Surat: કરોડો રૂપિયાની જમીન ગેરકાયદે કબ્જો કરવા અને 2 કરોડની ખંડણી માંગનાર સામે લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ નોંધાઈ ફરિયાદ
Surat: શહેરના સિંગણપોરની કરોડો રૂપિયાની જમીનના રદ્દ થયેલા પાવરના આધારે ખરીદનાર તરીકે દર્શાવી બોગસ કબ્જા રસીદ બનાવી ગેરકાયદે કબ્જો કરવા ઉપરાંત જમીન ભાડે આપી દઇ ખાલી કરવા માટે ખંડણી પેટે 2 કરોડ રૂપિયાની માંગણી કરનાર વિરૂધ્ધ લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
Surat: શહેરના સિંગણપોરની કરોડો રૂપિયાની જમીનના રદ્દ થયેલા પાવરના આધારે ખરીદનાર તરીકે દર્શાવી બોગસ કબ્જા રસીદ બનાવી ગેરકાયદે કબ્જો કરવા ઉપરાંત જમીન ભાડે આપી દઇ ખાલી કરવા માટે ખંડણી પેટે 2 કરોડ રૂપિયાની માંગણી કરનાર વિરૂધ્ધ લેન્ડગ્રેબીંગ એક્ટ (Land Grabbing Act) હેઠળ ફરિયાદ નોંધાઈ છે. શહેરના સિંગણપોરના ટી.પી સ્કીમ 26 ના યુ.એલ.સી હેઠળ ચાલી જનાર ત્રણ ફાઇનલ પ્લોટના મૂળ માલિક રામસિંહ જયસિંહ પરમારના કાયદાકીય રાહે જમીન પરત મેળવી સીધી લીટીના વારસદારોના નામ દાખલ કરાવ્યા હતા. વારસદારોએ ત્રણ પ્લોટના રજીસ્ટર દસ્તાવેજ બે સાઢુભાઇ કિર્તીભાઇ ધનશ્યામ પટેલ અને યગ્નેશ અર્જુન પટેલના નામે કરી આપ્યો હતો અને તેમણે કુલમુખ્ત્યાર તરીકે તેમના સસરા લાલજી દયાળ પટેલ નિમણુંક કરી હતી.
જો કે આ જમીનનો સિવીલ કોર્ટમાં ચાલી રહેલા દાવા અંતર્ગત જુલાઇ 2019 માં કોર્ટ કમિશન થયું હતું. કોર્ટ કમિશનના ગણતરીના કલાક પહેલા હરજી અરજણ રબારી જમીનની કમ્પાઉન્ડ વોલને તોડી નાંખી ગેરકાયદે કબ્જો કર્યો હતો.
જેથી લાલજીભાઇએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, જમીનના મૂળ માલિક રામસિંહના પુત્ર હરીસિંહ પરમારે ગોરધન અરજણ દુધાતને લખી આપેલો પાવર એપ્રિલ 1993માં રદ્દ કર્યો હોવા છતા તેના આધારે હરજીએ પોતાના અને અન્ય 30 જેટલા લોકોના નામે એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની રૂબરૂમાં બિફોરમીન તરીકેના બોગસ સહી-સિક્કા વાળી કબ્જા રસીદ બનાવી જમીન પચાવી પાડવાનો કારસો રચ્યો હતો. ઉપરાંત ગેરકાયદે કબ્જો કરેલી જમીનમાં રૂમ અને તબેલો બનાવી ભાડે આપી દીધી હતી. ઉપરાંત હરજીએ કિર્તી પટેલ અને યગ્નેશ વિરૂધ્ધ ચોકબજાર પોલીસમાં અરજી કરવા ઉપરાંત જમીનનો કબ્જો ખાલી કરવા ખંડણી પેટે 2 કરોડ રૂપિયાની માંગણી પણ કરી હતી.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો