Surat: ગાજીપરા ગેંગના મુખ્ય સૂત્રધાર અલતાફ પટેલને ક્રાઈમ બ્રાન્ચે હિમાચલ પ્રદેશના કુલ્લુથી ઝડપી પાડ્યો

સુરતમાં ઘણા સમયથી ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી ગેગ વધી રહી છે. તેને ડામવા માટે સુરત પોલીસે લાલા આંખ કરતા એક પછી એક ગેંગ સામે ગુજસીટોકના ગુના નોંધવામાં આવ્યા.

Surat: ગાજીપરા ગેંગના મુખ્ય સૂત્રધાર અલતાફ પટેલને ક્રાઈમ બ્રાન્ચે હિમાચલ પ્રદેશના કુલ્લુથી ઝડપી પાડ્યો
Altaf Patel, chief mastermind of Gajipara gang
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 6:55 PM

Surat: શહેરમાં ઘણા સમયથી અલગ અલગ વિસ્તારોમાં માથાભારે અને ઓર્ગેનાઇઝ ગુનાને અજામ આપતી ગેંગ સક્રિય થઈ હતી. જેમાં સુરત શહેરના ગાજીપરા ગેંગના આરોપીઓએ પોતાનું નેટવર્ક ઉભુ કરી પોતાની ટોળકીના સાગરીતો દ્વારા ખુન, ખુનની કોશીષ , અપહરણ , લૂંટ , ખંડણી ગુનાહિત ધમકી, તથા આર્મસ એકટ મુજબના ગુનાઈને અજામ આપતી હતી.

આ ગેંગ દ્વારા અત્યારે નહિં પણ શહેરમાં છેલ્લા 10 વર્ષોથી ચાલવી રહ્યા હતા આ ગેંગ વિરુદ્ધ વિરૂધ્ધમા ડી.સી.બી. પોલીસ સ્ટેશન ( ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ ) ની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને એક પછી એમ આરોપીને ઝડપી અપડ્યા હતા પણ મુખ્ય આરોપી અલતાફ પટેલ ઘણા સમયથી ફરાર હતો.

સુરતમાં નોંધાયેલ ગુજસીટોકના ગુનામાં મુખ્ય આરોપી લાંબા સમયથી ફરાર હોવાથી તે પકડતો ન હતો. ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા આ વાતને ગંભીરતાથી લઈ સુરતની અલગ અલગ બ્રાંચને આરોપીને પકડવા સૂચન કરતા તાત્કાલિક સુરત ક્રાઈમ બ્રાન્ચ કામે લાગી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તેવામાં ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ રાઠોડની ટીમને માહિતી મળી હતી કે ગુજસીટોકના ફરાર આરોપી અને જેને અગાઉ પણ 10થી ગંભીર ગુના કરેલ આરોપી અલતાફ પટેલ હિમાચલ પ્રદેશમાં છુપાયો છે. જેના આધારે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી ક્રાઈમ બ્રાન્ચની ટિમ હમાચલ પ્રદેશના કુલ્લુ જીલ્લામાં આવેલ પુલગા ગામ પહોંચી. ત્યાં પાર્વતી વેલી ખાતેથી આરોપી અલ્તાફ ગફુરભાઇ પટેલને ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ તેને તાત્કાલિક સુરત લાવવા માટે રવાના થઈ હતી અને સુરત ખાતે લાવી તપાસ શરૂ કરી છે.

અલ્તાફ પટેલના ગુનાઓ

વર્ષ 2003ના અરસામા આરોપી અમેરિકન લેડીઝના મર્ડરના ગુનાંમાં થાણે ખાતે સેન્ટ્રલ જેલમાં રહ્યો હતો. વર્ષ 2007ના અરસામા આરોપી લંડન ખાતે ફર્જી પાસપોર્ટના ગુનામાં 6 મહીના જેલની સજા થતા તેને લંડનથી ડિપોટ કરાયો હતો. વર્ષ 2008ના અરસામા NCB અમદાવાદ દ્વારા વડોદરા જીલ્લાના જાંબુવા ખાતેથી આશરે દોઢ કીલો જેટલા એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે રીચમંચ બ્રિટીશ કોલંબીયા કેનેડાના આરોપીની ધરપકડ NIA દ્વારા કરવામા આવેલ હતી.

તે આરોપીને 2011 ના અરસામા આરોપી અલતાફ પટેલે સૈયાજી ગંજ હોસ્પીટલ વડોદરા ખાતેથી પોતાની સાથે ભગાડી લઇ જઇ નેપાળ બોર્ડરથી અન્ય દેશમાં ભગાડી ગુનો આચરેલ હતો. વર્ષ 2017ના અરસામાં ચકચારી મમ્મુ હાસોટી પર ફાયરીંગના ગુનામાં તેની ધરપકડ થઈ હતી. વર્ષ 2018ના અરસામાં આરોપીએ પોતાની ધરપકડથી નાસવા માટે પોતાની મર્સિડીજ કાર પુરઝડપે હંકરી કાર વડે પોલીસને કચડી નાખી જાનથી મારીનાખવાનો પ્રયત્ન કર્યો જે અંગે નવસારી પોલીસે ગુનો નોંધાતા આરોપીની ધરપકડ કરવામા આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદની શિક્ષિકા દર્શના પટેલે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું, ઓલ ઇન્ડીયા સિવીલ સર્વિસ એથલેટીક ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ મેળવ્યો

આ પણ વાંચો: CAT 2021 : IIM અમદાવાદ દ્વારા CAT 2021 એડમિટ કાર્ડ જાહેર, જાણો પરીક્ષાની પેટર્ન વિશે

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">