AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: સચિનમાં 5 વર્ષની બાળકી પર બળાત્કાર કેસમાં આરોપીને મરે ત્યાં સુધી કેદની સજા

રાત્રિના સમયે પોતાના પિતા સાથે સુતેલી પાંચ વર્ષની બાળકીને ઝુપડીમાં લઈ જઈ આરોપીએ દુષ્કર્મ (Rape) આચર્યુ હતુ. જે કેસમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ.એન. અંજારીઆએ આરોપીને આજીવન કેદની સજા (Life imprisonment) સંભળાવી છે.

Surat: સચિનમાં 5 વર્ષની બાળકી પર બળાત્કાર કેસમાં આરોપીને મરે ત્યાં સુધી કેદની સજા
Surat: Accused of raping five-year-old girl in Sachin sentenced to life imprisonment
Parul Mahadik
| Edited By: | Updated on: May 01, 2022 | 2:14 PM
Share

સુરતના (Surat) સચિન જીઆઈડીસી વિસ્તારમાં 5 વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મના કેસમાં આરોપીને જિલ્લા કોર્ટે (Surat District Court) આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ 50 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો. બે વર્ષ પહેલા સચિન જી.આઈ.ડી.સી.ના નવા બાંધકામવાળા ખાતાના પહેલા માળે રાત્રિના સમયે પોતાના પિતા સાથે સુતેલી પાંચ વર્ષની બાળકીને ઝુપડીમાં લઈ જઈ આરોપીએ દુષ્કર્મ (Rape) આચર્યુ હતુ. જે કેસમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ.એન. અંજારીઆએ આરોપીને આજીવન કેદની સજા સંભળાવી છે.

શું હતો સમગ્ર કેસ?

આ કેસની વાત કરીએ તો 09 ડિસેમ્બર 2020ના રોજ રાત્રિના સમયે સચિન જી.આઈ. ડી.સી લક્ષ્મી ટેક્ષટાઈલ પાર્ક નવા બાંધકામવાળા ખાતાના પહેલા માળે પાંચ વર્ષની બાળકી તેના પિતા સાથે સુતી હતી.આ ગુનાના આરોપી મુકેશ શાહે તમામ સૂતા હોવાનો મોકો ઝડપી લીધો હતો અને પિતા સાથે સુતેલી પાંચ વર્ષની બાળકીને લક્ષ્મી ટેક્સટાઈલ પાર્કની પાછળ ઈલેકટ્રીક લાઈનની નીચે ખુલ્લી ઝાડી ઝાખરા વાળી જગ્યામાં લઈ ગયો હતો. ત્યાં બાળકી પર દુષ્કર્મ ગુજારી તે ફરાર થઈ ગયો હતો.

દુષ્કર્મના કેસમાં પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આમ, આરોપી મુકેશ શાહ વિરૂદ્ધ પુરતો પુરાવો મળતા  4 જાન્યુઆરી 2021ના રોજ ચાર્જશીટ રજૂ કરવામાં આવતા આ કેસ નામદાર ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જડજ એ.એન.અંજારીઆની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી અને આરોપી વિરૂદ્ધ પુરતા પુરાવા સાથે કેસ પુરવાર થયો હતો. કોર્ટે આરોપીને 30 એપ્રિલ 2022 રોજ દોષિત ઠેરવ્યો હતો અને આજીવન કેદ એટલે કે બાકી જીંદગીના વર્ષ સુધીની સખત કેદની સજા ફટકારી છે અને 50 હજારનો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કર્યો છે.

આ પણ વાંચો-Gujarat Assembly elections 2022: આપના રાષ્ટ્રીય પ્રમુખ કેજરીવાલ આજે ગુજરાત પ્રવાસે, ભરુચમાં આદિવાસી સંકલ્પ મહાસંમેલનને સંબોધશે

આ પણ વાંચો-Gujarat Foundation Day: પાટણ જિલ્લામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન, 369 કરોડના 429 વિકાસના કામોની ભેટ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">