Surat: મોબાઈલમાં ગર્લફ્રેન્ડના ફોટો ડિલીટ કરવા મામલે થયેલા ધિંગાણામાં એક યુવકની હત્યા, પોલીસે 3ની ધરપકડ કરી
સોશિયલ મીડિયામાં ગર્લફ્રેન્ડના બનાવેલા ફોટો મિત્રના મોબાઈલમાંથી ડિલીટ કરવા બાબતે કહેવા જતા ઝઘડો થયો હતો. આ ઝઘડામાં 3 ભાઈએ બે યુવકોને ચપ્પુના ઘા ઝીંકી દેતા એકનું મોત થયું હતું.
સોશિયલ મીડિયામાં ગર્લફ્રેન્ડના બનાવેલા ફોટો મિત્રના મોબાઈલમાંથી ડિલીટ કરવા બાબતે કહેવા જતા ઝઘડો થયો હતો. આ ઝઘડામાં 3 ભાઈએ બે યુવકોને ચપ્પુના ઘા ઝીંકી દેતા એકનું મોત થયું હતું. ચોકબજાર પોલીસે 3 હત્યારા ભાઈઓ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. સુરત જિલ્લાના સમાચાર અહીં વાંચો.
બહેનપણીના સોશિયલ મીડિયાના ફોટો મોબાઇલમાં હતા
વેડરોડ પર બહુચરનગરની દુકાન પાસે ઓરિસ્સાવાસી લીંગારાજ બહેરા અને તેનો મિત્ર બલરામ સ્વાઇન હત્યારા રામકૃષ્ણને 19મીએ રાત્રે મળવા ગયા હતા. લીંગારાજના મિત્ર રામકૃષ્ણના ફોનમાં લીંગારાજની બહેનપણીના સોશ્યિલ મીડિયાના ફોટો મોબાઇલમાં હતા. વેડરોડ પર બહુચરનગરની દુકાન પાસે ઓરિસ્સાવાસી લીંગારાજ બહેરા અને તેનો મિત્ર બલરામ સ્વાઇન હત્યારા રામકૃષ્ણને 19મીએ રાત્રે ગયા હતા. લીંગારાજના મિત્ર રામકૃષ્ણના ફોનમાં લીંગારાજની બહેનપણીના સોશ્યિલ મીડિયાના ફોટો મોબાઇલમાં હતા.
ચપ્પુથી હુમલો કર્યો
આ ફોટો રામકૃષ્ણને મોબાઇલમાંથી ડિલીટ કરવા કહ્યું હતું. આથી રામકૃષ્ણે લીંગારાજ અને બલરામ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. જેમાં રામકૃષ્ણ અને તેના બે ભાઈઓ દોડી આવી બલરામ અને લીંગારાજ પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો. જેમાં બલરામ લક્ષ્મણ સ્વાઇન(25)નું સારવાર દરમિયાન મોત થયું છે. લીંગારાજ હોસ્પિટલમાં છે. પોલીસે હત્યારા રામકૃષ્ણ ઉર્ફે કાલીયા તારીણી બહેરા, તેનો ભાઈ રાજેન્દ્ર તારીણી બહેરા અને કીટુ તારીણી બહેરાની ધરપકડ કરી છે.
181ની ટીમે મોબાઈલમાંથી વીડિયો-તસવીરો ડિલિટ કરાવી
બોયફ્રેન્ડ આવતાની સાથે જ મહિલા હેલ્પલાઇનની ટીમ તેને જણાવ્યું હતું કે, આ રીતે યુવતી અને હેરાન કરવો ગુનો છે. તેને કાયદાકીય સમજ આપી અને તેના મોબાઇલમાં રહેલા તસવીરો વીડિયો ડિલિટ કરાવ્યા હતા. આજ પછી ક્યારેય તે યુવતીને પરેશાન નહીં કરે તેવી બાહેંધરી લીધી હતી. આમ મહિલા હેલ્પલાઇનની ટીમે યુવતીને તેના બોયફ્રેન્ડની હેરાનગતિમાંથી છુટકારો અપાવ્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…