Surat: સગીરાના ખોટી રીતે ફોટા લઈ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના, આરોપીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી

Surat: પુણા ગામમાં રહેતી સગીરાના ફોટા તેના પરિવારમાં બતાવી દેવાની ધમકી આપીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. સગીરા સાથે વરાછા તેમજ પાસોદરામાં દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં આરોપીને કોર્ટે તકસીરવાર ઠેરવીને 10 વર્ષની સખત કેદની સજાનો હુકમ કરાયો છે.

Surat: સગીરાના ખોટી રીતે ફોટા લઈ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના, આરોપીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 08, 2022 | 1:05 PM

Surat: પુણા ગામમાં રહેતી સગીરાના ફોટા તેના પરિવારમાં બતાવી દેવાની ધમકી આપીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. સગીરા સાથે વરાછા તેમજ પાસોદરામાં દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં (rape case) આરોપીને કોર્ટે તકસીરવાર ઠેરવીને 10 વર્ષની સખત કેદની સજાનો હુકમ કરાયો છે. છેલ્લા કેટલા સમયથી હવે કોર્ટમાં સતત ઝડપી ચુકાદા આવી રહ્યા છે જે સારી વાત એ છે કે, દુષ્કર્મ, છેડતી, ગંભીર હત્યા જેવા ગુનાઓમાં ઝડપી ચુકાદા આવી રહ્યા છે.

આ કેસની વિગત મુજબ પુણાગામ શિવદર્શન સોસાયટીમાં રહેતા ચિંતન અશોકભાઇ ભડીયાદરાએ પુણાગામમાં રહેતી સગીરાની સાથે મિત્રતાકેળવી હતી. 2002ના વર્ષમાં સગીરાને પુણા બીઆરટીએસ જંકશન પાસે મળવા બોલાવીને તેના ફોટા પાડ્યા હતા. ત્યારબાદ ચિંતન સગીરાને ડુમસ ફરવા માટે લઇ ગયો હતો અને ત્યાં પણ ફોટા પાડી લીધા હતા. બાદમાં સગીરાના આ ફોટા પણ વાઇરલ કરવાની ધમકી આપીને સગીરાને વરાછામાં બોલાવવામાં આવી હતી.

ચિંતને પોતાના જન્મ દિવસની ઉજવણી કરવા સગીરાને બોલાવીને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. 20 દિવસ બાદ ફરીવાર સગીરાને બોલાવીને તેની સાથે રેપ કરાયો હતો. આ ઉપરાંત સગીરાના પરિવારને યોગીચોકના ડોન મારફતે મારી નાંખવાની ધમકી આપીને સગીરા સાથે પાસોદરા ગામમાં પણ રેપ થયો હતો. ચિંતનના ત્રાસથી કંટાળેલી સગીરાએ પોતાના પિતાને જાણ કરી હતી. સગીરાના પિતાએ ચિંતનને ફોન કરતા તેને પણ મારી નાંખવાની ધમકી મળતા આખરે પોલીસ ફરિયાદ થઇ હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ મામલે સરથાણા પોલીસે ચિંતન અડીયાદરાની સામે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ સુરેશ પાટીલે દલીલો કરીને આરોપીને વધુમાં વુધ સજા કરવા માટે જણાવ્યું હતું. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપીને ચિંતનને 10 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો.

આ પણ વાંચો: NEET 2022: સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે NEETમાં અનામત યથાવત રહેશે, હાઈકોર્ટે આપ્યો ચુકાદો

આ પણ વાંચો: Maharashtra: યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ હવે ભારતમાં મેડિસિનનો અભ્યાસ કરી શકશે, સરકારે શરૂ કર્યું ઇ-લર્નિંગ કન્ટેન્ટ, જાણો સમગ્ર વિગત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

g clip-path="url(#clip0_868_265)">