતા એક વેલસેટ દંપતીની અટકાયત કરી હતી. તેમની પૂછપરછ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી કરણ કે, આ દંપતી સુરતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનો વેપાર કરતું હોવાનું સામે આવ્યું હતું.

તેમની પાસેથી દિલ્લી NCBની ટિમ દ્વારા 1 કિલ્લો 900 ગ્રામ હાઇબ્રિડ ગાંજાની ટેબ્લેટ મળી આવી હતી જેની અંદાજીત કિંમત 17 લાખથી વધુ થાય છે. સાથે કેટલાક ગ્રામ ચરસ અને LSD ડ્રગ્સનો જથ્થો મળી આવતા સુરત SOG દ્વારા તમામ મુદામલ જપ્ત કર્યો અને તેમની તપાસ શરૂ કરી હતી. બાદમાં દાંપતિને દિલ્લી NCB અને SOG દ્વારા પૂછપરછ કરી સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. દિલ્લી NCB દ્વારા ત્રણ દિવસ માટે ટ્રાંજેક્ટ વોરંટથી દિલ્લી લઈ જવામાં આવ્યા અને તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવશે.

એક નજર સુરતના પૂર્વ ઇતિહાસ પર કરવામાં આવે તો છેલ્લા એક વર્ષમાં નવા આવેલા સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા યુવા વર્ગ જે નશાના રવાડે જઇ રહ્યું છે તે ને રોકવા માટે સતત એક પછી એક કાર્યવાહિ કરવામાં આવી રહિ છે. તેમાં પણ સુરત SOG દ્વારા ગુના નોંધવામાં આવ્યા અને તેની તપાસ કરવામાં આવી છે. તપાસ દરમિયાન માત્ર ગુજરાત નહિં પણ દિલ્લી અને હિમાચલ ના મલાણા સીટી જે હબ છે ત્યાંથી પણ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો: ONGC recruitment 2021: ગ્રેજ્યુએટ ટ્રેનીની જગ્યાઓ માટે બહાર પડી ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

Next Article